35 મિનિટ પેહલાલેખક: નિખિલ ભટ્ટ
- કૉપી લિંક
ઈઝરાયેલ દ્વારા સીરિયામાં ઈરાનના દૂતાવાસ નજીક અટેક બાદ બદલો લેવા ઈરાન દ્વારા ઈઝરાયેલ પર ડ્રોન, મિસાઈલ હુમલા થતાં બન્ને દેશો વચ્ચે ઘર્ષણને લઈ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં વૈશ્વિક બજારોમાં ઘટાડા ભારતીય શેરબજારમાં ફોરેન ફંડોની જંગી વેચવાલીએ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઇઝ્ડ ઘટાડો નોંધાયો હતો. અલબત બજારોમાં આજે પેનીક સેલિંગ બાદ બન્ને દેશો વચ્ચેના ઘર્ષણને રાજદ્વારી પ્રયાસો થકી અટકાવી શકાશે એવી અપેક્ષાએ વૈશ્વિક બજારોમાં ધોવાણ અટક્યા સાથે અને ચાલુ વર્ષે ભારતમાં ચોમાસું સામાન્યથી સારૂ રહેવાના આઈએમડીના અંદાજો એ ભારતીય શેરબજારમાં ફંડો, મહારથીઓએ ઓઈલ એન્ડ ગેસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, એફએમસીજી, પાવર અને હેલ્થકેર શેરોમાં લેવાલી કરતા મોટું ધોવાણ અટક્યું હતું, જયારે ઈન્ડસ્ટ્રીયલ્સ, યુટિલિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી અને ઓટો શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. બીએસઈ સેન્સેક્સ 456 પોઈન્ટના ઘટાડા સાથે 72943 પોઈન્ટ આસપાસ બંધ રહ્યો હતો તેમજ નિફ્ટી ફ્યુચર 146 પોઈન્ટના ઘટાડા સાથે 22211 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી, જયારે બેન્ક નિફ્ટી ફ્યુચર 140 પોઈન્ટના ઘટાડા સાથે 47711 પોઈન્ટ આસપાસ બંધ રહી હતી. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.05% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.57% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર આઈટી, ટેક, બેન્કેક્સ, ટેલિકોમ્યુનિકેશન, મેટલ, રિયલ્ટી, ફાઈનાન્શિયલ સર્વિસીસ, કેપિટલ ગુડ્સ, કોમોડિટીઝ અને સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 3933 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1567 અને વધનારની સંખ્યા 2251 રહી હતી, 115 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 4 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 12 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં ટાઈટન 1.26%, હિન્દુસ્તાન યુનિલિવર 1.20%, એચડીએફસી બેન્ક 0.97%, મારુતી સુઝુકી ઈન્ડિયા 0.62% અને પાવર ગ્રિડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 0.07% વધ્યા હતા, જ્યારે ઈન્ફોસિસ 3.65%, ઈન્ડસઈન્ડ બેન્ક 3.12%, વિપ્રો 2.32%, બજાજ ફિનસર્વ 2.31% અને એચસીએલ ટેક 1.94% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન 0.21 લાખ કરોડ ઘટીને 394.42 લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી 7 કંપનીઓ વધી અને 23 કંપનીઓ ઘટી હતી.
નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 22211 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 22088 પોઇન્ટના પ્રથમ અને 22008 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે 22272 પોઇન્ટથી 22303 પોઇન્ટ, 22373 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 22008 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ…
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 47711 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 47474 પોઇન્ટના પ્રથમ અને 47404 પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે 47808 પોઇન્ટથી 47979 પોઇન્ટ, 48008 પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. 47404 પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!
ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
એચડીએફસી બેન્ક ( 1515 ) :- એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1488 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1480 ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1527 થી રૂ.1534 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.1540 ઉપર તેજી તરફી ધ્યાન…!!
એચસીએલ ટેક્નોલોજી ( 1474 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1454 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1440 ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.1488 થી રૂ.1490 ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!
હેવેલ્સ ઈન્ડિયા ( 1491 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.1515 આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.1474 થી રૂ.1460 ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.1523 નો સ્ટોપલોસ ધ્યાને લેવો..!!
ઈપ્કા લેબોરેટરીઝ ( 1337 ):- રૂ.1360 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1373 ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.1303 થી રૂ.1288 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1380 ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!
બજારની ભાવિ દિશા….
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધની સ્થિતિ વણસી રહી છે, જેથી બજારમાં ક્રૂડના ટોચના ઉત્પાદકો પૈકી એક ઓપેક દેશોમાં ક્રૂડના પુરવઠા પર અસર થવાની ભીતિ જોવા મળી છે. ઇઝરાયલ-ઇરાન યુદ્ધના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ લગભગ છ મહિનાના ઉચ્ચ સ્તરે છે. કોમોડિટી નિષ્ણાતોએ ઈરાન-ઈઝરાયલ વચ્ચે તણાવ વધે તો ક્રૂડ 100 ડોલર પ્રતિ બેરલની સપાટીએ પહોંચવાની શક્યતા દર્શાવી રહ્યા છે. ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો નોંધાતા 80% આયાત પર નિર્ભર ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થવાની સંભાવના વધી છે. ક્રૂડમાં તેજી માટે પરિબળો ઈરાનના ઈઝરાયલ હુમલા બાદ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. જેમાં તમામ નેતાઓ જવાબી કાર્યવાહી કરવા સમર્થન આપ્યું છે.
અમેરિકાએ પણ આ સંકટને એલર્ટ મોડ પર મૂક્યું છે. ઈઝરાયલે યોગ્ય સમયે જવાબ આપવાની ચેતવણી આપી છે. એકંદરે, વધતા તણાવને પગલે ભારત સહિત વૈશ્વિક બજારોમાં સાવચેતીના વલણ સાથે વેચવાલી જોવા મળી હતી. પરિણામે વોલેટિલિટી વધી છે. નિષ્ણાતોના મતે વધતા તણાવમાં ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપી વધારો નોંધાઈ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પણ પહોંચી શકે છે. ઈરાનના હુમલાના લીધે ઈઝરાયલ અને ઈરાન વચ્ચે જિઓ પોલિટિકલ ક્રાઈસિસમાં વધારાના લીધે અગામી દિવસોમાં ભારતીય શેરબજારમાં અસ્થિરતા જોવા મળી શકે છે તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.