નવી દિલ્હી5 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) DY ચંદ્રચુડ એક વકીલ પર ગુસ્સે થઈ ગયા. વકીલ પીટીશનની યાદી અંગે સીજેઆઈ સાથે જોરથી વાત કરી હતી. તેના પર ચંદ્રચુડે વકીલને ઠપકો આપતા કહ્યું – તમારે નીચા અવાજમાં વાત કરવી જોઈએ, નહીં તો હું તમને કોર્ટમાંથી બહાર કાઢી નાખીશ.
CJIએ વકીલને કહ્યું- એક સેકન્ડ, પહેલા તમારો અવાજ નીચો કરો. તમે સુપ્રીમ કોર્ટમાં ઉભા રહીને તમારા વિચારો વ્યક્ત કરી રહ્યા છો. જો તમને લાગે છે કે તમે જોરથી બોલીને કોર્ટને ડરાવી શકો છો તો તમે ખોટા છો. મારી 23 વર્ષની કારકિર્દીમાં ક્યારેય મારી સાથે આ રીતે કોઈએ વાત કરી નથી. મારી કરિયરના બાકીના એક વર્ષમાં પણ હું આવું નહીં થવા દઉં.
ચીફ જસ્ટિસે વકીલને કહ્યું- તમને ખબર હોવી જોઈએ કે તમે ક્યાં ઉભા છો. શું તમે દર વખતે આ રીતે બૂમો પાડો છો? ચીફ જસ્ટિસની ચેતવણી બાદ વકીલે તુરંત માફી માંગી અને નમ્રતાથી કોર્ટ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા.
છેલ્લા બે કેસ જ્યારે CJI વકીલ પર ગુસ્સે થયા…
પહેલો કેસ (ઓક્ટોબર 2023): મોબાઈલ પર વાત કરતા વકીલને કહ્યું- આ કોઈ બજાર છે?
16 ઓક્ટોબર, 2023ના રોજ, જ્યારે વકીલે ફોન પર વાત કરી ત્યારે CJI ગુસ્સે થઈ ગયા. તેમણે વકીલને અટકાવીને કહ્યું- અહીં આવો, શું આ બજાર છે? CJIએ તેમના સ્ટાફને વકીલનો મોબાઈલ ફોન પણ જમા કરવા કહ્યું. બાદમાં વકીલે માફી માંગી હતી. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે વકીલને ચેતવણી આપતા કહ્યું કે, આવતી વખતે સાવચેત રહો, ફરી આવી ભૂલ ન કરો.
બીજો કેસ (માર્ચ 2023): વકીલને કહ્યું- ચૂપ રહો, નહીંતર કોર્ટમાંથી બહાર નીકળી જાવ.
માર્ચ 2023માં પણ જસ્ટિસ ચંદ્રચુડે વરિષ્ઠ વકીલ વિકાસ સિંહ પર કથિત રીતે ખીજાયા હતા. વિકાસ સિંહ સુપ્રીમ કોર્ટના વકીલો માટે જમીન સંબંધિત કેસ ચલાવવાની વાત કરી રહ્યા હતા. ત્યારબાદ CJI ગુસ્સે થઈ ગયા અને સિંહને કહ્યું- ચૂપ રહો, નહીં તો કોર્ટમાંથી બહાર નીકળી જાવ. તમે અમને ડરાવી નહીં શકો.