સ્પોર્ટ્સ ડેસ્ક3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનની 50મી મેચમાં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી મેચ રમાશે. ટૉસ સાંજે 7:00 કલાકે થશે.
આ સિઝનમાં હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની આ પ્રથમ મેચ હશે. આજે આ સિઝનમાં બંને ટીમની 10મી મેચ હશે. છેલ્લા 9માંથી 8 જીત બાદ રાજસ્થાન 16 પોઈન્ટ સાથે ટેબલમાં નંબર વન પર છે. બીજી તરફ, હૈદરાબાદ 9માંથી 5 જીત બાદ 10 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને છે.
હેડ ટુ હેડ બન્નેના રેકોર્ડ સમાન
હૈદરાબાદ અને રાજસ્થાન આમને સામને છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 18 IPL મેચ રમાઈ છે. હૈદરાબાદ 9 માં અને રાજસ્થાન 9 માં જીત્યું હતું. હૈદરાબાદમાં બંને ટીમ વચ્ચે કુલ 4 મેચ રમાઈ હતી. જેમાં હૈદરાબાદે 3 મેચ અને રાજસ્થાને 1 મેચ જીતી હતી. એટલે કે રાજસ્થાન હૈદરાબાદમાં તેની 75% મેચ હારી ગયું છે.
હૈદરાબાદ તરફથી હેડે સૌથી વધુ રન બનાવ્યા
હૈદરાબાદ બેટિંગમાં ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેન પર ખૂબ નિર્ભર છે. એડન માર્કરમ 9 મેચમાં માત્ર 199 રન જ બનાવી શક્યો છે. હેડે ટીમ માટે સૌથી વધુ 338 રન બનાવ્યા છે. તેના નામે 8 મેચમાં સદી પણ છે. ટી નટરાજને સૌથી વધુ 13 વિકેટ લીધી હતી.
RR તરફથી સેમસન ટોપ સ્કોરર
રાજસ્થાન પાસે જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ અને કેપ્ટન સંજુ સેમસન જેવા ફોર્મમાં રહેલા બેટર છે. શિમરોન હેટમાયર અને રોવમેન પોવેલ ઉપરાંત ધ્રુવ જુરેલ પણ રન બનાવી રહ્યો છે. બોલિંગમાં તેમની પાસે યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, આવેશ ખાન અને સંદીપ શર્મા છે જે સારું પ્રદર્શન કરી રહ્યા છે. કેપ્ટન સંજુ સેમસન ટોપ સ્કોરર છે જ્યારે ચહલ ટોપ વિકેટ લેનાર બોલર છે.
પિચ રિપોર્ટ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પિચ બેટિંગ ફ્રેન્ડલી છે. અહીં બોલરોને પણ મદદ મળે છે. આ મેદાન પર હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે.
આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 74 IPL મેચ રમાઈ છે, જેમાંથી 33 ટીમે પ્રથમ બેટિંગ કરીને જીતી હતી અને 41 ટીમે ચેઝ કરીને જીત મેળવી હતી.
હવામાન સ્થિતિ
હૈદરાબાદમાં 2 મેના રોજ હવામાન ખૂબ જ ગરમ રહેશે. મેચના દિવસે અહીં તાપમાન 26 થી 42 ડિગ્રી રહેવાની સંભાવના છે. આ દિવસે વરસાદની બિલકુલ શક્યતા નથી.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): પેટ કમિન્સ (કેપ્ટન), અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, એડન માર્કરમ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, ભુવનેશ્વર કુમાર, ટી નટરાજન અને જયદેવ ઉનડકટ.
ઈમ્પેક્ટ પ્લેયર: ઉમરાન મલિક.
રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ.
ઈમ્પેક્ટ પ્લેયર: રિયાન પરાગ.