5 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફિલ્મ મેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાનની ડિલિવરી દરમિયાન કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન તેને મળવા આવ્યો હતો. ફરાહ 35 દર્દીઓ સાથે હોસ્પિટલમાં હતી. શાહરુખ જ્યારે ફરાહને મળવા ગયો ત્યારે થોડીવાર માટે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. શાહરુખને જોઈને ત્યાં હાજર દરેક લોકો ઉત્સાહિત થઈ ગયા હતા.
લોકો શાહરુખને જોવા માટે ડ્રિપ લઈને બહાર આવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ફરાહ ખાન 2008માં એક સાથે ત્રણ બાળકોની માતા બની હતી. ણે IVF ટેકનિકની મદદથી ત્રણેય બાળકોને જન્મ આપ્યો.
શાહરુખને જોતાં જ નાસભાગ શરૂ થઈ ગઈ હતી
નોવા IVF ઇન્ફર્ટિલિટી યુટ્યુબ ચેનલ સાથે વાત કરતી વખતે ફરાહ ખાને તેની ગર્ભાવસ્થા અને ડિલિવરીની યાદો શેર કરી. આ એપિસોડમાં તેમણે શાહરુખ ખાનનો ઉલ્લેખ કર્યો હતો. ફરાહે કહ્યું- મારી ડિલિવરીના દિવસે શાહરુખ મને હોસ્પિટલમાં મળવા આવ્યો હતો.
મને જે રૂમમાં દાખલ કરવામાંઆવી હતી ત્યાં પહેલેથી જ 35 મહિલાઓ હતી. દરેકના હાથમાં ડ્રિપ હતાં. શાહરુખને જોઈને તે પાગલ થઈ ગઈ હતી. તેમની એક ઝલક માટે મહિલાઓ ડ્રિપ લઈને બહાર આવી ગઈ હતી.
શાહરૂખ અને ફરાહ વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ છે
મુશ્કેલ સમયમાં શાહરૂખે મને હિંમત આપી
ફરાહે કહ્યું કે શાહરુખ એ વ્યક્તિ હતો જેમણે ખરાબ સમયમાં સૌથી વધુ સાથ આપ્યો છે. ફરાહ ‘ઓમ શાંતિ ઓમ’ના શૂટિંગ દરમિયાન ગર્ભ ધારણ કરવા માગતી હતી. ફરાહે કહ્યું- ઓમ શાંતિ ઓમના શૂટિંગ દરમિયાન ડોક્ટરે મને કહ્યું કે હું આ વખતે પણ પ્રેગ્નન્ટ ના થઇ શકી. આ સાંભળીને હું ખૂબ રડી હતી.
શાહરુખ સમજી ગયો કે કંઈક ખોટું છે. તેમણે મને તેની વેનિટી વેનમાં બોલાવી અને ઘણું સમજાવ્યું. મને આરામ કરવાની સલાહ પણ આપી.
શાહરુખ અને ફરાહે ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું છે
ફરાહે શાહરુખની ત્રણ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે
ફરાહ ખાનની પ્રથમ દિગ્દર્શિત ફિલ્મ’ મૈં હૂં ના’માં શાહરુખ મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મે ફરાહને ડિરેક્ટર તરીકે ઈન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરી. આ પહેલાં તે માત્ર ડાન્સ કોરિયોગ્રાફર તરીકે જ જાણીતી હતી.
2008માં ફરાહે ‘ઓમ શાંતિ ઓમ’નું નિર્દેશન કર્યું જે વધુ સફળ રહ્યું. આ ફિલ્મ દ્વારા શાહરુખ અને ફરાહે ઈન્ડસ્ટ્રીના લગભગ તમામ મોટા સ્ટાર્સને એક છત નીચે લાવ્યા હતા. ફરાહે શાહરુખની બીજી ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’નું પણ નિર્દેશન કર્યું હતું. આ ફિલ્મ વ્યવસાયિક રીતે સફળ રહી હતી.