1 કલાક પેહલાલેખક: મીનાક્ષી સિંહ
- કૉપી લિંક
2024ની શરૂઆત થઈ ગઈ છે. નવું વર્ષ નવી આશાઓ, નવા સાહસો અને નવી વાર્તાઓ લઈને આવે છે. આ સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ વર્ષે આપણા ફિલ્મ ઉદ્યોગમાં કેટલી નવી વાર્તાઓ આવવાની છે.
આ વર્ષે શું રહેશે ખાસ?
- બિગ બી અને રજનીકાંત 33 વર્ષ પછી એક સાથે જોવા મળશે
- શાહરુખ ખાન બ્રેક લેશે
- સલમાન અને કરન જોહર 25 વર્ષ પછી સાથે કામ કરશે.
- અક્ષય કુમાર 5 ફિલ્મોમાં જોવા મળશે.
- કાર્તિક આર્યનની 2 ફિલ્મો રિલીઝ થશે.
- આલિયા ભટ્ટ પહેલીવાર એક્શન અવતારમાં જોવા મળશે.
- ઓ સ્ત્રી, કલ આના… સ્ત્રી-2 ફરી જોવા મળશે.
- ઑગસ્ટમાં એક ક્રાંતિ આવશે જ્યારે બૉલિવૂડ અને ટોલિવૂડ સામસામે આવશે.
આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અંદાજે 3765 કરોડ રૂપિયાની દાવ પર લાગેલા છે. બોલિવૂડની કેટલીક મોટી અને રોમાંચક ફિલ્મો 2024માં રિલીઝ થશે.
હૃતિક-દીપિકા જાન્યુઆરીમાં પહેલીવાર સાથે જોવા મળશે
1. ફાઇટર
આ પહેલીવાર છે જ્યારે ગ્રીક ગોડ તરીકે ઓળખાતા હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ કોઈ ફિલ્મમાં સાથે જોવા મળશે. સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું બજેટ 250 કરોડ રૂપિયા છે. નિર્માતાઓ આ ફિલ્મને ભારતની પ્રથમ એરિયલ એક્શન ફ્રેન્ચાઇઝી તરીકે વિકસાવવાની યોજના બનાવી રહ્યા છે. મનમાં દેશભક્તિની લાગણી જગાવતી આ ફિલ્મ પ્રજાસત્તાક દિન નિમિત્તે રિલીઝ થશે. ફિલ્મમાં અનિલ કપૂર પણ લીડ રોલમાં જોવા મળશે.
હૃતિક-દીપિકા સ્ટારર ફિલ્મ ‘ફાઈટર’ ભારતની પ્રથમ એરિયલ એક્શન ફ્રેન્ચાઈઝી હશે
2. ‘મેરી ક્રિસમસ’
જો કે ક્રિસમસને થોડા દિવસો જ થયા છે, કેટરિના કૈફ અને વિજય સેતુપતિ 12મી જાન્યુઆરીએ તેમના દર્શકો માટે ક્રિસમસ ગિફ્ટ લઈને આવી રહ્યા છે. ફિલ્મની વાર્તા એક રાતની આસપાસ ફરે છે – જ્યાં વિજય અને કેટરિના ક્રિસમસના દિવસે મળે છે અને પછી તેઓ સાથે મળીને ઉજવણી કરવાનું નક્કી કરે છે. પરંતુ આ રાત કેટરિના અને વિજય માટે ભારે પડી જાય છે. આ સસ્પેન્સ-રોમેન્ટિક ડ્રામામાં તે રાત્રે શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે. ‘અંધાધૂન’ અને ‘બદલાપુર’ જેવી આશ્ચર્યજનક હિટ ફિલ્મો આપનાર ડિરેક્ટર શ્રીરામ રાઘવન હવે ‘મેરી ક્રિસમસ’ લઈને આવી રહ્યા છે.
કેટરિના અને વિજય સેતુપતિની જોડી પહેલીવાર સાથે જોવા મળશે
3.’મૈં અટલ હૂં’
ગત વર્ષ પંકજ ત્રિપાઠી માટે શાનદાર વર્ષ સાબિત થયું. જ્યારે તેની ‘OMG 2’ એ બોક્સ ઓફિસ પર જંગી કમાણી કરી હતી, ત્યારે લોકોને એ પણ વિશ્વાસ અપાવ્યો હતો કે પંકજ ત્રિપાઠી ફિલ્મને મુખ્ય લીડ તરીકે લઈ જઈ શકે છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પંકજ ત્રિપાઠી આ વર્ષે પણ પોતાનો જાદુ યથાવત રાખશે. 19 જાન્યુઆરીએ રિલીઝ થનારી ફિલ્મ ‘મૈં અટલ હૂં’માં પંકજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની ભૂમિકામાં જોવા મળશે. રવિ જાધવના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત છે. આ ફિલ્મની જાહેરાત 25 ડિસેમ્બર 2022ના રોજ અટલ જીના જન્મદિવસ પર કરવામાં આવી હતી.
વિદ્યુત જામવાલનો એક્શન અને અક્ષયનો રસપ્રદ અવતાર ફેબ્રુઆરીમાં જોવા મળશે
1. ‘ક્રેક- જીતેગા તો… જીએગા’
23મી ફેબ્રુઆરીના રોજ હૃદયસ્પર્શી સ્ટંટ અને એક્શન સીન જોવા માટે તૈયાર રહો. વિદ્યુત જામવાલ જે હંમેશા પોતાના એક્શન સીન કરવા માટે જાણીતા છે, તે ક્યારેય ન જોયેલા અવતારમાં જોવા મળશે. પછી તે સ્કેટિંગમાં ફાઇટ સીન હોય કે પછી પર્વત ચડતાનો રોમાંચ. તે કૂતરા અને વરુનો સામનો કરવાનું જોખમ હોય અથવા ભારે રમતગમત કરવાની હોય. આ બધું આદિત્ય દત્તના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં જોવા મળશે.
વિદ્યુત જામવાલ દિલધડક એક્શન સીન્સ કરતો જોવા મળશે.
2. ‘સોરારઈ પોટરું’ ફિલ્મ ‘સોરારઈ પોટરું’ ગત વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. એવું કહેવાય છે કે, તેની વાર્તા એર ડેક્કનના સ્થાપક કેપ્ટન જીઆર ગોપીનાથના જીવનથી પ્રેરિત છે. આ ફિલ્મે 5 એવોર્ડ પણ જીત્યા હતા. હવે આ ફિલ્મની રિમેકમાં અક્ષય કુમાર જોવા મળશે.
દર્શકો અને ટ્રેડ એનાલિસ્ટને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ફિલ્મની જોરદાર કમાણી અંગે પણ અંદાજો લગાવવામાં આવી રહ્યા છે. ‘સોરારઈ પોટરું’ એક તમિળ શબ્દ છે, જેનો અર્થ થાય છે ‘બહાદુરોની પ્રશંસા’. સુધા કોંગારાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 16 ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
માર્ચ હશે ષડયંત્ર, દેશભક્તિ અને નવાઝ-નૂપુરના નામે
1. ‘એક્સિડન્ટ યા કોન્સ્પિરેસી ગોધરા’
27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરામાં થયેલા ટ્રેન અકસ્માત અને રમખાણો પર આધારિત ફિલ્મ ‘એક્સિડન્ટ યા કોન્સ્પિરેસી ગોધરા’ આ વર્ષે 1 માર્ચે રિલીઝ થશે. આ ગંભીર વિષયને પડદા પર લાવવા માટે મેકર્સ છેલ્લા પાંચ-છ વર્ષથી ફિલ્મના વિષય પર કામ કરી રહ્યા છે. આ ફિલ્મમાં આવી ઘણી વસ્તુઓ બતાવવામાં આવશે જે પહેલાં ક્યારેય જાહેરમાં જોવામાં કે સાંભળવામાં નહીં આવી હોય. ફિલ્મનો ફ્લેશબેક તોફાનોનાં કારણ પર આવે છે – રમખાણો કેમ થયા? આ પાછળના સૂત્રધાર કોણ હતા? કોનું આયોજન હતું?
2.’નૂરાની ચેહરા’
2 માર્ચે નવી જોડી જોવા મળશે. જ્યાં નૂપુર સેનન નવાઝુદ્દીન સિદ્દીકી સાથે જોવા મળશે. આ પંજાબી ફિલ્મ ‘કાલા શાહ કાલા’ની ઓફિશિયલ રિમેક છે. નવનીત સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પંજાબનો ફેવરિટ સિંગર જસ્સી ગિલ પણ જોવા મળશે. જો કે, નવાઝની ફિલ્મો ‘ટીકુ વેડ્સ શેરુ’, ‘હડ્ડી’, ‘અફવા’ 2023 માં રિલીઝ થઈ હતી, જેના કારણે તેમને ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.
નવાઝુદ્દીન કેમ બન્યો ટ્રોલિંગનો શિકાર?
- ‘ટીકુ વેડ્સ શેરુ’ ફિલ્મમાં પોતાનાથી 27 વર્ષ નાની અવનીત કૌર સાથે લિપ-લૉક.
- ‘હડ્ડી’ ફિલ્મમાં ખતરનાક ટ્રાન્સજેન્ડરની ભૂમિકા માટે. નવાઝુદ્દીન ‘ટીકુ વેડ્સ શેરુ’ ફિલ્મ માટે ટ્રોલ કરવામાં આવ્યો
3. ‘યોદ્ધા’
સિદ્ધાર્થ મલ્હોત્રાની કારકિર્દી માટે ‘યોદ્ધા’ ફિલ્મ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વર્ષ 2023માં OTT પર માત્ર સિદ્ધાર્થની જ ફિલ્મ ‘મિશન મજનૂ’ રિલીઝ થઈ હતી, જે ફ્લોપ સાબિત થઈ હતી. જોકે, સિદ્ધાર્થે 2021માં આવેલી ફિલ્મ ‘શેરશાહ’માં શહીદ કેપ્ટન વિક્રમ બત્રાની ભૂમિકા ભજવીને બધાનું દિલ જીતી લીધું હતું. ફરી એકવાર તે દેશભક્તિ પર આધારિત ફિલ્મ ‘યોદ્ધા’માં કમાન્ડોના અવતારમાં દર્શકો સામે આવશે. વાર્તામાં પ્લેન હાઇજેક થાય છે અને પછી કમાન્ડો પ્લેનમાં બેઠેલા મુસાફરોને બચાવવા માટે કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. ફિલ્મની વાર્તા આના પર આધારિત છે.
એપ્રિલમાં 600 કરોડ દાવ પર લાગેલા છે , અક્ષય અને ટાઇગરની એક્શન જોડી પહેલીવાર એક સાથે ધૂમ મચાવશે
1. ‘દેવરા’
જાન્હવી કપૂર ફિલ્મ ‘દેવરા’થી સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે. 300 કરોડના બજેટથી બનેલી આ ફિલ્મમાં જુનિયર એનટીઆર લીડ રોલમાં હશે. ફિલ્મના દિગ્દર્શક કોરાતાલા શિવા છે. જો કે પહેલાં આ ફિલ્મનું નામ ‘NTR 30’ હતું, પરંતુ બાદમાં બદલીને ‘દેવરા’ કરવામાં આવ્યું. 2023માં જુનિયર એનટીઆરની કોઈ ફિલ્મ રિલીઝ થઈ ન હતી, પરંતુ 2022ની ‘RRR’ 2023માં પણ ચર્ચામાં રહી હતી. જ્યાં RRRના ગીત ‘નાટુ-નાટુ’ને 95મા ઓસ્કર એવોર્ડમાં બેસ્ટ ગીતનો એવોર્ડ મળ્યો હતો. આવી ક્ષણ ચોક્કસપણે ઇતિહાસ રચે છે અને આપણા બધા ભારતીયોને ગર્વ અનુભવાય છે.
‘RRR’ ફિલ્મના નાટુ-નાટુ ગીતને બેસ્ટ ગીતનો ઓસ્કર એવોર્ડ મળ્યો હતો
2. ‘બડે મિયાં છોટે મિયાં’
26 વર્ષ બાદ ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફરી એકવાર નવી વાર્તા, નવી સ્ટાઇલ અને નવા પાત્રો સાથે જોવા મળશે. 300 કરોડના જંગી બજેટથી બનેલી આ ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પહેલીવાર સાથે જોવા મળશે. આ એક મોટા પાયે એક્શન ફિલ્મ હશે જેનું નિર્દેશન અલી અબ્બાસ ઝફર કરી રહ્યા છે. એક તરફ 2023માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાણીગંજ’ અને ‘OMG 2’ને દર્શકોનો સારો એવો પ્રેમ મળ્યો છે. બીજી તરફ ટાઈગર શ્રોફની ‘ગણપત’ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. આ ફિલ્મ 10 એપ્રિલે રિલીઝ થશે.
મે મહિનામાં એકમાત્ર વરુણની ફિલ્મ રિલીઝ થશે
1. VD-18
વરુણ ધવન સ્ટારર ‘VD-18’ 30 મેના રોજ રિલીઝ થશે. આ સુપરહિટ તમિળ ફિલ્મ થેરીની રિમેક છે. આ એક્શન-ડ્રામા ફિલ્મમાં કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી પણ જોવા મળશે. શાહરુખ ખાનની ફિલ્મ ‘જવાન’ના દિગ્દર્શક એટલી આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.
ચોકલેટ બોય કાર્તિક આર્યન જૂનમાં પહેલીવાર એક ઇન્ટેન્સ સ્પોર્ટ્સ બાયોપિક કરશે
1. ‘ચંદુ ચેમ્પિયન’
આ વર્ષે કાર્તિક આર્યન સ્પોર્ટ્સ બાયોપિકમાં જોવા મળશે. ‘એક થા ટાઈગર’ અને ‘બજરંગી ભાઈજાન’ જેવી હિટ ફિલ્મો આપનાર ડિરેક્ટર કબીર ખાન હવે કાર્તિક આર્યન સાથે અસલી વાર્તા આધારિત ફિલ્મ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ 14 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.
જ્યારે જુલાઈ મહિનામાં કોઈ ખાસ ફિલ્મ રિલીઝ નથી થઈ રહી, ઓગસ્ટમાં ‘ક્રાંતિ’ છે – અલ્લુની ‘પુષ્પા’ તમારા રૂંવાડાં ઊભા કરી દેશે અથવા અજયના ‘સિંઘમ’ અવતારથી તમારો ઉત્સાહ વધશે
1. ‘પુષ્પા 2: ધ રુલ’
‘પુષ્પા-2’ ભારતીય સિનેમામાં બની રહેલી સૌથી મોંઘી ફિલ્મો પૈકી એક છે. 500 કરોડમાં બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન સુકુમાર કરી રહ્યા છે. આ ફિલ્મ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આમાં રશ્મિકા મંદાના અને ફહાદ ફાઝીલ પણ જોવા મળશે. ચાલો તેના પ્રથમ પાર્ટ સાથે સંબંધિત કેટલીક રસપ્રદ બાબતો પર એક નજર કરીએ:
- આ ફિલ્મ 2021ની સૌથી સફળ ફિલ્મો પૈકી એક હતી.
- 170 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે અંદાજે 373 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
- તેલુગુ સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ જોવાયેલી ફિલ્મ ‘પુષ્પા’ને પણ 6 એવોર્ડ મળ્યા છે. જેમાં નેશનલ એવોર્ડ પણ સામેલ છે.
- આ ફિલ્મમાં અલ્લુ અર્જુન પર ફિલ્માવવામાં આવેલાં ગીતો, તેની દાઢીનો સ્ટ્રોક દર્શકો માટે સ્ટાઈલ સ્ટેટમેન્ટ બની ગયો હતો.
- અલ્લુ અર્જુનનો ક્રેઝ એટલો વધી ગયો કે અભિનેતાએ તેની ફી પણ વધારી દીધી. અલ્લુએ પુષ્પા માટે 45 કરોડ લીધા હતા, હવે અલ્લુ ‘પુષ્પા 2’ માટે 125 કરોડ લઈ રહ્યો છે.
- અલ્લુ અર્જુન ભારતના ત્રીજા સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયો છે, તેમણે સલમાન ખાનની ફીની બરાબરી કરી લીધી છે. ‘પુષ્પા’ ફિલ્મથી અલ્લુએ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ હિન્દી દર્શકોમાં પણ મજબૂત પકડ બનાવી લીધી હતી
2. ‘સિંઘમ અગેઇન’
રોહિત શેટ્ટીની સિંઘમ ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ હશે. આ મલ્ટિ સ્ટારર ફિલ્મની સ્ટારકાસ્ટની યાદી પણ ઘણી લાંબી છે. અજય દેવગન, કરીના કપૂર, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ સહિતના અન્ય સ્ટાર્સ પણ જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર પણ કેમિયો કરતો જોવા મળશે. રોહિત શેટ્ટીએ ફિલ્મનો ક્રેઝ ચાલુ રાખવા માટે એક પછી એક તમામ સ્ટાર્સના લુક્સ પણ જાહેર કર્યા. આ ફિલ્મ 15મી ઓગસ્ટે રિલીઝ થશે. સિંઘમ ફ્રેન્ચાઈઝીની અગાઉની બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે.
- 2011માં રિલીઝ થયેલી ‘સિંઘમ’ ફિલ્મે 150 કરોડનું કલેક્શન કર્યું હતું. 40 કરોડના બજેટ સાથે બનેલી આ ફિલ્મ 2011ની 5મી સૌથી સફળ ફિલ્મ હતી.
- 2013માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિંઘમ રિટર્ન્સે ‘220 કરોડનું કલેક્શન કર્યું હતું. 70 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને જબરદસ્ત સફળતા પણ મળી હતી.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન અજય દેવગને અલ્લુ અર્જુન પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી. અજયનું માનવું હતું કે ‘પુષ્પા 2’ હોય કે ‘સિંઘમ અગેઇન’, બંને બ્લોકબસ્ટર ફિલ્મો સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં અલ્લુ અર્જુને એકવાર અજય દેવગન સાથે ફિલ્મની રિલીઝ ડેટ અંગે ચર્ચા કરવી જોઈતી હતી.
3. ‘સ્ત્રી 2’
2018ની ફિલ્મ ‘સ્ત્રી’ કોણ ભૂલી શકે. ફિલ્મે ‘ઓ સ્ત્રી કલ આના…’ જેવા અવિસ્મરણીય ડાયલોગ્સ સાથે જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મ રાજકુમાર રાવના કરિયરની અત્યાર સુધીની સૌથી સફળ ફિલ્મ સાબિત થઈ છે. આવી સ્થિતિમાં હવે ‘સ્ત્રી’ની સિક્વલ 16 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.
2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી’એ અંદાજે 180 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું
સપ્ટેમ્બર મહિનો શાનદાર હશે જ્યારે આલિયા એક્શન અવતાર લેશે
1. ‘જીગરા’
આલિયા ભટ્ટ પહેલીવાર એક્શન કરતી જોવા મળશે. આલિયા ભટ્ટ આ ફિલ્મ કરન જોહર સાથે કો-પ્રોડ્યુસ કરશે. આલિયા એક એવી સ્ટાર છે જે પોતાના દમ પર ફિલ્મને હિટ બનાવવાની ક્ષમતા ધરાવે છે. પછી તે ફિલ્મ ‘રાઝી’ હોય કે ‘ગંગુબાઈ કાઠિયાવાડી’. આવી સ્થિતિમાં આલિયાને 2 સપ્ટેમ્બરે રિલીઝ થનારી ફિલ્મ ‘જીગરા’થી પૂરી આશા હશે.
અક્ષય ઓક્ટોબરમાં દેશભક્તિની લાગણી જગાડશે
1. ‘સ્કાય ફોર્સ’
અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘સ્કાય ફોર્સ 2’ ઓક્ટોબરે મોટા પડદા પર આવશે. આ ફિલ્મ ભારતની પ્રથમ અને સૌથી ખતરનાક એર સ્ટ્રાઈક પર આધારિત હશે. ફિલ્મની વાર્તા 1965ના ભારત-પાકિસ્તાન હવાઈ યુદ્ધની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે. આ એક વણકહેવાયેલી, સાચી વાર્તા છે જે યુનિફોર્મમાં બહાદુર પુરુષોની બહાદુરી, લાગણીઓ અને અતૂટ દેશભક્તિને સ્ક્રીન પર પ્રદર્શિત કરશે. આ ફિલ્મથી વીર પહાડિયા બોલિવૂડ ડેબ્યૂ કરશે જેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર શિંદેના પૌત્ર છે.
કાર્તિકની ‘ભૂલ ભુલૈયા’ કે કંગનાની ઇમર્જન્સી
1. ‘ભૂલ ભુલૈયા 3’
નવેમ્બરમાં રિલીઝ થનારી આ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ ફ્રેન્ચાઈઝીનો ત્રીજો ભાગ હશે. ‘ભૂલ ભુલૈયા 2’ માં, કાર્તિક આર્યનએ રુહ બાબાની શૈલીથી દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. જો કે, પાર્ટ 2માં તબ્બુની જબરદસ્ત ભૂમિકાને પણ અવગણી શકાય તેમ નથી.
‘ભૂલ ભુલૈયા 2’ વિશ્વભરમાં રૂ. 266 કરોડની કમાણી કરીને વર્ષ 2022ની ચોથી સૌથી સફળ ફિલ્મ બની છે
2. ઇમર્જન્સી
કંગના રનૌત સ્ટારર ફિલ્મ ‘ઇમર્જન્સી’ 24 નવેમ્બરે રિલીઝ થશે. જેમાં કંગના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મના ટીઝરે ઇમર્જન્સીની યાદોને તાજી કરી દીધી હતી. ટીઝરની શરૂઆત 25 જૂન, 1975થી થઈ હતી, જે દિવસે દેશમાં ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. જેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રસારણ સ્થગિત કરીને દેશના અવાજને ચૂપ કરવામાં આવ્યો છે. લોકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે અને તેમના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. જનતા તેને સરમુખત્યારશાહી ગણાવીને તેનો વિરોધ કરી રહી છે.
તેમાં મુખ્ય ભૂમિકા નિભાવવા ઉપરાંત કંગના આ ફિલ્મનું નિર્દેશન અને નિર્માણ પણ કરી રહી છે. કંગના ઉપરાંત તેમાં અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી અને મિલિંદ સોમન જેવા કલાકારો પણ જોવા મળશે. દિવંગત અભિનેતા-દિગ્દર્શક સતીશ કૌશિકની પણ આ છેલ્લી ફિલ્મ છે.
ડિસેમ્બરમાં અક્ષય કુમાર ધૂમ મચાવશે
1. ‘વેલકમ ટુ ધ જંગલ’
વેલકમ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મમાં અક્ષય કુમાર અને પરેશ રાવલનો કોમ્બો સાથે આવી રહ્યો છે. સૌથી ખાસ વાત આ ફિલ્મની સ્ટારકાસ્ટ છે. જેમાં અક્ષય કુમાર, અનિલ કપૂર, જેક્લિન ફર્નાન્ડીઝ, લારા દત્તા, દિશા પટનીનો સમાવેશ થાય છે. અહેમદ ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ક્રિસમસના અવસર પર રિલીઝ થશે.
કેટલીક ફિલ્મો જેની રિલીઝ ડેટ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી
25 વર્ષ બાદ કરન જોહર અને સલમાન ખાન ફરી એકવાર સાથે કામ કરતા જોવા મળશે. આ ફિલ્મ ભારતીય સેનાના બ્રિગેડિયર ફારૂક બુલસારાના જીવન પર આધારિત હશે, જેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો ફિલ્મની લીડિંગ લેડી સાઉથ ઈન્ડસ્ટ્રીની હશે. સામંથાના નામની સૌથી વધુ ચર્ચા થાય છે. ‘ધ બુલ’ નામની આ ફિલ્મ 2025માં ઈદ દરમિયાન રિલીઝ થઈ શકે છે. સલમાન ખાન 1998માં રિલીઝ થયેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં જોવા મળ્યો હતો, જેનું નિર્દેશન કરન જોહર દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે આ પછી સલમાન-કરને સાથે કામ કર્યું નથી.
જો અહેવાલોનું માનીએ તો કરન જોહર પણ આ વર્ષે વરુણ ધવન સાથે તેની ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ ફ્રેન્ચાઈઝીને આગળ લઈ શકે છે. આ કોમેડી-ડ્રામા ફિલ્મમાં આલિયા ભટ્ટ જોવા મળશે. રમેશ તૌરાનીના બેનર હેઠળ બનેલી ‘દુલ્હનિયા 3’ ફિલ્મ 2024ના અંતમાં અથવા 2025ની શરૂઆતમાં રિલીઝ થશે.
ફિલ્મ નિર્માતા કરન જોહર અને વરુણ ધવન પણ સાથે કામ કરશે.
આ સિવાય ‘કલ્કી 2898 એડી’ ફિલ્મ પણ આ વર્ષે રિલીઝ થશે. આ ભવિષ્ય આધારિત ફિલ્મમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન જેવી દિગ્ગજ સ્ટાર કાસ્ટ સાથે જોવા મળશે. નાગ અશ્વિનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ ડેટ 1 એપ્રિલ, 2024 છે.
‘કલ્કિ’ ફિલ્મમાં ભગવાન વિષ્ણુના કલ્કિ અવતારને બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે
દક્ષિણની કેટલીક મોટી ફિલ્મો જે 2024માં રિલીઝ થશે:
1. ‘થલાઈવર 170’
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને અમિતાભ બચ્ચન 33 વર્ષ બાદ ફરી એકવાર સાથે જોવા મળશે. આ ફિલ્મ રજનીકાંતના કરિયરની 170મી ફિલ્મ હશે. ટીજે ગણનવેલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત હશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રજનીકાંત આ ફિલ્મમાં એક ‘કોપ’ની ભૂમિકામાં જોવા મળશે અને દર્શકોને સામાજિક સંદેશ આપતા જોવા મળશે. આ ફિલ્મમાં રાણા દગ્ગુબાતી પણ જોવા મળશે. જો કે હજુ સુધી આ ફિલ્મ વિશે વધુ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ 2024માં રિલીઝ થશે.
2. ‘કાંતારા: ચેપ્ટર 1’
2022માં રિલીઝ થયેલી ફિલ્મ કાંતારાની પ્રિક્વલ ‘કાંતારા : ચેપ્ટર 1′ આવતા વર્ષ 2024ના અંત સુધીમાં રિલીઝ થશે. ફિલ્મની પ્રીક્વલ પંજુર્લી દૈવાની વાર્તા પર ફોકસ કરશે. આ ફિલ્મના ફર્સ્ટ લૂકમાં મુખ્ય અભિનેતા અને દિગ્દર્શક રિષભ શેટ્ટી ભગવાન શિવ જેવા અવતારમાં જોવા મળ્યો હતો. જ્યાં તેના એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં કુહાડી હતી. આ ફિલ્મ 7 ભાષાઓમાં રિલીઝ થવાની આશા છે. 125 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં સપ્તમી ગૌડા, ઉર્વશી રૌતેલા પણ જોવા મળશે. ‘કાંતારા’ સંબંધિત કેટલીક રોમાંચક બાબતો:
- માત્ર રૂ. 16 કરોડના બજેટમાં બનેલી ફિલ્મ કાંતારાએ વિશ્વભરમાં રૂ. 400 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું
- કન્તારા કન્નડ સિનેમાની બીજી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની. ‘KGF 2’ નંબર વન પર છે
- તે 2022 માં દેશની ચોથી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની
- કાંતારા કરતા 7 ગણા વધુ બજેટ સાથે બનેલી પ્રિક્વલ છે. જ્યાં તેનો પહેલો પાર્ટ માત્ર 16 કરોડમાં બન્યો હતો. આ પ્રિક્વલનું બજેટ 125 કરોડ રૂપિયા છે
- કાંતારા ફિલ્મ 30 સપ્ટેમ્બર, 2022ના રોજ રિલીઝ થઈ હતી
3. હનુમાન
નામ પ્રમાણે જ આ ફિલ્મ ભગવાન હનુમાનથી પ્રેરિત હશે. પ્રશાંત વર્માના નિર્દેશનમાં બનેલી આ સુપરહીરો ફિલ્મ છે જે 12 જાન્યુઆરીએ દેશભરમાં રિલીઝ થશે. ફિલ્મની વાર્તા અંજનાદ્રી નામના કાલ્પનિક સ્થળથી શરૂ થશે, જ્યાં તેજા સજ્જાને હનુમાનની શક્તિઓ મળે છે અને પછી અંજનાદ્રી માટે લડે છે. આ ફિલ્મ પ્રશાંત વર્માના સિનેમેટિક યુનિવર્સ (PVCU)નો પ્રથમ હપ્તો હશે.
2023ના આંકડાઓ પર એક નજર:
વર્ષ 2023, શાહરુખના નામે
2023 ચોક્કસપણે શાહરુખ ખાન માટે શાનદાર વર્ષ સાબિત થયું. જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘પઠાને’ જબરદસ્ત કમાણી કરી હતી. સપ્ટેમ્બરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘જવાને’ પણ જોરદાર કમાણી કરી હતી. આ બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શને સાબિત કર્યું કે વર્ષ 2023 શાહરુખના નામે હતું. શાહરુખ ખાનની ‘ડંકી’ પણ વર્ષના છેલ્લા મહિનામાં રિલીઝ થઈ હતી.
2023માં સિક્વલે પણ દર્શકોના દિલ જીતી લીધા હતા
આ વર્ષે 2 ફિલ્મોની સિક્વલ પણ રિલીઝ થઈ હતી. પહેલું નામ ‘ગદર-2’ છે. 2001માં આવેલી ગદર પછી જ્યારે આ ફિલ્મનો ‘ભાગ 2’ 22 વર્ષ પછી રિલીઝ થયો ત્યારે દર્શકોનો ઘણો પ્રેમ જોવા મળ્યો. આ ફિલ્મે અંદાજે 691 કરોડ રૂપિયાનું જંગી કલેક્શન કર્યું હતું. આ યાદીમાં બીજું નામ ‘OMG 2’ છે. 2012માં આવેલી ફિલ્મ ‘OMGનો બીજો ભાગ’ આ વર્ષે રિલીઝ થયો હતો. આ ફિલ્મના સંવેદનશીલ વિષયને લોકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છતાં, આ ફિલ્મ જબરદસ્ત હિટ બની હતી.
ગદર 2 અને OMG 2 એક સાથે રિલીઝ થઈ હતી અને બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો
એવી ફિલ્મો કે જેઓ અપેક્ષા ઉપર ખરી ન ઊતરી, કેટલીક અપેક્ષાઓ કરતાં વધુ પ્રદર્શન કર્યું
આ વર્ષે એક એવી ફિલ્મ પણ આવી જેનાથી દર્શકોને ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. 700 કરોડના જંગી બજેટ સાથે બનેલી ‘આદિપુરુષ’ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. અહીં સુધી કે ફિલ્મના ડાયલોગ્સથી લઈને વીએફએક્સ સુધી દરેક બાબતની ટીકા થઈ હતી.
આ વર્ષનું સરપ્રાઈઝ પેકેજ હતું – ‘ધ કેરલ સ્ટોરી’ માત્ર 20 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે 303 કરોડ રૂપિયાની શાનદાર કમાણી કરી હતી.
રણબીરની સ્ટાઈલથી બધા ડરી ગયા
આ વર્ષ રણબીર કપૂર માટે યાદગાર રહ્યું. જ્યાં માર્ચમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’માં રણબીરે પોતાની ચોકલેટ બોય ઈમેજથી બધાનું દિલ જીતી લીધું હતું. ડિસેમ્બરમાં રિલીઝ થયેલી ‘એનિમલ’ના કલેક્શનથી બધાને આંચકો લાગ્યો છે. રણબીરે ‘એનિમલ’ ફિલ્મમાં તેના આલ્ફા મેલ રોલથી જંગી કમાણી કરી હતી. ફિલ્મે રેકોર્ડ ઓન રેકોર્ડ બનાવ્યો.