કાઈલી જેનર દુનિયાની સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ બની

0
242
Advertisement

એજન્સી, નવી દિલ્હી કાઈલી જેનર દુનિયાની સૌથી યુવા સેલ્ફ મેડ અબજોપતિ બની ગઈ છે. ફોબર્સ બિલોનિયર્સ લિસ્ટમાં આ અંગેની જાણકારી દુનિયા સમક્ષ જાહેર કરી છે. ૨૧ વર્ષીય રિયાલિટી ટીવી સ્ટાર અને મેક-અપની દુનિયાની ક્વીન કાઈલી જેનરે કાઈલી કોસ્મેટિક્સની સ્થાપના કરી હતી. ત્રણ વર્ષ જૂના બ્યૂટી બિઝનેસે ગયા વર્ષે ૩૬ કરોડ ડોલરનું વેચાણ કર્યું હતું. પંજાબી સિંગર દિલજીત દોસાંઝ કાઈલી જેનરના બહું મોટા ફેન છે. 

કાઈલી જેનરે નાની ઉંમરમાં જ પોતાના દમ પર આ સિદ્ધિ હાંસલ કરી છે. તેમજ ખાસ વાત તો એ જ છે કે, કાઈલી જેનરે આ મામલામાં ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગને પણ પાછળ છોડી દીધા છે. માર્ક ઝુકરબર્ગ ૨૩ વર્ષની ઉંમરમાં વિશ્વના સૌથી ધનિક યુવા બન્યા હતા જ્યારે કાઈલી જેનર ફક્ત ૨૧ વર્ષની ઉંમરમાં જ વિશ્વની સૌથી યુવા અબજોપતિ બની ગઈ છે. 

કાઈલી જેનરે કહ્યું કે, ‘મને જરા પણ આશા નહતી કે હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ. પરંતુ હવે ફેમસ થઈ ગયા બાદ ખૂબ સારું લાગી રહ્યું છે. આવતી કાલે ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર આ ખબર વધારે ખાસ બની ગઈ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના સંદર્ભમાં જોઈએ તો અબજોપતિઓન આ યાદીમાં ૨૫૨ મહિલાઓ પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહી છે.