રાજકોટ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, ઓડિશાના રાયગઢમાં ગંભીર પ્રકારનો ગુનો આચરી એક આરોપી આજીડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં છુપાયો છે. આ શખ્સ વિરૂધ્ધ 10 વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા નિપજાવવાનો ગુનો ઓડિશાના મુનીગુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. ટીમે તપાસ કરતાં હરિશરામ રાજેશરામ રામ (ઉ.વ.24) નામનો શખ્સ આજીડેમ ચોકડી નજીક યુવરાજ નગરમાંથી પકડાઇ ગયો હતો. તે 10 વર્ષની બાળકીનું અપહરણ કરી ગળાટુંપો દઇ હત્યા કરી રાજકોટ ભાગી આવ્યો હતો. અહિ તેનો ભાઇ રહેતો ત્યાં આવી ગયો હતો અને મજૂરીએ વળગી ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણે બાળાનું અપહરણ બળાત્કારના ઇરાદે કર્યુ હોવાની કબૂલાત આપી હતી. જેમાં સફળ ન થતાં ગળાટુંપો દઇં હત્યા કરી નાસી છૂટ્યો હતો. હાલ ઓડિશા પોલીસ આ આરોપીનો કબ્જો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગેરકાયદેસર હથિયાર સાથે એકની ધરપકડ રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.