નવી દિલ્હી18 મિનિટ પેહલા
- કૉપી લિંક
રવિવારે (28 એપ્રિલ) દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયો અંગે FIR નોંધી છે. આ વીડિયોમાં શાહ એસસી-એસટી અને ઓબીસીની અનામતને ખતમ કરવાની વાત કરતા જોવા મળે છે. જો કે ન્યૂઝ એજન્સી પીટીઆઈના ફેક્ટ ચેકમાં આ વીડિયો નકલી સાબિત થયો છે.
આ એડિટેડ વીડિયોને ફેલાવવા અંગેની એક ફરિયાદ ભાજપ દ્વારા કરવામાં આવી હતી, જ્યારે બીજી ફરિયાદ ગૃહ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. ભાજપે આ વીડિયોને લઈને દેશભરમાં FIR નોંધવાનો નિર્ણય લીધો છે.
FIRની કોપી…


ભાજપે આ વીડિયોને ફેક ગણાવ્યો
ભાજપે ફરિયાદમાં કહ્યું છે કે અમિત શાહે અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત સમાપ્ત કરવા વિશે કશું કહ્યું નથી. જે વીડિયો વાઇરલ થઈ રહ્યો છે તે નકલી છે. ભાજપે આરોપ લગાવ્યો કે મૂળ વીડિયોમાં અમિત શાહે તેલંગાણામાં મુસ્લિમો માટે ગેરબંધારણીય આરક્ષણ હટાવવાની વાત કરી હતી.
દિલ્હી પોલીસે ફેસબુક અને એક્સ પાસેથી માહિતી માગી
દિલ્હી પોલીસે ગૃહમંત્રીના એડિટેડ વીડિયોને લઈને એક્સ અને ફેસબુકને પત્ર લખ્યો છે. તેમજ આ એડિટેડ વીડિયો કયા એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે તેની માહિતી બંને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી માગવામાં આવી છે.
અમિત માલવિયાએ તેલંગાણા કોંગ્રેસ પર આરોપ લગાવ્યો
બીજેપીના આઈટી સેલના વડા અમિત માલવિયાએ 27 એપ્રિલે ફેસબુક પર તેલંગાણા કોંગ્રેસ દ્વારા શેર કરાયેલ આ નકલી વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે તેલંગાણા કોંગ્રેસ સંપાદિત વીડિયો ફેલાવી રહી છે, જે સંપૂર્ણપણે નકલી છે. તેના કારણે મોટાપાયે હિંસા થવાની આશંકા છે.
તેમણે વધુમાં કહ્યું કે આ ફેક વીડિયો ઘણા કોંગ્રેસના નેતાઓએ શેર કર્યો છે, હવે તેઓ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહે.
અમિત માલવિયાની X પર પોસ્ટ…