સુરત1 મિનિટ પેહલા
- કૉપી લિંક
21 એપ્રિલના રોજ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. પાંચમાં દિવસે કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણી પર આકરા પગલા લેવામાં આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાના અંતે હકીકતોને ધ્યાને લઈને નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે બીજી બાજુ સુરતમાં લોકસભાના ઉમેદવાર એવા નિલેશ કુંભાણીનું ફોર્મ ભરાતા જ રદ થતા ચારે કોરથી આપ અને કોંગ્રેસ દ્વારા નિલેશ કુંભાણીનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા નિલેશ કુંભાણીના ઘર બહાર ગદ્દાર અને લોકશાહીના હત્યારા જેવા બેનર લગાવ્યા બાદ આજે કોંગ્રેસ દ્વાર સિટી બસ અને રિક્ષાઓ પર ‘દલાલનો દલાલ લોકશાહીનો હત્યારો’ લખાણ સાથેના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.
નિલેશ કુંભાણી છ વર્ષ માટે સસ્પેન્ડ સમિતિની મળેલી બેઠકમાં