- Gujarati News
- Election 2024
- A Flood Of Comments Came On The Picture Of This Polling Officer That Went Viral On Social Media, Do You Know Who Is This Glamor Officer?sushila Kanesh
16 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજથી મતદાન શરૂ થયું છે. જેમાં મધ્ય પ્રદેશની સીધી, શહડોલ, મંડલા, જબલપુર, બાલાઘાટ અને છિંદવાડા લોકસભા બેઠક પર પણ મતદાન થઇ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આ દરમિયાન છિંદવાડા બેઠકથી એક મહિલાની તસવીર ખૂબ ચર્ચામાં છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સુંદર મહિલા બીજુ કોઈ નહીં પણ ચૂંટણી અધિકારીની છે. આ મહિલા ચૂંટણી અધિકારીની તસવીર પર યુઝર્સની કમેન્ટ્સનું ઘોડાપૂર શરૂ થઈ ગયું છે.
ચૂંટણી પંચે તસવીર શેર કરી
મધ્યપ્રદેશમાં ચૂંટણી પંચના ઓફિશિયલ હેન્ડલથી મતદાનકર્મીની તસવીર શેર કરવામાં આવી છે. પ્રદેશના વિવિધ જિલ્લાથી તસવીર શેર કરવામાં આવી છે. જેમાં પંચે છિંદવાડાની સુંદર પોલિંગ ઓફિસરની તસવીર શેર કરી છે. પોલિંગ ઓફિસર પોતાના મિત્ર સાથે ઈવીએમ લઇને મતદાન કેન્દ્ર પર જઈ રહી છે. આ દરમિયાન તેમની તસવીર ક્લિક કરવામાં આવી છે.
કાળા ચશ્મા, વાઇન કલર શૂટ અને સુંદર સ્માઈલ
મહિલા પોલિંગ ઓફિસરે કાળા ચશ્મા પહેર્યા છે. ત્યાં જ, વાઇન કલરનો શૂટ પહેર્યો છે. સાથે જ ચહેરા પર સુંદર સ્માઇલ સાથે તે આગળ વધી રહી હતી. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર તસવીર શેર થતા જ યૂઝર્સ ફિદા થઈ ગયા છે. સાથે જ પૂર્વની પોલિંગ ઓફિસર સાથે સરખામણી થઈ રહી છે, જેની તસવીર પીળી અને વાદળી સાડીમાં વાયરલ થઈ હતી.
આ પોલિંગ ઓફિસર કોણ છે?
સોશિયલ મીડિયા પર એ ચર્ચા શરૂ થઈ ગઈ છે કે વાઇન કલરના શૂટમાં આ પોલિંગ ઓફિસર કોણ છે. મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલા અધિકારીનું નામ સુશીલા કનેશ છે. તે છિંદવાડામાં જિલ્લા પુરવઠા શાખામાં પોસ્ટેડ છે. સુશીલા કનેશ ગ્રેડ થ્રી ઓફિસર છે.
મહિલા અધિકારીની તસવીર વાયરલ
મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગ અને મુખ્ય ચૂંટણી અધિકારીએ ચૂંટણી સામગ્રી લઈને જતી મહિલા અધિકારીની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર શેર કરી છે, તેમાં લખ્યું છે કે, ‘કર્તવ્ય પથ પર આગળ વધીએ, ચાલો મતદાન કરવા જઈએ… છિંદવાડા લોકસભા મતવિસ્તાર નં.16 ચૂંટણી પંચના અધિકારીઓ લોકશાહીના મહાન પર્વમાં ભાગ લઈ રહ્યા છે. તમે પણ તમારી ફરજ નિભાવો અને મતદાન કરો.’ અહેવાલો અનુસાર આ તસવીર વાયરલ થતા જ સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનું પૂર આવ્યું છે. યુઝર્સ કમેન્ટ્સ કરીને લખે છે કે, ‘હવે અમે પણ મત આપશું.’
વર્ષ 2019માં મહિલા ચૂંટણી અધિકારીની તસવીર વાયરલ થઈ હતી
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં પણ પીળી સાડી પહેરેલી મહિલા ચૂંટણી એધિકારી રીના દ્વિવેદીની તસવીર વાયરલ થઈ હતી. ઉત્તર પ્રદેશના લખનઉમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ની ક્લાર્ક રીના દ્વિવેદીની તસવીર ખૂબ ચર્ચામાં હતી.
2019ની લોકસભા ચૂંટણીમાં પીળી સાડી પહેરેલી મહિલા ચૂંટણી એધિકારી રીના દ્વિવેદી
આજે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે
મધ્યપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અનુપમ રાજને જણાવ્યું કે, મધ્યપ્રદેશમાં આજથી સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલુ રહેશે. જ્યારે બાલાઘાટ લોકસભા બેઠકના બૈહાર, લાંજી અને પરસવાડા વિધાનસભા મતવિસ્તારના તમામ મતદાન મથકો પર સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે.