વૉશિંગ્ટન13 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ફેડરલ કોન્ટ્રાક્ટ માટે 38 હજાર કરોડનું રોકાણ
અમેરિકામાં એઆઇ પાછળ કરાયેલા ખર્ચમાં જંગી વધારો જોવા મળી રહ્યો છે. આનું મુખ્ય કારણ સંરક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી રહેલું જંગી રોકાણ છે. એક વર્ષમાં એઆઇ સાથે જોડાયેલા ફેડરલ કોન્ટ્રાક્ટમાં આશરે 1200 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.
આ આંકડો વર્ષ 2022માં આશરે 2,960 કરોડ રૂપિયા હતો. જ્યારે વર્ષ 2023માં આશરે 38 હજાર કરોડ રૂપિયા સુધી આંકડો પહોંચી ગયો હતો. સંરક્ષણ વિભાગના એઆઇ સાથે સંબંધિત કોન્ટ્રાક્ટ 2022માં આશરે 1,584 કરોડના હતા જે વર્ષ 2023માં વધીને આશરે 4,644 કરોડ સુધી પહોંચી ગયા છે.
AIથી કોઈ નુકસાન નથી તે બાબતનું ધ્યાન રખાશે
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે અમેરિકન ફેડરલ એજન્સીઓને આ બાબત લોકોની વચ્ચે સાબિત કરવાની રહેશે કે એઆઇથી પ્રજાને કોઇ નુકસાન નથી. જો કોઇ પણ પ્રકારના નુકસાનની શક્યતા છે તો તેનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે તે જરૂરી છે. ડિસેમ્બર સુધી દરેક એજન્સીની પાસે નક્કર સુરક્ષા સાથે સંબંધિત એક સેટ રહે તે ખૂબ જરૂરી છે. જે એજન્સીઓ સુરક્ષા માપદંડને પાળી શકવાની સ્થિતિમાં નથી તે સુરક્ષા સંસ્થાઓએ એઆઇ સિસ્ટમનો ઉપયોગ બંધ કરી દેવા જોઇએ.