- Gujarati News
- International
- Britain: Illegal Immigrants In Detention Centers Spend Rs. Earn 10k, All Facilities Including Food Free, 6k Per Week Allowance
લંડન1 કલાક પેહલા
- કૉપી લિંક
- ગેરકાયદે પહોંચેલા પાંચ હજાર ભારતીયને રવાન્ડા મોકલાશે, પરંતુ તેઓ જવા રાજી નથી
બ્રિટનમાં ગેરકાયદેસર રીતે પહોંચેલા પાંચ હજાર ભારતીયો પર લટકતી તલવાર છે. ટૂંક સમયમાં તમામને આફ્રિકન દેશ રવાન્ડા મોકલી દેવાશે. તેમ છતાં આ ભારતીયો ‘ગેરકાયદે પ્રવાસી’ તરીકે લેબલ હોવા છતાં બ્રિટન છોડવા માગતા નથી. કારણ કે અહીં ગેરકાયદેસર વસાહતીઓનું જીવન પણ ખૂબ જ સરળ છે.
ઈંગ્લિશ ચેનલ પાર કરીને બ્રિટનમાં ઘૂસણખોરી કરતી વખતે ઝડપાઈ જતાં ભારતીયોને ડિટેન્શન સેન્ટર (અટકાયત કેન્દ્રો)માં રાખવામાં આવે છે. પછી એનજીઓ દરેક ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને તેની ક્ષમતા અનુસાર કામ ફાળવે છે. કેર ગિવર્સ અને નર્સિંગ સહાયક તરીકે કામ કરતા ભારતીય ઇમિગ્રન્ટ્સ દરરોજ સરેરાશ 10 હજાર રૂપિયા કમાય છે. અન્ય નોકરીઓ જેવી કે ગેરેજ, હોટલ-રેસ્ટોરન્ટ અને સેલ્સમેન તરીકે પણ કામ કરીને સરળતાથી દરરોજ 5 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે.
લંડનમાં ગેટવિક એરપોર્ટ નજીક સાત ડિટેન્શન સેન્ટર છે, જ્યારે એસેક્સ, લિન્કનશાયર અને ઈસ્ટ સસેક્સમાં પૂર્વ લશ્કરી થાણાંઓને પણ ડિટેન્શન સેન્ટરમાં રૂપાંતરિત કરાયાં છે. લગભગ પાંચ હજાર ભારતીયો સહિત 30 હજાર ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને અહીં રાખવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં મફત આવાસ અને ભોજનની સુવિધા મળે છે. આ સાથે બ્રિટનની એનએચએસ યોજના હેઠળ મેડિકલ સુવિધા પણ મળે છે. એટલું જ નહીં દરેક ગેરકાયદે પ્રવાસીઓને સરકાર તરફથી દર અઠવાડિયે 6,000 રૂપિયાનું ભથ્થું પણ મળે છે.
ડિટેન્શન સેન્ટરમાં 3 વર્ષ રહી શકે છે, પાંચ દિવસ વર્ક પરમિટ
બ્રિટનમાં ડિટેન્શન સેન્ટરમાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્સ કે શરણ માગનારા માત્ર ત્રણ વર્ષ સુધી રહી શકે છે. ત્યારબાદ અરજી મંજૂર થયા બાદ તેમને બ્રિટનમાં રહેવાનો અધિકાર મળે છે. જો અરજી નકારવામાં આવે તો મૂળ દેશમાં ડિપોર્ટ કરવામાં આવે છે. સેન્ટરમાંથી અઠવાડિયામાં પાંચ દિવસ કામ પર જવા માટે વર્ક પરમિટ અપાય છે. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દરરોજ આઠ કલાક માટે વર્ક પરમિટ મળે છે. પરમિટનો સમય શિફ્ટ આધારિત હોય છે.