સ્પોર્ટ્સ ડેસ્ક21 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સિઝનમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 કલાકે શરૂ થશે. ટૉસ સાંજે 7:00 કલાકે થશે.
રાજસ્થાન રોયલ્સ 7માંથી 6 મેચ જીતીને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સ 7માંથી 3 મેચ જીતીને 6 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. આજની મેચ જીતીને મુંબઈ ટોપ-4માં આવી શકે છે. જોકે, મુંબઈ જયપુરમાં તેની 72% મેચ હારી ચૂક્યું છે અને આજે અહીં મેચ રમાશે.
સિઝનમાં બીજી વખત ટક્કર થશે
બંને ટીમ 17મી સિઝનમાં બીજી વખત આમને-સામને થશે. અગાઉ, બંને ટીમ મુંબઈમાં સામસામે આવી હતી, જ્યારે MI પ્રથમ રમતી વખતે માત્ર 125 રન બનાવી શકી હતી. RRએ 16મી ઓવરમાં ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.
IPLમાં બંને ટીમ વચ્ચે કુલ 29 મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે 15 અને રાજસ્થાન રોયલ્સે 13માં જીત મેળવી હતી, એક મેચ પણ અનિર્ણિત રહી હતી. જયપુરમાં બંને વચ્ચે 7 મેચ રમાઈ હતી, જેમાંથી મુંબઈ માત્ર 28% એટલે કે 2 વખત જીતી શક્યું હતું. હોમ ટીમે 5 મેચ જીતી હતી.
રાજસ્થાન ક્વોલિફિકેશનની નજીક છે
2008માં પ્રથમ સિઝનમાં ટાઈટલ જીતનાર રાજસ્થાન રોયલ્સ 17મી સિઝનમાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. ટીમે 7માંથી 6 મેચ જીતી અને માત્ર એક મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ટીમના 12 પોઈન્ટ છે અને તેની એકમાત્ર હાર ગુજરાત ટાઈટન્સ સામે થઈ છે. છેલ્લી 2 મેચમાં ટીમે પંજાબ અને કોલકાતાને હરાવ્યું છે.
કેપ્ટન સંજુ સેમસન, જોસ બટલર અને રિયાન પરાગે 250થી વધુ રન બનાવ્યા છે. પરાગ 318 રન બનાવીને ટીમનો ટોપ રન સ્કોરર પણ છે. બોલરોમાં આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ચહલ 12 વિકેટ સાથે ટીમનો ટોપ બોલર છે.
આ વખતે રોહિતનું ફોર્મ પરત ફર્યું
મુંબઈ ઈન્ડિયન્સ 7 મેચમાં 3 જીત અને 4 હારથી 6 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. આજની મેચ જીતીને ટીમ 8 પોઈન્ટ સાથે પાંચમા સ્થાને પહોંચી જશે. જો તે મોટા માર્જિનથી જીતશે તો ટીમ ચેન્નઈને પછાડીને ચોથા સ્થાને પહોંચી શકે છે.
પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ શાનદાર ફોર્મમાં છે. રોહિતે ટીમ માટે સૌથી વધુ 297 રન પણ બનાવ્યા છે. બોલરોમાં જસપ્રીત બુમરાહ અને ગેરાલ્ડ કોત્ઝીને વિકેટ મળી રહી છે, જ્યારે બાકીના બોલરોનું ફોર્મ ચિંતાજનક છે. બુમરાહ 13 વિકેટ સાથે ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.
હવામાન સ્થિતિ
સોમવારે જયપુરમાં વરસાદની કોઈ શક્યતા નથી, તાપમાન 26 થી 37 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. બીજી ઇનિંગ્સ દરમિયાન ઝાકળ પડી શકે છે.
પિચ રિપોર્ટ
જયપુરની પિચ બેટિંગ ફ્રેન્ડલી છે, આ સિઝનમાં અહીં 4 મેચ રમાઈ હતી અને દર વખતે 180થી વધુ રન થયા હતા. બે વખત પહેલા બેટિંગ કરનારી ટીમ અને બાદમાં બેટિંગ કરનારી ટીમ માત્ર બે વખત જ જીતી હતી. રાજસ્થાન આ સિઝનમાં અહીં માત્ર એક મેચ હારી છે. ટૉસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, રવિચંદ્રન અશ્વિન, આવેશ ખાન, ટ્રેન્ટ બોલ્ટ, નાન્દ્રે બર્જર/કેશવ મહારાજ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: કુલદીપ સેન, શુભમ દુબે.
મુંબઈ ઈન્ડિયન્સ (MI): હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, મોહમ્મદ નબી, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, શ્રેયસ ગોપાલ, ગેરાલ્ડ કોત્ઝી અને જસપ્રિી બુમરાહ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: આકાશ મધવાલ, નેહલ વાઢેરા, નમન ધીર.