નવી દિલ્હી41 મિનિટ પેહલા
- કૉપી લિંક
પીએમ મોદી 5 દિવસના દક્ષિણ ભારતનાં રાજ્યોના પ્રવાસે છે. તેમણે 18 માર્ચે તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુનો પ્રવાસ કર્યો. આજે તેમણે કેરળમાં રોડ શો કર્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા દક્ષિણ ભારતના 5 દિવસના પ્રવાસે છે. તમિલનાડુમાં તેલંગાણા, કર્ણાટક અને કોઈમ્બતુરની મુલાકાત લીધા બાદ તે આજે 19 માર્ચે કેરળના પલક્કડ પહોંચ્યા છે.
મોદી પલક્કડમાં જ જાહેરસભામાં પણ સંબોધન કરશે. કેરળ બાદ પીએમ ફરી એકવાર તમિલનાડુ પહોંચશે. તેઓ બપોરે 1 વાગ્યે સાલેમમાં જાહેરસભા સંબોધશે.
આ પહેલા પીએમ મોદીએ 18 માર્ચે દક્ષિણના ત્રણ રાજ્યો તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લીધી હતી. તેલંગાણાના જગતિયાલમાં એક જાહેર સભાને સંબોધતા, તેમણે 17 માર્ચે INDI ગઠબંધનની રેલીનો જવાબ આપ્યો.
મોદીએ કહ્યું- તેમણે મુંબઈમાં ઈન્ડી ગઠબંધનનીની રેલીમાં તેમણે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમની લડાઈ શક્તિ સામે છે. મારા માટે દરેક માતા અને પુત્રી શક્તિ સ્વરુપ છે. હું તેમને શક્તિ તરીકે પૂજું છું અને મારો જીવ જોખમમાં મુકીને પણ હું તેમની રક્ષા કરીશ.
મોદીએ તેલંગાણામાં કહ્યું- I.N.D.I.A ની લડાઈ શક્તિ સામે
18 માર્ચના રોજ પીએમએ કર્ણાટકના શિવમોગામાં પણ કહ્યું હતું – INDI ગઠબંધનના લોકો હિંદુ ધર્મમાં રહેલી શક્તિને ખતમ કરવા માંગે છે. મોદીએ વધુમાં કહ્યું- ઘણા રાજકીય નિષ્ણાતો કહેતા આવ્યા છે કે મહિલા શક્તિ મોદીના સાયલન્ટ મતદાર છે. પરંતુ મારા દેશની મહિલા શક્તિ મતદાર નથી, પરંતુ માતૃશક્તિનું સ્વરૂપ છે. દિવસના અંતે, PM એ તમિલનાડુના કોઈમ્બતુરમાં ચાર કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો.
પીએમ મોદીએ તમિલનાડુના કોઈમ્બતુરમાં 4 કિલોમીટર લાંબો રોડ શો કર્યો.
PM મોદીએ સોમવારે સાંજે તમિલનાડુના કોઈમ્બતુરમાં રોડ શો કર્યો હતો. ભાજપને અગાઉ આ માટે મંજુરી મળી નહોતી. 14 માર્ચે કોઈમ્બતુર બીજેપી જિલ્લા અધ્યક્ષ જે રમેશ કુમારે રોડ શો માટે પોલીસ પાસે મંજુરી માંગી હતી.
15 માર્ચની સવારે કાયદો અને વ્યવસ્થાને ટાંકીને પોલીસે રોડ શો માટે મંજુરી આપી નહોતી. આ પછી રમેશે મદ્રાસ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. કોર્ટે તમિલનાડુ પોલીસને કેટલીક શરતો સાથે પીએમ મોદીના રોડ શોને મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો.
દક્ષિણમાં ભાજપની સ્થિતિ શું છે?જો કેરળમાં છેલ્લી 3 લોકસભા ચૂંટણીની વાત કરીએ તો NDAને અહીં એક પણ સીટ નથી મળી. જો કે તેમની મતદાનની ટકાવારી વધી છે. તમિલનાડુમાં તેની સહયોગી પાર્ટી ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કરગમ (AIADMK)થી અલગ થઈ ગયા બાદ ભાજપ અહીં વિખેરાઈ ગયુ છે. તેલંગાણામાં 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 4 બેઠકો જીતી હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ અહીં કોંગ્રેસનો દબદબો જોવા મળી રહ્યો છે.
છેલ્લા 4 દિવસમાં દક્ષિણના રાજ્યોમાં PMની રેલીઓ…
15 માર્ચ- PM મોદીએ કેરળમાં કહ્યું: અહીં લોકો ભયભીત છે, ચર્ચના પાદરીઓ પણ હિંસાનો શિકાર બની રહ્યા છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 માર્ચે કેરળના પથનમથિટ્ટામાં જાહેર સભા કરી હતી. PMએ કહ્યું- આ વખતે કેરળમાં કમળ ખીલવા જઈ રહ્યું છે. ભાજપ અહીં યુવા ઊર્જાને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલા માટે કેરળના લોકો કહી રહ્યા છે કે અહકી બીર 400 પાર. હાલમાં કેરળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. ચર્ચના પાદરીઓ પણ હિંસાનો શિકાર બની રહ્યા છે.
15 માર્ચ- PMએ તમિલનાડુમાં કહ્યું: ભાજપનું પ્રદર્શન INDI ગઠબંધનનું અભિમાન ઉતારશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 માર્ચે તમિલનાડુના કન્યાકુમારીમાં જાહેર સભા પણ કરી હતી. PMએ કહ્યું- દેશના આ દક્ષિણ ભાગમાં કન્યાકુમારીથી આજે જે લહેર ઉભી થઈ છે, આ લહેર ખૂબ દુર સુધી જવાની છે. આ વખતે તમિલનાડુમાં ભાજપનું પ્રદર્શન ડીએમકે અને કોંગ્રેસના ભારત ગઠબંધનનું અભિમાન ઉતારી દેશે.
16 માર્ચ- PMએ તેલંગાણામાં કહ્યું: લોકો BRS સામે ગુસ્સે છે, લોકો ફરીથી મોદીને લાવશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024માં NDA ની પ્રચંડ જીત સુનિશ્ચિત કરવા 16 માર્ચે તેલંગાણાના નાગરકર્નૂલમાં રેલી યોજી હતી. પીએમે અહીં લોકોને કહ્યું કે તેલંગાણાના લોકોમાં BRS સામે આક્રોશ છે. લોકોએ મોદીને પરત લાવવાનો ફેંસલો સંભળાવી દીધો છે.
17 માર્ચ- મોદીએ આંધ્રમાં કહ્યું: કોંગ્રેસ ગઠબંધનનો ઉપયોગ કરીને ફેંકી દે છે, તેથી જ INDI ગઠબંધન બન્યું
17 માર્ચે આંધ્રપ્રદેશના પલનાડુમાં NDAની રેલીમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું- NDAમાં અમે બધાને સાથે લઈને ચાલીએ છીએ, બીજી તરફ કોંગ્રેસ પાર્ટી છે જેનો એકમાત્ર એજન્ડા ગઠબંધનના લોકોનો ઉપયોગ કરીને ફેંકી દેવાનો છે. આજે કૉંગ્રેસના લોકો ભલે મજબુરીમાં INDI ગઠબંધન બનાવતા હોય, પરંતુ તેમની વિચારસરણી એક જ છે.