સ્પોર્ટ્સ ડેસ્ક47 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL 2024ની 40મી મેચમાં આજે દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચ દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7:00 કલાકે થશે. ડીસી અને જીટી આ સિઝનમાં બીજી વખત એકબીજાનો સામનો કરશે. ગત વખતે દિલ્હીએ 6 વિકેટે જીત મેળવી હતી.
આજે આ સિઝનમાં બંને ટીમની નવમી મેચ હશે. દિલ્હી 8માંથી 3 જીત બાદ પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. બીજી તરફ ગુજરાત 8માંથી 4 જીત બાદ 8 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.
હેડ ટુ હેડ રેકોર્ડમાં બન્નેએ 2-2 મેચી જીતી
IPLમાં દિલ્હી અને ગુજરાત વચ્ચે 4 મેચ રમાઈ હતી. બેમાં દિલ્હી અને માત્ર બેમાં જ ગુજરાત જીત્યું હતું. બંને ટીમ વચ્ચેની છેલ્લી મેચ ઘણી રોમાંચક રહી હતી. જ્યાં દિલ્હીએ ગુજરાતને 17.3 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. દિલ્હીએ આ મેચ માત્ર 8.5 ઓવરમાં 6 વિકેટે જીતી લીધી હતી.
દિલ્હી તરફથી પંતે સૌથી વધુ રન બનાવ્યા
દિલ્હી સિઝનની પાંચ મેચ હારી ચૂક્યું છે. તે પંજાબ, રાજસ્થાન, કોલકાતા, મુંબઈ અને હૈદરાબાદ સામે હાર્યું હતું. ટીમે 3 મેચ જીતી હતી. ચેન્નઈ, લખનઉ અને ગુજરાતને હરાવ્યું.
દિલ્હી તરફથી ટીમના કેપ્ટન રિષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 8 મેચમાં 254 રન બનાવ્યા છે. તેના સિવાય ટ્રિસ્ટન સ્ટબ્સ 199 રન સાથે બીજા સ્થાને છે. બોલરોમાં કુલદીપ યાદવ અને ખલીલ અહેમદ બંનેના નામે 10-10 વિકેટ છે. પરંતુ, સારા ઇકોનોમી રેટ સાથે કુલદીપ ટીમનો ટોપ વિકેટ લેનાર બોલર છે.
ગિલ ગુજરાતનો ટોપ સ્કોરર, મોહિતના નામે સૌથી વધુ વિકેટ
વર્ષ 2022ની ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં 4 મેચ હારી છે. ગુજરાતને આ ચાર જીત મુંબઈ, હૈદરાબાદ, રાજસ્થાન અને પંજાબ સામે મળી હતી. ટીમને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત ચેન્નઈ, પંજાબ, લખનઉ અને દિલ્હી સામે હારી ગયું. ટીમ આજે ફરી એકવાર દિલ્હી સામે ટકરાશે.
કેપ્ટન શુભમન ગિલ અને ડાબોડી બેટર સાઈ સુદર્શન શાનદાર ફોર્મમાં છે. બંનેએ 250થી વધુ રન બનાવ્યા છે. કેપ્ટન ગિલ 298 રન સાથે ટીમનો ટોપ સ્કોરર છે. આ દરમિયાન ગિલે બે અડધી સદી પણ ફટકારી હતી. ગિલ સિઝનના ટોપ-10 સ્કોરરની યાદીમાં પણ છઠ્ઠા સ્થાને છે. બોલિંગમાં ફાસ્ટ બોલર મોહિત શર્મા 10 વિકેટ સાથે ટોપ પર છે. સ્પિનર રાશિદ ખાન 8 વિકેટ સાથે બીજા સ્થાને છે.
પિચ રિપોર્ટ
બેટર્સ માટે પિચ ઉત્તમ રહેશે. અહીં ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં નવા બોલથી થોડી મદદ પણ મળી શકે છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં IPLમાં અત્યાર સુધીમાં કુલ 85 મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 38 મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનાર ટીમે 46 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી.
હવામાન સ્થિતિ
મેચના દિવસે દિલ્હીમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. આ દિવસે અહીં ભેજ રહેશે. વરસાદની બિલકુલ આશા નથી. અહીં 24 એપ્રિલે તાપમાન 26 થી 39 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
દિલ્હી કેપિટલ્સ (DC): રિષભ પંત (વિકેટકીપર અને કેપ્ટન), પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેગર્ક, શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા અને ખલીલ અહેમદ.
ઈમ્પેક્ટ પ્લેયર: અભિષેક પોરેલ.
ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), સાઈ સુદર્શન, ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહિત શર્મા, નૂર અહેમદ, સ્પેન્સર જોન્સન અને સંદીપ વોરિયર.
ઈમ્પેક્ટ પ્લેયર: સાઈ કિશોર.