સ્પોર્ટ્સ ડેસ્ક11 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની વન-ડે સિરીઝની ત્રીજી અને નિર્ણાયક મેચ ગુરુવારે પાર્લના બોલેન્ડ પાર્ક સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી રજત પાટીદાર અને સાઈ સુદર્શન ક્રિઝ પર છે.
રજત પાટીદારનું ડેબ્યુ, સુંદરને પણ સ્થાન
ટીમ ઈન્ડિયા તરફથી રજત પાટીદારે ડેબ્યુ કર્યું છે. તેને ઋતુરાજ ગાયકવાડના સ્થાને લીધો છે. ગાયકવાડને બીજી વન-ડેમાં ફિલ્ડિંગ કરતી વખતે આંગળીમાં ઈજા થઈ હતી. જે હજુ સુધી ઠીક થઈ નથી. આ વાતની જાણ BCCIએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કરી છે. તો કુલદીપ યાદવને આરામ આપવામાં આવ્યો છે. તેની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને સ્થાન મળ્યું છે. જ્યારે સાઉથ આફ્રિકાએ પોતાની પ્લેઇંગ-11માં એકપણ ફેરફાર કર્યો નથી.
ઋતુરાજની ઈજા અંગે BCCIની X પોસ્ટ.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: કેએલ રાહુલ (કેપ્ટન), રજત પાટીદાર, સાંઈ સુદર્શન, તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, આવેશ ખાન અને મુકેશ કુમાર.
સાઉથ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), ટોની ડી ઝોર્ઝી, રીઝા હેન્ડ્રીક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન(વિકેટકીપર), ડેવિડ મિલર, વિયાન મુલ્ડર, કેશવ મહારાજ, નાન્દ્રે બર્જર, લિઝાદ વિલિયમ્સ, બ્યુરન હેન્ડ્રીક્સ.
ભારત પાર્લમાં આજ સુધી વન-ડે મેચ જીતી શક્યું નથી.
પ્રી-મેચ રિપોર્ટ્સ વાંચો…
ભારતને બીજીવાર આફ્રિકા સામે વન-ડે સિરીઝમાં જીતવાની તક
જે ટીમ આ જીતશે તે વન-ડે શ્રેણી જીતશે. હાલમાં 3 મેચની દ્વિપક્ષીય શ્રેણી 1-1થી બરાબર છે. પ્રથમ મેચ ભારતે 8 વિકેટે જીતી હતી જ્યારે બીજી મેચ યજમાન દક્ષિણ આફ્રિકાએ 8 વિકેટે જીતી હતી. જો ભારતીય ટીમ આ મેચ જીતશે તો આફ્રિકાની ધરતી પર બીજી વન-ડે શ્રેણી જીતશે. ટીમે 2018માં વિરાટ કોહલીની આગેવાનીમાં ત્યાં પ્રથમ શ્રેણી જીતી હતી. જો કે પાર્લના મેદાન પર ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખરાબ છે. ટીમે આ મેદાન પર 2 મેચ રમી છે અને બંનેમાં હારનો સામનો કરવો પડ્યો છે.
પાર્લ ગ્રાઉન્ડ પર ભારતનો રેકોર્ડ ખરાબ
પાર્લના બોલેન્ડ પાર્ક મેદાનમાં યજમાન ટીમ સામે ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ ખરાબ રહ્યો છે. ભારતીય ટીમે અહીં કુલ 5 વન-ડે રમી છે. જેમાંથી 2 સાઉથ આફ્રિકા સામે હતા. આ બંને મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયા 2003થી આ મેદાન પર જીત મેળવી શકી નથી. ટીમની છેલ્લી જીત નેધરલેન્ડ્સ સામે આવી હતી.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે અત્યાર સુધીમાં 15 દ્વિપક્ષીય શ્રેણી રમાઈ છે. બંને ટીમે સિરીઝ 7-7થી જીતી છે. ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેનો રેકોર્ડ…
કેએલ રાહુલે 2023માં 1000+ રન બનાવ્યા, કુલદીપે 49 વિકેટ લીધી
ભારતીય કેપ્ટન કેએલ રાહુલે આ વર્ષે 1000થી વધુ રન બનાવ્યા છે. તેના નામે 26 મેચમાં 1039 રન છે. રાહુલ સિવાય શુભમન ગિલ (1584 રન), વિરાટ કોહલી (1377 રન) અને રોહિત શર્મા (1255 રન)એ પણ આ સિદ્ધિ મેળવી છે, પરંતુ તેઓ આ ટીમનો ભાગ નથી.
બોલિંગમાં કુલદીપ યાદવે આ વર્ષે 49 વિકેટ લીધી છે. તે આ વર્ષે 50 વિકેટ હાંસલ કરવાથી એક વિકેટ દૂર છે.
માર્કરમ આ વર્ષે 1000 રન પૂરા કરવાથી 3 રન દૂર
સાઉથ આફ્રિકાનો કેપ્ટન એડન માર્કરમ આ વર્ષે એક હજાર રન પૂરા કરવાથી 3 રન દૂર છે. તેણે 23 મેચમાં 997 રન બનાવ્યા છે. બોલિંગમાં કેશવ મહારાજે 17 મેચમાં 26 વિકેટ લીધી છે. આ વર્ષે માર્કો જેન્સન (33 વિકેટ) અને ગેરાલ્ડ કોત્ઝી (31 વિકેટ)એ મહારાજ કરતાં વધુ વિકેટ લીધી છે, પરંતુ જેન્સન અને કોત્ઝી ટીમનો ભાગ નથી.
પિચ રિપોર્ટ- ચેઝ કરતી ટીમે વધુ મેચ જીતી
પાર્લના બોલેન્ડ પાર્ક સ્ટેડિયમમાં ગુરુવારે ટોસ જીતનારી ટીમ બોલિંગ પસંદ કરી શકે છે. કારણ કે, અહીં પ્રથમ બોલિંગ કરનાર ટીમે વધુ મેચ જીતી છે.
અહીં રમાયેલી 20 મેચમાંથી 9 મેચ પ્રથમ બેટિંગ કરતી ટીમે જીતી હતી, જ્યારે 10માં સ્કોરને ચેઝ કરતી ટીમે જીત મેળવી હતી. પ્રથમ દાવમાં સરેરાશ સ્કોર 234 રન છે, જ્યારે બીજી ઈનિંગમાં સરેરાશ સ્કોર 182 છે.
હવામાન અહેવાલ- વરસાદની કોઈ શક્યતા નથી
ગુરુવારે પાર્લમાં વરસાદની બિલકુલ શક્યતા નથી. અહીં હવામાન સ્વચ્છ રહેશે. આવી સ્થિતિમાં ચાહકોને આખી મેચ જોવા મળી શકે છે.