48 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
સપ્તાહના અંતે વૈશ્વિક બજારોમાં બજારોમાં પેનીક સેલિંગ સાથે ભારતીય શેરબજાર પણ આજે ભારે ઘટાડા સાથે ખૂલ્યા બાદ ઈરાન – ઈઝરાયલ વચ્ચેના ઘર્ષણને રાજદ્વારી પ્રયાસો થકી અટકાવી શકાશે એવી અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં ધોવાણ અટક્યા સાથે ચાલુ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના આઈએમડીના અંદાજો એ આર્થિક આંકડાઓમાં મજબૂતી સાથે કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પોઝિટીવ રહેવાના આશાવાદ તેમજ લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ જતા વોટિંગ પોલના આધારે અપેક્ષિત સરકાર બનવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં રોકાણકારોએ નીચા મથાળે ખરીદી કરતા ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટી કરી અંતે બાઉન્સબેક થયા હતા.
બીએસઈ સેન્સેક્સમાં છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં 2550 પોઈન્ટ તૂટ્યા બાદ વોલેટિલિટીના અંતે આજે ઘટ્યા મથાળેથી 921.18 પોઈન્ટ અને ગઈકાલના બંધ સામે 599.34 પોઈન્ટ સુધરી સરેરાશ 1393.71 પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી 73000 પોઈન્ટની જયારે નિફ્ટી ફ્યુચરએ 22000 પોઈન્ટની સપાટી પાછી મેળવી હતી. બીએસઈ સેન્સેક્સ 599 પોઈન્ટના ઉછાળા સાથે 73088 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો તેમજ નિફ્ટી ફ્યુચર 71 પોઈન્ટના ઉછાળા સાથે 22126 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, જયારે બેન્ક નિફ્ટી ફ્યુચર 458 પોઈન્ટના ઉછાળા સાથે 47633 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.39% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.04% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર બેન્કેક્સ, મેટલ, ફાઈનાન્શિયલ સર્વિસીસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, કોમોડિટીઝ, એફએમસીજી, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ઓટો અને સર્વિસીસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3903 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 2073 અને વધનારની સંખ્યા 1717 રહી હતી, 113 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 3 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 9 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં બજાજ ફાઈનાન્સ 3.16%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 2.90%, એચડીએફસી બેન્ક 2.46%, જેએસડબ્લ્યુ સ્ટીલ 2.39% અને મારુતી સુઝુકી ઈન્ડિયા 2.20% વધ્યા હતા, જ્યારે એચસીએલ ટેક 1.20%, નેસ્ટલે ઈન્ડિયા 1.04%, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ 0.93%, લાર્સન એન્ડ ટ્રુબ્રો 0.89% અને ટાટા મોટર્સ 0.84% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 0.56 લાખ કરોડ વધીને 393.45 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 22 કંપનીઓ વધી અને 8 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22126 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22008 પોઇન્ટના પ્રથમ અને 21808 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22188 પોઇન્ટથી 22202 પોઇન્ટ, 22272 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 21808 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47633 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47373 પોઇન્ટના પ્રથમ અને 47303 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47808 પોઇન્ટથી 48008 પોઇન્ટ, 48108 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 48108 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી.
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ટાટા કન્ઝ્યુમર ( 1140 ) :- ટાટા ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1108 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1088 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1163 થી રૂ.1170 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1188 ઉપર તેજી તરફી ધ્યાન.
સન ટીવી ( 597 ) :- રૂ.05 ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.580 સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટીવી બ્રોડકાસ્ટિંગ એન્ડ સોફ્ટવેર પ્રોડક્શન સેક્ટરના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.609 થી રૂ.620 આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ.
એયુ બેન્ક ( 614 ) :- અધર બેન્ક સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.644 ના સ્ટોપલોસથી વેચાણલાયક. પ્રત્યાઘાતી ઘટાડે રૂ.597 થી રૂ.588 ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો.
અંબુજા સિમેન્ટ્સ ( 608 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.636 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.590 થી રૂ.577 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.650 નો સ્ટોપલોસ ધ્યાને લેવો.
બજારની ભાવિ દિશા…
મિત્રો, ઈરાન – ઈઝરાયલ વચ્ચે તણાવ વધી રહ્યો છે, જેનો સપોર્ટ ડોલરને મળ્યો છે. બીજી બાજુ અમેરિકી ફેડ રિઝર્વ પણ હાલ રેટ કટમાં વિલંબ કરે તેવો આશાવાદ નિષ્ણાતો દર્શાવી રહ્યા છે. જેના લીધે યુએસ ડોલર ઈન્ડેક્સ 6 માસની ટોચે પહોંચ્યો છે. ઈરાન – ઈઝરાયલ વચ્ચે વણસી રહેલા તણાવના પગલે ડોલર ઈન્ડેક્સ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. ઈરાન-ઈઝરાયલ યુદ્ધના પગલે ક્રૂડ ઝડપી તેજીથી આગળ વધી રહ્યું છે, જ્યારે બીજી બાજુ ડોલર ઈન્ડેક્સ પણ મજબૂત બન્યો છે. પરિણામે આગામી સમયમાં દેશમાં પેટ્રોલ – ડીઝલ મોંઘા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે.
ભારત પેટ્રોલ-ડીઝલની કુલ વપરાશના 80% માંગ આયાત મારફત પૂરી કરે છે. રૂપિયામાં કડાકાના પગલે ભારત દ્વારા થતી આયાતો મોંઘી થશે. વિશ્વના 85% વેપાર અમેરિકી ડોલર મારફત થાય છે. વિદેશી રોકાણ પણ ઘટવાની ભીતિ દર્શાવાઈ રહી છે. મોટાભાગની આયાતમાં એક્સચેન્જ રેટ તરીકે ડોલરનો ઉપયોગ થતો હોવાથી અગામી દિવસોમાં ફુગાવો વધી શકે છે, ઉપરાંત ડોલરની મજબૂતીના કારણે વિદેશી રોકાણકારો ભારતમાંથી રોકાણ પાછું ખેંચશે તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે તેમજ નવા રોકાણો પર વિરામ લગાવશે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.