- Gujarati News
- International
- Elections In 42 Countries This Year, In Most Of The Countries There Are No Women Candidates For The Top Positions Like President, Prime Minister
લંડન4 મિનિટ પેહલા
- કૉપી લિંક
- રાજકારણમાં મહિલાઓને હજુ પણ એકસમાન તકો મળી રહી નથી
આ વર્ષે દુનિયાના 42 દેશોમાં ચૂંટણી થઈ રહી છે અથવા થશે. ઇતિહાસમાં આ વર્ષ સૌથી વધુ મતદાતાઓ માટે પણ નોંધાશે, પરંતુ ટોચનાં પદો માટે નેતૃત્વની વાત કરવામાં આવે તો મહિલાઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકીએ એટલી છે. પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ પદની દોડમાં મહિલા ઉમેદવારની સંખ્યા ના બરાબર છે.
બે અબજથી વધુની સંયુક્ત વસ્તી સાથે દુનિયાનાં સૌથી મોટાં લોકતંત્રો-અમેરિકા, ઇન્ડોનેશિયા અને ભારતની ચૂંટણીમાં કોઈ મહિલા ઉમેદવાર ટોચના પદ માટેની દોડમાં નથી કે નહોતી. બ્રિટન, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકાના કેસમાં પણ આ જ સત્ય છે. મેક્સિકો સહિત માત્ર 18 દેશોમાં મહિલાઓ ટોચના નેતા બનવાની દોડમાં છે. એમાં પણ બે કે ત્રણ દેશોમાં જ તેના જીતવાની આશા છે.
આવું કેમ છે? સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના શોધકર્તાઓ અનુસાર મહિલાઓ પ્રત્યે પૂર્વગ્રહ સૌથી મોટું વિઘ્ન છે. મહિલાને ટોચના નેતૃત્વ તરીકે પસંદ કરનારા વોટર પણ તેને આ ડરથી વોટ નથી આપતા કે તે હારશે. આ વર્ષે 42 દેશોમાં યોજાનાર ચૂંટણીને લઇને તમામ સંબંધિત દેશોમાં ઉત્સુકતા છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઇચ્છુક છે. જો કે રાજનીતિમાં હજુ મહિલાઓના સમાન અધિકારોને લઇને દુવિધા છે. મોટા ભાગના દેશોમાં ટોપ પદ માટે મહિલા ઉમેદવાર નથી. રાજનીતિમાં હજુ પણ પુરૂષોનુ પ્રભુત્વ દેખાઇ રહ્યુ છે.
મતદારોને મહિલાઓ પર ભરોસો ઓછો, માટે જ નેતૃત્વ નહીં
ઇલેક્શન ટ્રેકર 2024: ‘દરેક મત અને તે શું મહત્ત્વ ધરાવે છે’, નામના રિપોર્ટ પર ધ્યાન આપવું પડશે. તેનાથી જણાવાયું છે કે અમેરિકા જેવા સંપન્ન અને શિક્ષિત દેશના લોકો પણ મહિલા નેતાની પસંદગી માટે તૈયાર નથી. પ્યૂ રિસર્ચ- 2023ના એક સરવેમાં જણાવાયું કે 53%નું કહેવું છે કે ઉચ્ચ રાજકીય કાર્યાલયોમાં ઘણી ઓછી મહિલાઓ છે, જ્યારે 81% સ્વીકારે છે મહિલા નેતાઓને પુરુષોની સરખામણીએ પોતાને સાબિત કરવા માટે વધુ પ્રયત્નો કરવા પડે છે. રાજકીય પાર્ટીઓ પણ મહિલાઓને ઓછી તકો આપે છે.