8 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
લાર્જકેપ, બેન્કિંગ, ફાઈનાન્સિયલ અને ટેલિકોમ્યુનિકેશન્સ શેરોમાં પ્રોફિટ બુકિંગ તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે પાંચ ટ્રેડિંગ સેશનમાં સુધારા બાદ આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો, જો કે પીએસયુ મીડકેપ, સ્મોલકેપ શેરોમાં તેજીના પગલે આજે મીડકેપ સ્મોલકેપ ઈન્ડેક્સ સર્વોચ્ચ ટોચે પહોંચ્યા હતા, સાથે મેટલ, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ પણ ઐતિહાસિક ટોચે પહોંચ્યા હતા.
વૈશ્વિક સ્તરે વાત કરીએ તો અમેરિકાનો માર્ચ ત્રિમાસિકમાં જીડીપી બે વર્ષના તળિયે પહોંચ્યો છે. જ્યારે ફુગાવો વધ્યો છે. જે આ વર્ષે ફેડ દ્વારા રેટ કટની સંભાવનાને નકારે છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ પણ યથાવત છે. જે માર્કેટ પર અસર કરી શકે છે, જયારે સ્થાનીય સ્તરે તમામ પરિબળો પોઝિટીવ જોવા મળી રહ્યા છે.
બીએસઈ સેન્સેક્સ 609 પોઈન્ટના ઘટાડા સાથે 73730 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો, જયારે નિફ્ટી ફ્યુચર 78 પોઈન્ટના ઘટાડા સાથે 22575 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી તેમજ બેન્ક નિફ્ટી ફ્યુચર 157 પોઈન્ટના ઉછાળા સાથે 48475 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.79% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.56% વધીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3913 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1788 અને વધનારની સંખ્યા 1993 રહી હતી, 132 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 3 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 6 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટેક મહિન્દ્રા 7.34%, વિપ્રો 0.79%, આઈટીસી 0.56%, ટાઈટન 0.33% અને એક્સિસ બેન્ક 0.24% વધ્યા હતા જ્યારે બજાજ ફાઈનાન્સ 7.73%, બજાજ ફિનસર્વ 3.55%, ઈન્ડસઈન્ડ બેન્ક 3.36%, નેસલે ઈન્ડિયા 3.08% અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.45% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 0.06 લાખ કરોડ વધીને 404.04 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 6 કંપનીઓ વધી અને 24 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22575 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22404 પોઇન્ટના પ્રથમ અને 22373 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22606 પોઇન્ટથી 22676 પોઇન્ટ, 22707 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22707 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 48475 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 48808 પોઇન્ટના પ્રથમ અને 49009 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 48373 પોઇન્ટથી 48202 પોઇન્ટ, 48088 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 49009 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ ( 2365 ) :- આદિત્ય બિરલા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2330 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2313 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2388 થી રૂ.2394 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2404 ઉપર તેજી તરફી ધ્યાન.
લુપિન લિ. ( 1631 ) :- રૂ.1606 નો પ્રથમ તેમજ રૂ.1580 બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1646 થી રૂ.1660 સુધીની તેજી તરફી રુખ નોધાવશે.
બજાજ ફિનસર્વ ( 1604 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ હોલ્ડિંગ કંપની સેક્ટરનો આ સ્ટોક રૂ.1644 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1588 થી રૂ.1570 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1650 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
એચસીએલ ટેક્નોલોજી ( 1460 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કમ્પ્યુટર્સ – સોફ્ટવેર એન્ડ કન્સલ્ટિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ.1488 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1444 થી રૂ.1424 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1505 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન સાથે સ્થાનિક સ્તરે લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ જતાં શેરોમાં નવા મોટા રોકાણ કે કમિટમેન્ટથી ફંડો દૂર રહી અત્યારે સાવચેત રહેવા છતાં ઘટાડે ઈન્ડેક્સ મેનેજમેન્ટમાં કાર્યરત છે. જીઓપોલિટીકલ ટેન્શને ક્રુડ ઓઈલના ભાવ 90 ડોલરની સપાટી કુદાવી ફરી 86 ડોલર નજીક આવ્યા છે. હજુ ઈરાન-ઈઝરાયેલ વચ્ચે ટેન્શન વધે છે કે મિડલ-ઈસ્ટમાં પરિસ્થિતિ વધુ વણશે છે એના પર વૈશ્વિક બજારો સાથે ભારતીય બજારોની નજર રહેશે. આ સાથે કોર્પોરેટ પરિણામોની સીઝનમાં આગામી દિવસોમાં જાહેર થનારા પરિણામો પર બજારની નજર રહેશે.
અગામી દિવસોમાં, ભારતમાં ચૂંટણીને રોકાણકારો દ્વારા ધ્યાનમાં રાખવામાં આવશે. ચૂંટણી પરિણામો બહાર ન આવે ત્યાં સુધી બજારમાં થોડો ગભરાટ જોવા મળી શકે છે. તેમ છતાં નર્વસનેસ સામાન્ય કરતાં ઘણી ઓછી હશે કારણ કે મોટા ભાગના મતદાનો એકતરફી પરિણામ સૂચવે છે. જો કોઈ એક પક્ષને પ્રચંડ બહુમતી મળશે, તો રોકાણકારો જુલાઈમાં બજેટ પર આતુરતાથી નજર રાખશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.