યુવક નારોલ સર્કલથી શટલ રિક્ષામાં બેસીને બારેજા જતો હતો
અણીએ સાડા બાર હજારની લૂંટ ચલાવી ધમકાવી રસ્તામાં રિક્ષામાંથી ઉતારી દીધો
Updated: Mar 28th, 2024
અમદાવાદ, ગુરુવાર
પૂર્વ વિસ્તારમાં રિંગ રોડ ઉપર શટલ રિક્ષામાં સવાર લૂંટારુ ટોળકી દ્વારા પેસેન્જરોને બેસાડીને પોતાના સાગરિતોને સાથે રાખીને ઘાતક હથિયારથી ડરાવીને તથા હુમલો કરીને લૂંટી લેવાના બનાવો વધી રહ્યા છે. વીજ કંપનીમાં નોકરી કરતો યુવક નારોલ સર્કલથી રિક્ષામાં બેસીને બારેજા તરફ જતો હતો ત્યારે તેના પેટ ઉપર ચાકુ મૂકીને ડરાવીને તેની પોસેથી રોકડ સહિત રૃા. ૧૨,૫૦૦ની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે અસલાલી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વીજ કંપનીમાં નોકરી કરતા યુવક પાસે ચાકુની અણીએ સાડા બાર હજારની લૂંટ ચલાવી ધમકાવી રસ્તામાં રિક્ષામાંથી ઉતારી દીધો
નવસારી ખાતે રહેતા અને ખેડામાં વીજ કંપનીમાં નોકરી કરતા યુવકે અસલાવી પોલીસ સ્ટેશનમાં રિક્ષા ચાલક સહિત બે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે યુવક હોળીનો તહેવાર ઉજવીને નવસારી પોતાના વતનથી અમદાવાદ ગીતા મંદિર ખાતે બસમાં આવ્યો હતો અને બસ સ્ટેન્ડથી રિક્ષામાં બેસીને નારોલ સર્કલ ગયો હતો.
નારોલ સર્કલથી શટલ રિક્ષામાં બેસીને તા. ૨૬ના રોજ સવારે બારેજા જતો હતો આ સમયે રિક્ષામાં બેઠેલા શખ્સે રિક્ષાના હુડમાંથી ચાકુ કાઢીને યુવકને પેટ ઉપર મુકીને ધમકી આપી હતી કે તેરે પાસ જીતના પૈસા હે મુજે દે દ નહી તો ચાકુ માર દુંગા કહીને યુવક પાસેથી રોકડા રૃા ૨૫,૦૦ અને મોબાઇલ સહિત કુલ રૃા. ૧૨,૫૦૦ની મતાની લૂંટ ચલાવીને યુવકને ધાક ધમકી આપીને ડરાવીને રસ્તામાં ઉતારીને નાસી ગયા હતા. આ ઘટના અંગે અસલાલી પોલીસે લૂંટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.