- Gujarati News
- Lifestyle
- There Is A Risk Of Fungal Infection Due To Moisture, Dust And Sweat, Cleanliness And A Balanced Diet Will Protect Against Infection
32 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
ઉનાળામાં ધાધર અને ખંજવાળ જેવા ચામડીના રોગોની સમસ્યા વધુ જોવા મળે છે. તેમાં સૌથી વધુ ફંગલ ઈન્ફેક્શન (ફૂગજન્ય ચેપ) થાય છે. ઉનાળામાં ભેજ, ધૂળ અને પરસેવાના કારણે આ ચેપ ઝડપથી ફેલાય છે. જેના કારણે ચામડી પર ખંજવાળ, લાલાશ અને બળતરા જેવી સમસ્યાઓ થાય છે.
જો આ સમસ્યાઓને અવગણવામાં આવે તો કેટલાક કિસ્સાઓમાં સ્થિતિ ગંભીર થઈ શકે છે. જે લોકો ઉનાળામાં વધુ સમય બહાર વિતાવે છે કે ખૂબ પરસેવો વળે છે, તેમને ફંગલ ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે.
સેન્ટર્સ ફોર ડિઝીઝ કન્ટ્રોલ એન્ટ પ્રિવેન્શન (CDC) મુજબ, દર વર્ષે દુનિયાના લગભગ 100 કરોડ લોકોને ફંગલ ઈન્ફેક્શન લાગે છે. તેમાંથી 10-20 કરોડ લોકોને ગંભીર સમસ્યાઓ થાય છે. તેમજ લાખો લોકોના મૃત્યુ પણ થઈ જાય છે. હવે ઉનાળામાં આનું જોખમ વધી જાય છે.
તેથી, ‘કામના સમાચાર’માં આજે આપણે જાણીશું કે ફંગલ ઈન્ફેક્શન શું છે?
- ઉનાળામાં તેનું જોખમ કેમ વધી જાય છે?
- સાજા થવામાં કેટલો સમય લાગે છે?
- ફંગલ ઈન્ફેક્શન બાદ ડાઘ રહી જાય છે?
નિષ્ણાતઃ ડો. વિજય સિંઘલ, ડર્મેટોલોજિસ્ટ, શ્રીબાલાજી એક્શન મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ, દિલ્હી
પ્રશ્નઃ ફંગલ ઈન્ફેક્શન એટલે શું?
જવાબઃ ફૂગના કારણે લાગતો ચેપ એટલે ફંગલ ઈન્ફેક્શન. ફૂગ સુક્ષ્મજીવો છે, જે આપણા શરીરને અંદર કે બહારના ભાગમાં ચેપ લાગવાનું કારણ બની શકે છે.

પ્રશ્નઃ ઉનાળામાં ફંગલ ઈન્ફેક્શન કેમ વધુ લાગે છે?
જવાબઃ ડો. વિજય સિંઘલ કહે છે કે, ઉનાળામાં વધુ પડતી ધૂળ અને પરસેવાના કારણે ફંગલ ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છેઃ

પ્રશ્નઃ ફંગલ ઈન્ફેક્શનના લક્ષણો શું છે?
જવાબઃ સામાન્ય રીતે ફંગલ ઈન્ફેક્શનના કારણે ખંજવાળ આવે છે. તેના કારણે અસરગ્રસ્ત ભાગમાં સોજો આવે છે અને ચામડી લાલાશ પડતી થઈ જાય છે. બધા લક્ષણ જુઓઃ

પ્રશ્નઃ ફંગલ ઈન્ફેક્શનથી કેટલો ચેપ લાગી શકે છે?
જવાબઃ ફંગલ ઈન્ફેક્શન ચેપી હોય શકે છે પરંતુ તે કેટલો ચેપી હશે તે ચેપના પ્રકાર અને અસરગ્રસ્ત ભાગ ઉપર આધાર રાખે છે. કેટલાક ફંગલ ઈન્ફેક્શનથી સરળતાથી અન્ય લોકો ચેપગ્રસ્ત થઈ શકે છે, જ્યારે કેટલાક ઓછા ચેપી હોય છે.
ચામડીનું ઈન્ફેક્શનઃ તે સરળતાથી ચેપગ્રસ્ત વ્યક્તિથી અન્ય વ્યક્તિઓમાં ફેલાઈ શકે છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવા કે ભીની સપાટી પર ચાલવાના કારણે ચેપ લાગી શકે છે.
નખનું ફંગલ ઈન્ફેક્શનઃ તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાઈ શકે છે. ખાસ કરીને ચેપગ્રસ્તના નખના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
વાળનું ફંગલ ઈન્ફેક્શનઃ આ પણ ખૂબ વધારે ચેપી હોય છે. તે સીધા સંપર્કમાં આવવા કે કાંસકો, ટુવાલ દ્વારા ફેલાઈ શકે છે.
કેન્ડિડા ચેપ: કેન્ડિડા એક સામાન્ય ફંગલ ચેપ છે, જે સામાન્ય રીતે મોં, ગુપ્તાંગ અથવા આંતરડામાં થાય છે. તે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાવાની શક્યતા ઓછી છે, પરંતુ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં તે સરળતાથી ફેલાઈ શકે છે.
શ્વસન તંત્રનું ફંગલ ઈન્ફેક્શનઃ કેટલાક ફંગલ ઈન્ફેક્શન, જેવા કે એસ્પરગિલસ, જે હવામાં રહેલા હોય છે, તે શ્વસન તંત્રના માધ્યમથી ફેલાય શકે છે. સામાન્ય રીતે સ્વસ્થ વ્યક્તિઓને અસર કરતું નથી.
પ્રશ્નઃ ફંગલ ઈન્ફેક્શનની સારવાર શું છે?
જવાબઃ ફંગલ ઈન્ફેક્શનની ગંભીરતા અને પ્રકાર ઉપર તેની સારવાર આધાર રાખે છે. સામાન્ય ચેપ માટે કેટલીક એન્ટીફંગલ ક્રીમ કે મલમ પૂરતા હોય છે. ગંભીર કિસ્સાઓમાં જ્યારે ચેપ આંતરિક અંગો સુધી ફેલાઈ જાય છે, ત્યારે ફ્લુકોનાઝોલ કે ઈટ્રાકોનાઝોલ જેવી એન્ટીફંગલ દવાઓ આપવામાં આવે છે. સાથે જ સ્વચ્છતા જાળવવાની સલાહ આપવામાં આવે છે.
પ્રશ્નઃ ખાણી-પીણીની ફંગલ ઈન્ફેક્શન પર શું અસર પડે?
જવાબઃ આપણી ખાણી-પીણીની સીધી અસર ફંગલ ઈન્ફેક્શન પર પડે છે. વધુ પડતી ખાંડ અને રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ્સ ખાવાથી ફંગલ ઈન્ફેક્શન, ખાસ કરીને કેન્ડિડા ચેપનું જોખમ વધી શકે છે. ફળ, શાકભાજી, અનાજ સહિત ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર આહાર રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
દહીં જેવા પ્રોબાયોટિક્સ ફંગલ ઈન્ફેક્શનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વિટામિન C અને D રોગપ્રતિકારક શક્તિ વધારે છે, જેનાથી શરીર ચેપ સામે લડી શકે છે. પૂરતું પાણી પીવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે અને ઝેરી તત્વો બહાર નીકળે છે. આ પ્રકારના આહારથી ફંગલ ઈન્ફેક્શનથી બચવામાં અને સારવાર બંનેમાં મદદ મળે છે.
પ્રશ્નઃ ફંગલ ઈન્ફેક્શન મટી ગયા પછી ચામડી પર ડાધ રહી જાય છે?
જવાબઃ ફંગલ ઈન્ફેક્શન મટી ગયા પછી ચામડી પર ડાઘ રહી શકે છે. તે ચેપની ગંભીરતા, ખંજવાળ કે જખમના કારણે થઈ શકે છે. આ ડાઘાઓને ઓછા કરવા માટે ચામડીને મોશ્ચરાઈઝ (ભેજયુક્ત) રાખો, સૂર્યપ્રકાશમાં બહાર નીકળવાનું ટાળો અને લીંબુ કે સરકા (વિનેગર) જેવા ઘરેલું ઉપચારોનો ઉપયોગ કરો. મેડિકલ ક્રીમ પણ મદદ કરી શકે છે. જો નિશાન ગંભીર હોય, તો સ્કિન સ્પેશિયાલિસ્ટનો સંપર્ક કરો.
પ્રશ્નઃ કઈ ટેવો બદલવાથી ફંગલ ઈન્ફેક્શનથી બચી શકાય?
જવાબઃ ફંગલ ઈન્ફેક્શનથી બચવા માટે કેટલીક જરુરી ટેવો પાડવી જોઈએ. આ ટેવો ન માત્ર ચેપને રોકવામાં મદદ કરશે પરંતુ તમારી ચામડી અને સ્વાસ્થ્યને પણ વધુ સારી બનાવશેઃ
સ્વચ્છતા જાળવોઃ દરરોજ સ્નાન કરો અને ખાસ કરીને બગલ, પગ, જાંઘ સહિતના ભીના અને પરસેવો વળતો હોય તેવા ભાગોને શુષ્ક રાખો.
ભીના કપડાં ન પહેરોઃ સ્વિમિંગ પછી કે પરસેવાથી કપડાં ભીના થાય તો તરત બદલી નાખો, કારણકે ભીની ચામડી ફંગલ ઈન્ફેક્શન માટે આદર્શ હોય છે.
બીજા વ્યક્તિની વસ્તુઓ ઉપયોગમાં ન લોઃ ટુવાલ, જૂતા, કાંસકો કે પકડાં કોઈની પણ સાથે શેર ન કરો.
સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળોઃ સિન્થેટિક કપડાં ચામડી સુધી હવાને પહોંચવા દેતા નથી અને ભેજ જાળવી રાખે છે, જેનાથી ફૂગનો વિકાસ થઈ શકે છે. તેથી સુતરાઉ કપડાં પહેરો.
રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખોઃ હેલ્ધી આહાર લો, નિયમિત કસરત કરો અને પૂરતી ઉંઘ લો. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશે.
બળતરા અને ખંજવાળ પર ધ્યાન આપોઃ જો ચામડી પર ફોલ્લી, ખંજવાળ કે લાલાશ હોય તો તેની અવગણના ન કરો અને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરો.