3 કલાક પેહલા
- કૉપી લિંક
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન બીજી વખત ચીનની મુલાકાતે ગયા હતા.
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ચીન પર અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દખલગીરી કરવાના આરોપ લગાવ્યા છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા આશ્વાસન આપવા છતાં અમેરિકાની ચૂંટણીમાં ચીનની દખલગીરીના પુરાવા મળ્યા છે.
વિદેશ મંત્રી બ્લિંકને ચીનની મુલાકાત બાદ CNNને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે મેં સાન ફ્રાન્સિસ્કોમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આપેલા મેસેજને ચીનની સામેફરી વખત જણાવ્યો હતો. આ મેસેજમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ચીનને અમેરિકાની ચૂંટણીમાં દખલગીરી ન કરવા જણાવ્યું હતું. જે બાદ ચીને પણ આ મામલે સહમતિ દર્શાવી હતી.
વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન અગાઉ સપ્ટેમ્બર 2023માં ચીનની મુલાકાતે ગયા હતા.
બાઈડનનો મેસેજ ફરી જણાવ્યો
અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચીનની દખલગીરીના સવાલ પર બ્લિંકને કહ્યું, “અમારી ચૂંટણીમાં ચીનની દખલગીરી એવી બાબત છે જેના પર અમે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યા છીએ. અમને ચીનની દખલગીરીના ઘણા પુરાવા મળ્યા છે. ” હું આ વાત ફરી જણાવી રહ્યો છું જેથી ચીન અને કેટલાક દેશો અલગ-અલગ અભિયાન ચલાવીને અમેરિકાના ભાગલા પાડવાના પ્રયાસ કરી રહ્યાં છે.
બ્લિંકને ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે ચીનની તેમની મુલાકાત દરમિયાન તેમણે ટેક્નોલોજીથી લઈને મોસ્કો સાથે બેઈજિંગના સંબંધો અંગેના ઘણા વિવાદાસ્પદ મુદ્દાઓ પર લાંબી ચર્ચા કરી હતી.
રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠકમાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ઉપરાંત ચીનના વિદેશ મંત્રી વાંગ યી અને ઘણા અધિકારીઓ હાજર હતા.
‘ચીન અને અમેરિકા મિત્ર છે સફળ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ.
બ્લિંકને યહૂદી વિરોધી ઘટનાઓનો સ્વીકાર કર્યો
બીજી તરફ, બ્લિંકને અમેરિકામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શનો વચ્ચે યહુદી વિરોધી ઘટનાઓ બનવાની વાત સ્વીકારી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે અમેરિકા વિરોધ કરવાના અધિકારનો બચાવ કરે છે. પેલેસ્ટાઈન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ સાથે લોકોની લાગણી જોડાયેલી છે.
એન્ટની બ્લિંકને એવા અહેવાલોને પણ નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રદર્શનોને કારણે અમેરિકા ઇઝરાયલને શસ્ત્રો મોકલવાનું બંધ કરશે. અમેરિકાના વિદેશ મંત્રીએ યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયાને ચીનના સમર્થન પર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે એમ પણ કહ્યું કે જો આ સમર્થન ચાલુ રહેશે, તો યુએસ વર્તમાન પ્રતિબંધો ઉપરાંત ચીનની 100થી વધુ સંસ્થાઓ અને વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે.