કોલકાતાઅમુક પળો પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં શુક્રવારની રાત રેકોર્ડબ્રેક રહી હતી. હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 261 રન બનાવ્યા હતા. ટૂર્નામેન્ટની 17મી સિઝનમાં 7મી વખત 250થી વધુ રનનો સ્કોર પાર કર્યો હતો.
એટલું જ ઓછું નહોતું કે પંજાબે માત્ર 18.4 ઓવરમાં આ રેકોર્ડ સ્કોરને ચેઝ કર્યો હતો. જે T-20 ઇતિહાસમાં સૌથી સફળ ચેઝ છે. આ મેચમાં કુલ 42 સિક્સર ફટકારવામાં આવી હતી, જે T20 મેચમાં પ્રથમ વખત બની હતી.
PBKS vs KKR મેચના ટોચના રેકોર્ડ્સ…
1. પંજાબે T-20નો સૌથી મોટો ચેઝ કર્યો
પંજાબ કિંગ્સે જોની બેયરસ્ટોની સદી અને શશાંક સિંહની ફિફ્ટીની મદદથી 18.4 ઓવરમાં 262 રનના સ્કોરને ચેઝ કર્યો હતો. કોઈપણ T20 મેચમાં આ સૌથી મોટો રન ચેઝ છે. અગાઉ ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ સામે 259 રનના લક્ષ્યાંકને ચેઝ કર્યો હતો. ત્યારે દક્ષિણ આફ્રિકાએ પણ 19મી ઓવરમાં જ ટાર્ગેટ પુરો કરી લીધો હતો.
2. પહેલાં IPLનો સૌથી મોટો ચેઝ પંજાબ વિરુદ્ધ હતો, હવે પંજાબે તેને કોલકાતા વિરુદ્ધ કર્યો
પંજાબે આઈપીએલ ઈતિહાસમાં સૌથી સફળ ચેઝ પણ કર્યો હતો. આ પહેલા રાજસ્થાને 2020માં પંજાબ સામે 224 રન ચેઝ કર્યા હતા. પંજાબે 262 રન બનાવીને આ રેકોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
પંજાબે IPL રન ચેઝમાં સૌથી વધુ સ્કોર બનાવવાની પણ બરાબરી કરી હતી. આ સીઝનની શરૂઆતમાં, RCBએ SRH સામે 288 રનના લક્ષ્યને ચેઝ કરતી વખતે 20 ઓવરમાં 262 રન બનાવ્યા હતા.
3. પંજાબે IPL ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ ફટકારી
પંજાબ કિંગ્સે કોલકાતા સામેની ઇનિંગ્સમાં કુલ 24 છગ્ગા ફટકાર્યા હતા. IPLની એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો આ રેકોર્ડ છે. ટીમે SRHનો રેકોર્ડ તોડ્યો, જેણે આ વર્ષે RCB સામે 22 સિક્સર ફટકારી હતી.
4. કોલકાતામાં રેકોર્ડ 42 છગ્ગા
પંજાબ અને કોલકાતા વચ્ચેની મેચમાં કુલ 42 સિક્સર ફટકારવામાં આવી હતી, KKRએ 18 અને PBKSએ 24 સિક્સ ફટકારી હતી. આ સાથે T-20 મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ આ મેચમાં જ બન્યો હતો. આ પહેલા આ વર્ષે જ SRH અને RCB વચ્ચેની IPL મેચમાં 38 સિક્સર ફટકારવામાં આવી હતી.
5. કોલકાતાએ 18 સિક્સ ફટકારી
કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ દાવમાં બેટિંગ કરતા કુલ 18 સિક્સ ફટકારી હતી. આ સાથે ટીમે IPLની એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આ વર્ષની શરૂઆતમાં, જ્યારે દિલ્હી સામે 272 રન બનાવ્યા હતા, ત્યારે ટીમે 18 છગ્ગા જ ફટકાર્યા હતા.
6. IPL મેચમાં ત્રીજી વખત 500 પ્લસ રન બનાવ્યા
કોલકાતાએ 261 રન બનાવ્યા અને પંજાબે 262 રન બનાવ્યા, એટલે કે મેચમાં કુલ 523 રન થયા. IPLના ઈતિહાસમાં ત્રીજી વખત એક મેચમાં 500થી વધુ રન બનાવ્યા છે. આ પહેલા હૈદરાબાદ-મુંબઈ અને હૈદરાબાદ-બેંગ્લોર વચ્ચેની મેચમાં 500થી વધુ રન બનાવ્યા હતા. SRH-RCB મેચમાં રેકોર્ડ 549 રન બનાવ્યા હતા.