સ્પોર્ટ્સ ડેસ્ક1 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુજરાત ટાઇટન્સ (GT)ના કેપ્ટન શુભમન ગિલને સ્લો ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)એ બુધવારે આ જાણકારી આપી.
બીજી તરફ, વાનિન્દુ હસરંગા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે વધુ મેચ રમી શકશે નહીં. તે ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી રમી શકશે નહીં. તેની સારવાર વિદેશમાં ચાલી રહી છે.
IPLએ ગિલને દંડ ફટકાર્યો
IPLની આ સિઝનની 7મી મેચમાં મંગળવારે ગુજરાતને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના કેપ્ટન શુભમન ગિલને ધીમી ઓવર રેટ માટે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. IPLએ બુધવારે પોતાના નિવેદનમાં કહ્યું, ‘મિનિમમ ઓવર રેટ સંબંધિત IPL કોડ ઓફ કન્ડક્ટ હેઠળ, આ તેની ટીમનો સિઝનનો પહેલો ગુનો છે, તેથી ગિલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.’
મંગળવારે ચેન્નઈએ ગુજરાત ટાઇટન્સ (GT)1ને 63 રને હરાવ્યું. ચેપોક સ્ટેડિયમમાં ગુજરાતે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. 207 રનના ટાર્ગેટને ચેઝ કરતા ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 143 રન જ બનાવી શક્યું હતું.

મંગળવારે રમાયેલી મેચમાં ચેન્નઈએ ગુજરાતને 63 રને હરાવ્યું હતું. CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને GTના કેપ્ટન શુભમન ગિલનો આ ફોટો એક જ મેચનો છે.
હસરંગા હજુ હૈદરાબાદમાં જોડાયો નથી
શ્રીલંકાના સ્ટાર લેગ સ્પિનર વાનિન્દુ હસરંગા હજુ સુધી હૈદરાબાદની ટીમ સાથે જોડાયો નથી. તે ઓછામાં ઓછા બીજા અઠવાડિયા માટે અનુપલબ્ધ રહે તેવી શક્યતા છે. તેની ડાબી એડીમાં જૂનો દુખાવો થયો છે. તે આ અંગે વિદેશના તબીબોની સલાહ લઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, શ્રીલંકા ક્રિકેટ (SLC)ના મેડિકલ સ્ટાફે તેની ઈજાની તપાસ કરી છે.
હસરંગા SRHનો ભાગ છે
હસરંગા સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ટીમનો ભાગ છે. તે માત્ર 1.50 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ટીમ સાથે જોડાયો હતો.

વાનિન્દુ હસરંગા શ્રીલંકાનો T20 કેપ્ટન પણ છે.