કોલકાતા26 મિનિટ પેહલા
- કૉપી લિંક
કલકત્તા હાઈકોર્ટના આદેશ બાદ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં જમીન હડપ અને મહિલાઓ વિરુદ્ધ અપરાધો (યૌન શોષણ)ના કેસમાં પ્રથમ એફઆઈઆર નોંધી છે. જેમાં 5 મુખ્ય આરોપીઓના નામ સામેલ છે. જોકે આ આરોપીઓ કોણ છે તે બહાર આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પ્રભાવશાળી લોકો છે.
10 એપ્રિલે કોલકત્તા હાઈકોર્ટે સંદેશખાલી કેસની તપાસ સીબીઆઈને સોંપી હતી. પોતાના આદેશમાં કહ્યું કે સીબીઆઈ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરશે અને રિપોર્ટ સબમિટ કરશે. કેસની આગામી સુનાવણી 2 મેના રોજ થશે.
8 ફેબ્રુઆરીના રોજ સંદેશખાલીની મહિલાઓએ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ પર જાતીય સતામણી અને બળજબરીથી જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં ત્રણ આરોપી શાહજહાં શેખ, શિબુ હાઝરા અને ઉત્તમ સરદાર કસ્ટડીમાં છે.
મુખ્ય આરોપી શાહજહાં શેખ
આરોપી શાહજહાં સંદેશખાલીમાં ક્યાંથી આવ્યો તેની કોઈને ખબર નથી. 2000-2001માં તેઓ ફિશરીઝ સેન્ટરમાં મજૂર હતા. તે શાકભાજી પણ વેચતા હતા. પછી તેણે ઈંટના ભઠ્ઠામાં કામ કરવાનું શરૂ કર્યું. અહીં જ તેમણે મજૂર સંઘની રચના કરી હતી. પછી સીપીએમમાં જોડાયા. જ્યારે ડાબેરી પક્ષોએ સિંગુર અને નંદીગ્રામ ચળવળોમાં મેદાન ગુમાવ્યું, ત્યારે 2012માં, શાહજહાં તૃણમૂલ કોંગ્રેસના તત્કાલીન મહાસચિવ મુકુલ રોય અને ઉત્તર 24 પરગણા જિલ્લાના શક્તિશાળી નેતા જ્યોતિપ્રિયા મલિકના સમર્થનથી પાર્ટીમાં જોડાયા.
સંદેશખાલીના લોકોના જણાવ્યા મુજબ, શાહજહાં પાસે સેંકડો મત્સ્ય ઉછેર કેન્દ્રો, ઈંટોના ભઠ્ઠા, સેંકડો એકર જમીન છે. તેઓ 2થી 4 હજાર કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.
શેખના સમર્થકોએ ED ટીમ પર હુમલો કર્યો હતો
EDએ કોરોના દરમિયાન હજારો કરોડ રૂપિયાના કથિત રાશન કૌભાંડમાં 5 જાન્યુઆરીએ બંગાળમાં 15 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ટીમ ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલી ગામમાં શેખ શાહજહાં અને શંકર આધ્યાના ઘરો પર પણ દરોડા પાડવા ગઈ હતી. આ દરમિયાન ટીએમસી સમર્થકોએ તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ત્રણ અધિકારીઓ ઘાયલ થયા હતા.