સ્પોર્ટ્સ ડેસ્ક55 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ ક્રિકેટર ગાય વ્હીટલને દીપડાએ હુમલો કરતાં ઈજા થઈ હતી. વ્હીટલ પર આ હુમલો ઝિમ્બાબ્વેની બફેલો રેન્જમાં થયો હતો. જ્યાંથી તેમને ફ્લાઈટ દ્વારા હરારે લઈ જવાના હતા અને હરારેમાં તેમની ઈમરજન્સી સર્જરી કરવામાં આવી હતી.
વ્હીટલની પત્ની હેન્ના સ્ટુક્સ વ્હીટલે સોમવારે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. સ્ટુક્સે ગાય વ્હીટલનો ફોટો પોસ્ટ કર્યો અને તેની સારવાર કરનાર મેડિકલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો. સ્ટુક્સે એ પણ અહેવાલ આપ્યો હતો કે હુમલા દરમિયાન વ્હીટલનું લોહી વહી ગયું હતું.
ટ્રેકિંગ દરમિયાન હુમલો થયો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગાય વ્હીટલ ટ્રેકિંગ પર હતા ત્યારે તેમના પર દીપડાએ હુમલો કર્યો હતો. લોહીથી લથપથ ગાય વ્હીટલનો ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.
ચિત્તાના હુમલા પછી ગાય વ્હીટલ.
ગાય વ્હીટલની આંતરરાષ્ટ્રીય કારકિર્દી
ગાય વ્હીટલે વર્ષ 1993માં ઝિમ્બાબ્વે માટે ડેબ્યૂ કર્યું હતું. છેલ્લી આંતરરાષ્ટ્રીય 2003માં રમી હતી. આ ખેલાડી ઝિમ્બાબ્વે તરફથી 46 ટેસ્ટ અને 147 વન-ડે રમ્યો હતો. ટેસ્ટ ફોર્મેટમાં ગાય વ્હીટલના નામે બેવડી સદી છે. આ બેટરે ટેસ્ટ ફોર્મેટમાં 2207 રન બનાવ્યા છે, જ્યારે ODIમાં 2705 રન નોંધાયેલા છે. વ્હીટલના નામે ટેસ્ટમાં 4 સદી છે.