અનેક કિસ્સા બહાર આવે એવી પ્રબળ સંભાવના
Updated: Mar 28th, 2024
અમદાવાદ,ગુરુવાર,28 માર્ચ, 2024
અમદાવાદના ખાડીયા વિસ્તારમાં આવેલી દેસાઈની પોળમાં
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુરુવારના રોજ પ્રોપર્ટી ટેકસના બિલની વહેંચણી
કરવામાં આવી હતી.બિલ મળ્યા બાદ પોળના એક રહીશ ટેકસ બિલમાં દર્શાવ્યા મુજબની રુપિયા
૩૦૯૨ની રકમ ભરવા પહોંચ્યા હતા.બિલ ભરતી વખતે તેમની પાસેથી રુપિયા ૩૧ વ્યાજ પેટે
લેવાની સાથે કુલ રુપિયા ૩૧૨૩ લેવામાં આવતા તેઓ ચોંકી ઉઠયા હતા.ટેકસબિલ જે દિવસે
મળ્યુ એ જ દિવસે તેમણે ટેકસ ભરપાઈ કર્યો હોવાછતાં તેમની પાસેથી વ્યાજ પેટે રુપિયા
૩૧ વધુ વસૂલવામાં આવ્યા હતા.નોંધપાત્ર બાબત એ છે કે.આ રહીશને મ્યુનિ.તંત્ર તરફથી
જે ટેકસ બિલ આપવામાં આવ્યુ એમાં વ્યાજ ગણ્યા તારીખ ૧૩ જાન્યુઆરી-૨૦૨૪ તથા બિલ
ભરવાની છેલ્લી તારીખ ૧ માર્ચ-૨૦૨૪ છાપવામાં આવી છે.મ્યુનિ.તંત્ર તરફથી ૨૮ માર્ચે
બિલ મળે છે એ દિવસે જ રહીશ બિલની રકમ ભરપાઈ કરે છે આમ છતાં રુપિયા ૩૧ વ્યાજપેટે
તંત્ર વસૂલ કરે છે.આવા તો અનેક કિસ્સા બહાર આવે એવી પ્રબળ સંભાવના હોવાનુ આધારભૂત
સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.