1 મિનિટ પેહલા
- કૉપી લિંક
કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, પોરબંદરથી લલિત વસોયા અને બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ અપાઇ છે.
આ પહેલા 9 માર્ચ, 2024ના રોજ કોંગ્રેસે 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. જેમાં ગુજરાતના કોઇ ઉમેદવાર નહતા. કોંગ્રેસની પ્રથમ યાદીમાં રાહુલ ગાંધી, સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલ અને શશિ થરૂરના નામ જાહેર કરાયા હતા.
2019માં કોંગ્રેસનો રકાસ
2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ એકપણ બેઠક જીતી શકી નહતી. પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી, લલિત કગથરા જેવા દિગ્ગજ નેતાઓ પણ આ ચૂંટણીમાં હારી ગયા હતા.
2014માં કોંગ્રેસને એકેય બેઠક ન મળી
2009માં ગુજરાતમાં જેના 11 સાંસદો ચૂંટાયા હતા એ કોંગ્રેસનો 5 વર્ષ બાદ 2014ની ચૂંટણીમાં સફાયો થઇ ગયો. 2014માં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર જીતી શક્યો નહતો.