ગોંડા3 કલાક પેહલા
- કૉપી લિંક
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ સિંહની અરજી ફગાવી દીધી છે. બ્રિજભૂષણે જાતીય સતામણીના આરોપોની પુનઃ તપાસની માગ કરી હતી. કોર્ટ હવે 7 મેના રોજ આરોપ ઘડશે.
બ્રિજભૂષણે દાવો કર્યો હતો કે તે ઘટનાના દિવસે, 7 સપ્ટેમ્બર 2022એ દિલ્હીમાં ન હતા, તેથી આ આરોપોની ફરીથી તપાસ થવી જોઈએ. તેમણે આક્ષેપો કરનારા કુસ્તીબાજોના CDR (કોલ ડિટેલ રિપોર્ટ)ની કોપી પણ માંગી છે.
દિલ્હી પોલીસે આ મામલામાં બ્રિજભૂષણ વિરુદ્ધ જૂન 2023માં ચાર્જશીટ દાખલ કરી હતી. પહેલીવાર, 18 જાન્યુઆરી, 2023એ કુસ્તીબાજ બજરંગ પુનિયા, સાક્ષી મલિક, વિનેશ ફોગાટ સહિત 30થી વધુ કુસ્તીબાજોએ યૌન શોષણ કેસના સંબંધમાં દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શન કર્યું.
બ્રિજભૂષણે દિલ્હી પોલીસની ચાર્જશીટને પાયાવિહોણી ગણાવી હતી
કુસ્તીબાજોના આરોપો અંગે બ્રિજભૂષણે કહ્યું હતું કે, દિલ્હી પોલીસે 7 સપ્ટેમ્બરે મારા પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવીને ચાર્જશીટ દાખલ કરી હતી, તે સંપૂર્ણપણે પાયાવિહોણી છે, કારણ કે હું 7 સપ્ટેમ્બર, 2022એ વિદેશમાં હતો. તેમણે પુરાવા તરીકે પોતાનો પાસપોર્ટ અને ટિકિટ પણ કોર્ટમાં રજૂ કરી છે.
બ્રિજભૂષણે દિલ્હી પોલીસને CDR રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાની માગ કરી વધુ તપાસની માગ કરી હતી. બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર દિલ્હી પોલીસે કહ્યું હતું કે CDR રિપોર્ટ ગેરકાયદેસર દસ્તાવેજ છે, તેમની અરજી પર સુનાવણી ન થવી જોઈએ. ચાર્જશીટ મુજબ બ્રિજભૂષણે WFIની દિલ્હી ઓફિસમાં મહિલા રેસલરની છેડતી કરી હતી.
બ્રિજભૂષણ શરણ સિંહ 18 એપ્રિલે સુનાવણી દરમિયાન રાઉઝ એવન્યુ કોર્ટમાં આવ્યા હતા.
કોર્ટના આદેશ પર દિલ્હી પોલીસે FIR નોંધી હતી
રમતગમત મંત્રાલયના હસ્તક્ષેપ બાદ કુસ્તીબાજોએ તેમનો વિરોધ સમાપ્ત કર્યો હતો. આ કેસમાં તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી. જો કે, એપ્રિલ 2023માં કુસ્તીબાજોએ ફરી એકવાર વિરોધ કરવાનું શરૂ કર્યા પછી મામલો ઉગ્ર બન્યો હતો. કુસ્તીબાજ આ કેસમાં એફઆઈઆર નોંધાવવા કોર્ટમાં પહોંચ્યા હતા. દિલ્હી પોલીસે કોર્ટના આદેશ પર જ FIR નોંધી હતી.
બ્રિજભૂષણની ટિકિટ હજુ ફાઈનલ નથી, કપાવાની શક્યતા
બ્રિજભૂષણ શરણ સિંહ ઉત્તર પ્રદેશની કૈસરગંજ બેઠક પરથી 2009થી સતત સાંસદ છે. કૈસરગંજ લોકસભા સીટ માટે પાંચમા તબક્કામાં એટલે કે 20 મેના રોજ મતદાન થવાનું છે. અહીં 26મી એપ્રિલથી નોમિનેશન શરૂ થશે. પરંતુ, ચૂંટણી દરમિયાન કોર્ટના આરોપો ઘડવાથી ચૂંટણી પર નકારાત્મક અસર પડી શકે છે.
50થી વધુ શાળા-કોલેજોના માલિક
બ્રિજભૂષણ શરણ સિંહ 15 વર્ષથી કૈસરગંજ લોકસભા સીટથી સાંસદ છે. તેઓ ગોંડા, બલરામપુર, કૈસરગંજથી 6 વખત સાંસદ રહી ચૂક્યા છે. ચૂંટણી એફિડેવિટ મુજબ બ્રિજભૂષણ સિંહ પાસે લગભગ 10 કરોડ રૂપિયાની જંગમ અને અચલ સંપત્તિ છે. તેમની પત્ની પાસે લગભગ 6 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની પાસે સ્કોર્પિયો, ફોર્ડ અને ફોર્ચ્યુનર જેવી ઘણી કાર છે.
સરકારી ડેટા સિવાય, બ્રિજભૂષણ સિંહ આ વિસ્તારમાં 50થી વધુ શાળા-કોલેજોના માલિક છે. તેઓ અલગ-અલગ સેક્ટરમાં કામ કરવાના કોન્ટ્રાક્ટ પણ રાખે છે. તેઓ હેલિકોપ્ટર અને ઘોડેસવારી માટે પણ પ્રખ્યાત છે.
બ્રિજભૂષણ વિવાદો માટે પણ પ્રખ્યાત
રાંચીમાં અંડર-15 નેશનલ રેસલિંગ ચેમ્પિયનશિપમાં રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજભૂષણે સ્ટેજ પર જ એક કુસ્તીબાજને થપ્પડ મારી દીધી હતી. ખરેખર, તે કુસ્તીબાજ મોટી ઉંમરનો હતો. તે બ્રિજભૂષણની કોલેજના નામે સ્પર્ધામાં ભાગ લેવા માંગતો હતો. બ્રિજભૂષણ ત્યાં બેઠા હતા અને તેમણે કુસ્તીબાજને તમાચો લગાવી દીધો.