સ્પોર્ટ્સ ડેસ્ક26 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો લખનઉ સુપરજાયન્ટ્સ સામે થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7:00 કલાકે થશે. આ સિઝનમાં બંને ટીમ પ્રથમ વખત આમને-સામને રમશે.
આજે SRH અને LSG બંને માટે સિઝનની 12મી મેચ હશે. બંને ટીમે 11માંથી 6 મેચ જીતી અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો. સારા રન રેટના કારણે હૈદરાબાદ ચોથા અને લખનઉ પાંચમા ક્રમે છે. જે ટીમ આજની મેચ જીતશે તેની ક્વોલિફાય થવાની શક્યતા વધી જશે.
હૈદરાબાદ સામે લખનઉ
હૈદરાબાદ IPLમાં અત્યાર સુધી લખનઉને હરાવી શક્યું નથી. હૈદરાબાદ અને લખનઉ વચ્ચે લીગમાં અત્યાર સુધીમાં 3 મેચ રમાઈ છે. બધી મેચમાં લખનઉ જીત્યું હતું. એક મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં લખનઉએ 7 વિકેટે જીત મેળવી હતી.
SRH તરફથી ટ્રેવિસ હેડના નામે સૌથી વધુ રન
હૈદરાબાદના બેટર આ સિઝનમાં સારા ફોર્મમાં છે. ત્રણ બેટર્સે 300થી વધુ રન બનાવ્યા છે. જેમાં ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન અને અભિષેક શર્માનો સમાવેશ થાય છે. હેડ 444 રન સાથે ટીમનો ટોપ સ્કોરર છે. ટી નટરાજન અને કેપ્ટન પેટ કમિન્સ બોલિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. નટરાજન 15 વિકેટ સાથે ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે.
રાહુલ લખનૌનો ટોપ સ્કોરર છે
કેપ્ટન કેએલ રાહુલ ઉપરાંત માર્કસ સ્ટોઈનિસ અને નિકોલસ પૂરન પણ લખનૌમાં શાનદાર બેટિંગ કરી રહ્યા છે. ત્રણેયના નામે 300થી વધુ રન છે. રાહુલે 11 મેચમાં 431 રન બનાવ્યા છે, તે ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. બોલિંગમાં યશ ઠાકુર ટોપ પર છે. તેણે 11 વિકેટ લીધી છે.
પિચ રિપોર્ટ
રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ બેટિંગ ફ્રેન્ડલી છે. બોલરોને પણ અહીં મદદ મળે છે. હાઈ સ્કોરિંગ મેચ અહીં જોવા મળે છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 75 IPL મેચ રમાઈ છે, જેમાંથી 34 મેચ પ્રથમ બેટિંગ કરનારી ટીમે જીતી હતી અને 41 મેચ ચેઝ કરતી ટીમોએ જીતી હતી.
હવામાન સ્થિતિ
હૈદરાબાદમાં 8 મેના રોજ વરસાદની 40% શક્યતા છે. જો કે દિવસ દરમિયાન આછો તડકો રહેશે. તાપમાન 26 થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, માર્કો યાન્સેન, ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજન.
ઈમ્પેક્ટ પ્લેયર: જયદેવ ઉનડકટ.
લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, એશ્ટન ટર્નર, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યશ ઠાકુર અને મોહસીન ખાન.
ઈમ્પેક્ટ પ્લેયરઃ અર્શિન કુલકર્ણી.