કોંગ્રેસે પેસા એક્ટ લાગુ કરવાનો વચન આપ્યું, પણ આ કાયદો છે શું અને કેમ ન થઈ શક્યો સંપૂર્ણ અમલ? જાણીએ ભાસ્કર એક્સપ્લેનરમાં…
.
ગુજરાતમાં થયેલા કોંગ્રેસના અધિવેશનમાં એક મહત્વનો મુદ્દો હતો
જો અમારી સરકાર આવે તો PESA એક્ટ પૂરી રીતે લાગુ કરીશું.

સોર્સ. ગૂગલ
PESA એટલે “પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યૂઅલ એરિયા” એક્ટ. 1996માં આ કાયદો Tribal વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો હતો જેથી ત્યાંના લોકો પોતાના જળ, જંગલ અને જમીન સંબંધિત નિર્ણયો જાતે લઈ શકે. આ કાયદો કહે છે કે tribal વિસ્તારની જમીન outsider નહીં ખરીદી શકે, જો ખરીદવી હોય તો આદિવાસી વિસ્તારની ગ્રામસભાની મંજૂરી લેવી પડે.

સોર્સ. ગૂગલ
એટલું જ નહીં, આદિવાસી લોકો બાંબુ, હર્બ્સ, મધ જેવી વન પેદાશો ઉપર પણ પોતાનો હક જતાવી શકે છે. આ એક્ટના અમલનો હેતુ હતો કે Tribal લોકોની સંસ્કૃતિ બચી રહે અને વિકાસના નામે થતા નુકસાન અટકાવી શકાય.
PESA એક્ટ આજના દિવસે 10 રાજ્યોમાં લાગુ છે – આંધ્રપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, રાજસ્થાન વગેરે. પણ બહુ મોટા પાયે આ કાયદો હજુ પણ જમીન પર અમલમાં નથી. કારણ શું છે?
- લોકોએ હકો વિશે જાગૃતિ નથી.
- રાજકીય ઇચ્છા શક્તિનો અભાવ છે.
Forest Rights Act (FRA) અને Wild Life Protection Act (WLA) સાથે overlap થાય છે. કોના અધિકાર ક્યાં છે એ સ્પષ્ટ નથી – જમીન, પેદાશ, અને પાણીને લઈને સ્પષ્ટતા નથી.
કોંગ્રેસે આ મુદ્દો શા માટે ઉઠાવ્યો હશે?
- આદિવાસી વોટબેંકને રીઝવવા
- ભાજપની નીતિઓની નિષ્ફળતા બતાવવા
- પોતાના પ્રો-પૂઅર ઈમેજને મજબૂત કરવા

સોર્સ. ગૂગલ
UPSC જેવી જાહેર સેવાની પરીક્ષામાં આ કાયદા વિશે પ્રશ્ન પૂછાય છે પણ જેને અમલમાં મૂકવાનો જવાબદારો કલેક્ટર હોય છે એ પણ confused રહે છે. હવે જોવું એ છે કે PESA કાયદો માત્ર વચન રહેશે કે વાસ્તવમાં Tribal વિસ્તાર માટે ગેમ ચેન્જર સાબિત થશે.
ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયો જુઓ