ચેન્નાઈ2 કલાક પેહલા
- કૉપી લિંક
થોડા દિવસોમાં દેશમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમિલનાડુના પદ્મરાજન પણ ચૂંટણી લડવાના છે. પદ્મરાજને તેમના જીવનમાં સ્થાનિક ચૂંટણીથી લઈને રાષ્ટ્રપતિ પદ સુધી 238 વખત ચૂંટણી લડી હતી, પરંતુ દરેક વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો.
એનડીટીવી અનુસાર, પદ્મરાજનને ઈલેક્શન કિંગ અને વર્લ્ડ સૌથી મોટા ઈલેક્શન લુઝરનું બિરુદ છે. 65 વર્ષના પદ્મરાજન ટાયરની દુકાનના માલિક છે. તેમણે 1988માં તમિલનાડુમાં તેમના હોમ ટાઉન મેટ્ટુરથી ચૂંટણી લડવાની શરૂઆત કરી હતી. તેઓ પીવી નરસિમ્હા રાવ, અટલ બિહારી વાજપેયી જેવા મોટા નેતાઓ સામે ચૂંટણી લડી ચૂક્યા છે. આ વખતે તેઓ તમિલનાડુના ધર્મપુરીથી ચૂંટણી લડી રહ્યા છે.
પદ્મરાજન આ વખતે તમિલનાડુની ધર્મપુરી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે.
જ્યારે હું પહેલીવાર ચૂંટણી લડ્યો ત્યારે લોકોએ મારી મજાક ઉડાવી
પદ્મરાજન કહે છે કે જ્યારે તેમણે પ્રથમ વખત ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી ત્યારે લોકો તેમના પર હસતા હતા. પરંતુ ચૂંટણીમાં ભાગ લઈને હું સાબિત કરવા માગતો હતો કે સામાન્ય માણસ પણ ચૂંટણી લડી શકે છે. તેમણે કહ્યું કે દરેક વ્યક્તિ ચૂંટણીમાં જીતવા માગે છે, પરંતુ હું હારવામાં ખુશી અનુભવું છું.
હું મારી હારનો સિલસિલો વધારવા માટે ચિંતિત છું- પદ્મરાજન
પદ્મરાજને કહ્યું કે મારી સામે કયો ઉમેદવાર છે તેનાથી મને કોઈ ફરક પડતો નથી. મારે ફક્ત મારી હારનો દોર ચાલુ રાખવો પડશે. જો કે, તે એટલું સરળ નથી. તે એમ પણ કહે છે કે છેલ્લા 30 વર્ષમાં તેમણે નોમિનેશનના નામે 1 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે.
પદ્મરાજન 1988થી સતત ચૂંટણી લડી રહ્યા છે. આ 3 દાયકામાં તેમની પાસે માછલી, ટોપી, ટેલિફોન અને વીંટી સહિત ઘણા ચૂંટણી ચિહ્નો છે.
પદ્મરાજન નામાંકન પત્રોનો રેકોર્ડ રાખે છે
ટાયરની દુકાન ચલાવતા પદ્મરાજન હોમિયોપેથિક સારવાર પણ આપે છે. આ સિવાય તે સ્થાનિક મીડિયા માટે એડિટર તરીકે પણ કામ કરે છે. તેમણે કહ્યું કે લોકો નોમિનેશન માટે અચકાય છે. તેથી, હું લોકોમાં જાગૃતિ લાવવા માટે રોલ મોડલ બનવા માગુ છું.
પદ્મરાજન દરેક ચૂંટણી સમયે નોમિનેશન પેપરનો રેકોર્ડ પણ રાખે છે. અત્યાર સુધી તેમને ચૂંટણીમાં માછલી, ટેલિફોન, કેપ અને વીંટી જેવા ચૂંટણી ચિહ્નો મળ્યા છે. આ ચૂંટણીમાં તેમનું પ્રતીક ટાયર છે.
લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ છે
પદ્મરાજને ભારતના સૌથી અસફળ ઉમેદવાર તરીકે પોતાનું સ્થાન મેળવ્યું છે. તેમણે ભલે કોઈ ચૂંટણી જીતી ન હોય પરંતુ લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં તેમનું નામ ચોક્કસપણે નોંધાવ્યું છે. પદ્મરાજનનું તેમની ચૂંટણી કારકિર્દીમાં શ્રેષ્ઠ પ્રદર્શન 2011માં હતું, જ્યારે તેઓ મેટ્ટુર વિધાનસભામાંથી ચૂંટણી લડ્યા હતા અને 6,273 મત મેળવ્યા હતા. જેમાં વિજેતાને 75 હજારથી વધુ વોટ મળ્યા હતા.
પદ્મરાજનના કહેવા પ્રમાણે, મને એક પણ મતની અપેક્ષા નહોતી. પરંતુ તે દર્શાવે છે કે લોકો મને સ્વીકારી રહ્યા છે. પદ્મરાજને કહ્યું કે તેઓ તેમના અંતિમ શ્વાસ સુધી ચૂંટણી લડતા રહેશે. જો હું જીતીશ તો મને હાર્ટ એટેક આવી શકે છે.
લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં સૌથી વધુ વખત ચૂંટણી હારવાનો રેકોર્ડ પદ્મરાજનના નામે છે.