10 મિનિટ પેહલા
- કૉપી લિંક
અક્ષય કુમાર તમિલ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તે ફિલ્મ ‘કનપ્પા’થી ટોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મમાં તે વિષ્ણુ માંચૂ, પ્રભાસ અને મોહનલાલ જેવા સેલેબ્સ સાથે જોવા મળશે. તેણે આ ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
અક્ષય કુમારના ડેબ્યૂના સમાચાર એક્ટર વિષ્ણુ માંચૂએ શેર કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મ આ વર્ષે રિલીઝ થઈ શકે છે. મુકેશ કુમાર સિંહના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા છે.
અભિનેતા વિષ્ણુ માંચૂએ પોસ્ટ શેર કરીને માહિતી આપી
વિષ્ણુ માંચૂએ ટ્વિટર (X) પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે – કન્નપ્પાની સફર વધુ રોમાંચક બની ગઈ છે કારણ કે અમે તમિલ સિનેમામાં સુપરસ્ટાર અક્ષય કુમારનું સ્વાગત કરી રહ્યા છીએ. તે કન્નપ્પા ફિલ્મથી તમિલ સિનેમામાં ડેબ્યૂ કરી રહ્યો છે. એક અદ્ભુત અનુભવ માટે તૈયાર રહો.
વિષ્ણુએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે અને અભિનેતા મોહન બાબુ અક્ષયનું સ્વાગત કરતા જોવા મળે છે. ત્યારે મોહન બાબુએ પણ અક્ષયને શાલ ભેટમાં આપી છે.
‘કન્નપ્પા’ ફિલ્મનું નિર્દેશન મુકેશ કુમાર સિંહ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા ભગવાન શિવના ભક્ત ‘કન્નપ્પા’ની વાર્તા પરથી પ્રેરિત છે. આ ફિલ્મનું નિર્માણ મોહન બાબુએ કર્યું છે. આ ફિલ્મમાં વિષ્ણુ માંચૂ મુખ્ય ભૂમિકા ભજવશે. આ સિવાય ફિલ્મમાં મોહન બાબુ, પ્રભાસ, સરથ કુમાર અને અક્ષય કુમાર જેવા કલાકારો જોવા મળશે.
આ ફિલ્મ સમગ્ર ભારતમાં તમિલ, તેલુગુ, મલયાલમ, હિન્દી, કન્નડ અને અંગ્રેજી ભાષાઓમાં રિલીઝ થશે.
હાલમાં જ અક્ષય કુમાર ટાઈગર શ્રોફ સાથે ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’માં જોવા મળ્યો હતો. 11 એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન અલી અબ્બાસ ઝફરે કર્યું છે. ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારન, માનુષી છિલ્લર અને અલયા એફ જેવા કલાકારો પણ જોવા મળ્યા છે. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 5 દિવસમાં 43.30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
તમને જણાવી દઈએ કે, અક્ષયની આ ફિલ્મ અજય દેવગનની ફિલ્મ ‘મેદાન’ સાથે ટકરાઈ છે.