સ્પોર્ટ્સ ડેસ્ક25 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં આજે ડબલ હેડર (એક દિવસમાં 2 મેચ) રમાશે. દિવસની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે રમાશે. આ મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે. ટૉસ બપોરે 3:00 કલાકે થશે. બંને ટીમ આ સિઝનમાં બીજી વખત આમને સામને થશે. મુંબઈએ વાનખેડે ખાતેની છેલ્લી મેચ 29 રને જીતી હતી.
દિવસની બીજી મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ, લખનઉ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે.
પ્રથમ મેચનો પ્રિવ્યૂ…
MI હેડ ટુ હેડમાં આગળ
MIનો હેડ ટુ હેડ રેકોર્ડમાં હાથ ઉપર છે. IPLમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે કુલ 34 મેચ રમાઈ છે. જેમાંથી દિલ્હીએ 15 જ્યારે મુંબઈએ 19માં જીત મેળવી હતી. તે જ સમયે, બંને ટીમ વાનખેડે સ્ટેડિયમમાં 10 વખત રમી છે. તેમાંથી DCએ 6 વખત અને MIએ 4 વખત જીત મેળવી છે.
DCનો કેપ્ટન પંત ફોર્મમાં, ટીમનો ટોપ સ્કોરર
આ સિઝનમાં દિલ્હીની આ 10મી મેચ હશે. ટીમ 9માંથી 4 જીત અને 5 હાર બાદ 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. DC માટે કમબેક કરનાર કેપ્ટન રિષભ પંત શાનદાર ફોર્મમાં છે. પંત ટીમનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. બોલિંગમાં રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવ ટોપ પર છે. ડાબા હાથના ઝડપી બોલર ખલીલ અહેમદે પણ પ્રભાવિત કર્યા છે.
બુમરાહ ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર
મુંબઈની આ નવમી મેચ હશે. ટીમ 8માંથી માત્ર 3 મેચ જીતી શકી, જ્યારે 5માં હારનો સામનો કરવો પડ્યો. MI 6 પોઈન્ટ સાથે ટેબલમાં 8મા ક્રમે છે.
ટીમનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ટીમનો લીડ સ્કોરર છે. તેણે 8 મેચમાં 303 રન બનાવ્યા છે. જ્યારે ઝડપી બોલર જસપ્રીત બુમરાહ 13 વિકેટ સાથે ટીમમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
પિચ રિપોર્ટ
અરુણ જેટલી સ્ટેડિયમની પિચ બેટર્સ માટે ઉત્તમ રહેશે. અહીં ઝડપી બોલરોને શરૂઆતની ઓવરોમાં નવા બોલથી થોડી મદદ પણ મળી શકે છે. IPLમાં અત્યાર સુધીમાં અહીં કુલ 86 મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 39 મેચ જીતી છે અને બીજી બેટિંગ કરનાર ટીમે 46 મેચ જીતી છે. એક મેચ અનિર્ણિત રહી હતી.
હવામાન સ્થિતિ
મેચના દિવસે દિલ્હીમાં હવામાન ખૂબ જ ગરમ રહેશે. વરસાદની બિલકુલ આશા નથી. 24 એપ્રિલે અહીં તાપમાન 26 થી 38 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
દિલ્હી કેપિટલ્સ (DC): રિષભ પંત (વિકેટકીપર અને કેપ્ટન), પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેગર્ક, શાઈ હોપ, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, કુલદીપ યાદવ, મુકેશ કુમાર, ઈશાંત શર્મા અને ખલીલ અહેમદ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: અભિષેક પોરેલ.
મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, ટિમ ડેવિડ, ગેરાલ્ડ કોત્ઝી, પીયૂષ ચાવલા, અને જસપ્રીત બુમરાહ.
ઇમ્પેક્ટ પ્લેયર: આકાશ મધવાલ.