@divyasardargroup 0 Subscribers Active 6 months, 1 week ago
  • એક 'સ્મિતે' આખા પરિવારને રડાવ્યો: સુરતના સરથાણામાં પુત્રએ આચરેલી ક્રુરતાને માતાએ શબ્દોમાં વર્ણવી, કહ્યું- 'હું એકલો પડી ગયાનું કહી પુત્ર અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા' – Surat News સુરતમાં 27 ડિસેમ્બર વહેલી સવારે એક હચમચાવી નાખે તેવી ઘટના બની હતી. સરથાણા વિસ્તારમાં એક 35 વર્ષીય યુવકે ચપ્પુ વડે પોતાની પત્ની અને દીકરાની ગળું કાપી હત્યા કરી હતી. ત્યારબાદ માતા પિતાની પણ ગળું કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે પોતાને પણ ચપ્પુના ઘ.સ્મિત જીયાણીએ જ્યારે માતા પર ચપ્પુંથી હુમલો કર્યો ત્યારે માતાએ એક તમાચો ઝીંકી દીધો હતો અને ચપ્પુ પણ તૂટી ગયું હતું. જો કે, દીકરા પર ખુન સવાર હોય તેમ તુટી ગયેલા ચપ્પુથી પોતાના હાથ, ગળું અને છાતી પણ ઘા માર્યા હતા. હાલ તો યુવાન અને તેના માતા પિતા સારવાર હેઠળ છે. જ્યારે યુવક વિરૂદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.સ્મિત જીયાણી પત્ની અને પુત્ર સાથેસ્મિત એકલો પડી ગયાનું રટણ કરતો હતો- માતા ગળું કપાયેલી હાલતમાં દીકરા સ્મિત જીયાણીની ક્રૂરતા અંગે જણાવ્યું હતું કે, હું એકલો છું, એટલે મગજમાં ટેન્શન ભરાઈ ગયું છે. હું એકલો છું, હું એકલો રહી ગયો છું સ્મિત કહ્યા કરતો હતો. મારા જેઠનું અવસાન થયું હતું. પાંચ દિવસથી અમે તેમના ઘરે બેસવા જતા હતા. જોકે મારા જેઠના દીકરાઓએ કહી દીધું કે હવે તમે અમારા ઘરે નહીં આવતા. મારા જેઠ અને મારા પતિ બંને હીરાનું સાથે કામકાજ કરતા હતા. જેને લઈને બંને વચ્ચે મન દુઃખ થઈ ગયું હતું.મારા પતિને એ પાંચ ભાઈઓ છે. જેમાં મારા પતિ નો છેલ્લો નંબર છે એટલે કે અમે સૌથી નાના છીએ. મારા બધા જેઠ ને બધા એક થઈ ગયા અને સ્મિત અને તેના પિતાને અલગ કર્યા હતા. મારા જેઠનું અવસાન થઈ ગયું અને ત્યાં જતા અમને આવવાની પણ મનાઈ કરી દીધી હતી. મારો દીકરો એકલો થઈ ગયો હોવાથી ઘાંઘો થયો હતો કહેતો હતો કે મમ્મી હું શું કરું. મેં તેને કહ્યું હતું કે બેટા એકલા હોય તો શું કરીએ ભગવાન બધાના હોય છે. દુનિયામાં એકલા હોઈએ તો એકલા રહેવાય. એ બધાએ એક થઈ ગયા છે અને અમારી પાસે પૈસા માગ્યા કરતા હતા. પૈસા ન આપે તો કહેતા કે તને નહીં આવવા દઈએ.’અમે હોલમાં સૂતા હતા ત્યારે સ્મિત આવ્યો અને ચપ્પુના ઘા મારવા લાગ્યો’ હું અને મારા પતિ ફ્લેટમાં હોલમાં સુતા હતા. ત્યારે અચાનક સ્મિત થશે આવ્યો હતો અને ચપ્પુ ના ઘા મારવા લાગ્યો હતો. હું ઊંઘમાંથી જાગી ક્યારે તે ચપ્પુના ઘા મારી રહ્યો હતો. જેથી મેં તેનો હાથ અને ચપ્પુ પકડી લીધા હતા. પછી મેં તેને એક તમાચો પણ માર્યો હતો અને ચપ્પુ પણ તૂટી ગયું હતું. ચપ્પુના ઘા મારવા જતાં જ મેં હાથ આડે કરતા ચપ્પુ ભાંગી ગયું હતું. ત્યાં સુધીમાં મને ગળા પર ઘા મારી દીધો હતો. ત્યારબાદ સ્મિતે પોતાને હાથ છાતી અને ગળા પર ચપ્પુના ઘા માર્યા હતા.દીકરા દ્વારા ક્રૂરતા પૂર્વક હુમલાબાદ માતા ગળું કપાયેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યા હતા અને બુમાબૂમ કરી હતી કે સ્મિતએ બધાને મારી નાખેલ છે મારી નાખેલ છે તેવી બુમાબુમ કરતા હતા. જેથી પાડોશીઓ દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી ત્યારબાદ માતા-પિતા અને સ્મિતને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે ચાર વર્ષે દીકરો અને પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.સ્મિતે ચપ્પુના ઘા મારી પત્ની અને પુત્રની હત્યા નિપજાવી મુળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને છેલ્લા ઘણા સમયથી સુરત શહેરમાં સરથાણામાં સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતાં 35 વર્ષીય સ્મીત જીયાણીએ 27 ડિસેમ્બર વહેલી સવારે સાત વાગ્યાની આસપાસ બેડરૂમમાં નિંદ્રાધીન 30 વર્ષીય હિરલ અને માત્ર ચાર વર્ષના માસુમ પુત્ર ચાહિત જીયાણીના ચપ્પુ વડે ગળા કાપી મોતને ઘાટ ઉતાર્યા હતા. પુત્ર અને પત્નીને ઊંઘમાં જ મોતને ઘાટ ઉતાર્યા સમયે સ્મિત રટણ કરતો હતો કે હું એકલો પડી ગયેલ છું હવે આપણ કોઇ રહ્યું નથી.માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યા બાદ પોતે પણ મરી જવાનો પ્રયાસ કર્યો પુત્ર અને પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ સ્મીતે બાજુના હોલમાં સુઈ રહેલા પોતાના પિતા લાભુ જીયાણી અને માતા વિલાસ જીયાણી પર પણ ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિવારના તમામ સભ્યો પર જીવલેણ હુમલા બાદ સ્મીતે પણ પોતાના હાથની નસો કાપી, ગળા પર અને છાતી પર ચપ્પુના ઘા મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પુત્ર દ્વારા અચાનક કરવામાં આવેલ હુમલાને પગલે માતા અને પિતા અવાક રહી ગયા હતા અને લોહી લુહાણ હાલતમાં ઘરની બહાર નીકળીને બુમાબુમ કરવા લાગતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.પડોશીઓ સમગ્ર ઘટના અંગે કંઈ સમજે -વિચારે તે પહેલાં તો ઘરની હાલત જોઈને જ તેઓ ડઘાઈ ગયા હતા. માસુમ બાળક અને પત્નીનું તો ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે સ્મીત સહિત માતા અને પિતાની ગંભીર હાલતને ધ્યાને રાખીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પત્ની -પુત્રની ઘાતકી હત્યા અને માતા- પિતાને પણ જાનથી મારી નાખવાના પ્રયાસ બાદ પોતે આપઘાત કરવાનો પ્રયાસ કરનાર સ્મીતના હિચકારા કૃત્યને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.ઘટના અંગે જાણ થતાં જ પોલીસ ઉચ્ચાધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે ઘસી ગયો હતો. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસ દરમિયાન માસુમ પુત્ર ચાહિત અને પત્ની જમીન પર લોહીલુહાણ હાલતમાં નજરે પડ્યા હતા. જ્યારે પિતાના ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. માતાના ગળાના ભાગે ચપ્પુના ઘા મારતાં તેઓની શ્વાસનળીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને પણ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે.હત્યારા સ્મિતે પોતે આપઘાતનો પ્રયાસ કરવા માટે બંને હાથની નસ કાપી, છાતી પર ચપ્પુના ઘા અને ગળા પર પણ ઘા મારી ઇજા કરતા તેને પણ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. હાલના તબક્કે પોલીસ દ્વારા સ્મીત વિરૂદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.મોટાબાપાના નિધન બાદ પિતરાઈ ભાઈઓ સાથે બોલાચાલી થઈ હતી સરથાણા ખાતે રહેતા અને ઓનલાઈન ધંધો કરનાર સ્મિત જીયાણીના મોટા બાપાનું પાંચ દિવસ પૂર્વે જ અવસાન થયું હતું. જેને પગલે છેલ્લા પાંચેક દિવસથી જીયાણી પરિવાર પોતાના પિતરાઈ ભાઈને ત્યાં બેસવા માટે જતો હતો. અલબત્ત, ગત રોજ મોટા બાપાના પુત્રની સ્મિત જીયાણી સાથે બોલાચાલી થઈ હતી અને આ દરમિયાન પિતરાઈ ભાઈએ સ્મિતને કોઈપણ પ્રકારના પારિવારિક સંબંધો ન રાખવાની સાથે બીજી વખત ઘરે ન આપવવા માટે પણ ટકોર કરી હતી. જેને પગલે માઠું લાગી આવતાં સ્મીત દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની પ્રાથમિક તપાસમાં પોલીસ જણાવી રહી છે.સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવનાર હિચકારી ઘટનાને પગલે પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. પોલીસ દ્વારા આરોપી સ્મિતને હાલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. હાલના તબક્કે પારિવારિક કંકાશમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે પોલીસ દ્વારા હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ તુટી ગયેલું ચપ્પુ જપ્ત કરી તપાસ હાથ ધરવામાં આવી છે.આ સમગ્ર ઘટનામાં સરથાણા પોલીસ દ્વારા આરોપી સ્મિત ના પિતા ની હાલત થોડીક સ્ટેબલ થતા તેમનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે પારિવારિક ઘર કંકાસ પણ ચાલતો હતો, આ સાથે જ પિતરાઇ ભાઈઓ દ્વારા પણ સંબંધ તોડી નાખતા આ ઝઘડામાં વધારો થયો હતો. બંને પતિ પત્ની વચ્ચે પણ થોડા ઝઘડાઓ થતા હતા. પત્ની ઓનલાઇન નાની મોટી ચીજ વસ્તુઓ વેચવાનું શરૂ કરવા માગતી હતી. જોકે સ્મિત કહેતો હતો કે તમે કહી દો અને શરૂ થઈ જાય તેવું નથી. જેને લઈને પણ નાના-મોટા ઝઘડાઓ થયા કરતા હતા. ઘરમાં સાસુ વહુના પણ નાના મોટા ઝઘડાઓ થતા રહેતા હતા. આ બધા વચ્ચે થોડું દેવું પણ થઈ જવાના કારણે સ્મિત ટેન્શનમાં રહેતો હતો.સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્મિતે મરવા માટે અલગ અલગ તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કર્યો હતો. માતા-પિતાને ચપ્પુના ઘા મારવા જતા તૂટી ગયેલા ચપ્પુથી પોતાને ઘા માર્યા હતા. ત્યારબાદ રેઝર વડે બંને હાથના કાંડાઓ કાપ્યા હતા. આ સાથે જ નાની કાતર વડે પણ ગાળાના ભાગે ઘા માર્યા હતા. જ્યારે અન્ય એક ચપ્પુ વડે છાતીના ભાગે પણ ઘા માર્યા […]

  • IND Vs AUS: ટીમ ઈન્ડિયા ભારે દબાણ હેઠળ ઉતરશે: જયસ્વાલના આઉટ થયા પછી ધડાધડ વિકેટ ગુમાવી; આજે પંત-જાડેજા પર દારોમદાર Gujarati NewsSportsCricketRishabh Pant; India Vs Australia 4th Test Day 3 Melbourne | Ravindra Jadeja |Scott Boland | Jasprit Bumrah | Sam Konstas | Pat Cummins | Yashasvi Jaiswal | Virat Kohliસ્પોર્ટ્સ ડેસ્ક30 મિનિટ પેહલાકૉપી લિંકબોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટનો આજે ત્રીજો દિવસ છે. ભારતીય ટીમ પર ફોલોઓનનો ખતરો મંડરાઈ રહ્યો છે. ટીમે બીજા દિવસે સ્ટમ્પસ સુધીમાં 164 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. રિષભ પંત 6 રને અને રવીન્દ્ર જાડેજા 4 રને અણનમ પરત ફર્યા હતા. ભારતે ફોલોઓનથી બચવા માટે વધુ 111 રન બનાવવા પડશે. આ મેચમાં ફોલોઓન માર્ક 275 રન છે.મેલબોર્નના MCG સ્ટેડિયમમાં રમાઈ રહેલા ચોથી ટેસ્ટના બીજા દિવસે ઓસ્ટ્રેલિયાએ 474 રન બનાવ્યા હતા. જેમાં સ્ટીવ સ્મિથે 140 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી હતી. આકાશ દીપે 2 અને વોશિંગ્ટન સુંદરને 1 વિકેટ મળી હતી.ટીમ ઈન્ડિયા તરફથી પહેલી ઇનિંગમાં યશસ્વી જયસ્વાલે 82 રન બનાવ્યા હતા. જ્યારે વિરાટ કોહલી 36 રન કર્યા હતા. બન્ને વચ્ચે 102 રનની પાર્ટનરશિપ થઈ હતી. રોહિત શર્મા (3 રન) અને કેએલ રાહુલ (24 રન)ને પેટ કમિન્સે પેવેલિયન મોકલ્યા હતા. સ્કોટ બોલેન્ડને 2 વિકેટ મળી હતી.ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં સ્ટીવ સ્મિથે 197 બોલમાં 140 રન બનાવ્યા હતા. તેણે તેની ટેસ્ટ કારકિર્દીની 34મી સદી ફટકારી હતી. ભારત સામે આ તેની 11મી સદી છે.ભારતે 6 રનમાં 3 વિકેટ ગુમાવી ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરવા આવ્યા હતા. પરંતુ રોહિત શર્મા ઇનિંગની બીજી ઓવરમાં કાંગારૂ કેપ્ટન પેટ કમિન્સના બોલ પર આઉટ થયો હતો. જ્યારે કેએલ રાહુલ યોગ્ય લયમાં હોય તેવું લાગતું હતું પરંતુ તેને પણ પેટ કમિન્સે બોલ્ડ કર્યો હતો.આ પછી કોહલી અને યશસ્વીએ મળીને 102 રનની ભાગીદારી કરી હતી. પરંતુ તે પછી યશસ્વી જયસ્વાલ રન લેવાનો પ્રયાસ કરતી વખતે 82 રને રનઆઉટ થયો હતો. આ પછી સ્કોરબોર્ડમાં વધુ એક રન ઉમેરાયો જ્યારે સ્કોટ બોલેન્ડે પિચ પર સેટલ થયેલા વિરાટ કોહલીને એલેક્સ કેરીના હાથે વિકેટ પાછળ કેચ આઉટ કરાવ્યો. ત્યારબાદ નાઈટવોચમેન આકાશ દીપ (0) આઉટ થયો હતો. આ રીતે યશસ્વી, કોહલી અને આકાશ દીપની વિકેટ 6 રનમાં જ પડી ગઈ હતી.કોહલી અને યશસ્વીએ વચ્ચે 102 રનની ભાગીદારી થઈ હતી.મેલબોર્ન ટેસ્ટ માટે બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.ઓસ્ટ્રેલિયા (AUS): પેટ કમિન્સ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, નાથન […]

  • વોર્ડ પ્રમુખની નિમણૂકનો વિવાદ: અમદાવાદના કુબેરનગર વોર્ડમાં રામપ્યારે ઠાકુરની ઉંમર મોટી હોવા છતા 45થી ઓછી બતાવી હોવાનો આક્ષેપ, યોગ્ય તપાસની માગ – Ahmedabad News ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનની પ્રક્રિયા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં 40 વોર્ડ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કુબેરનગર વોર્ડના પ્રમુખ તરીકે જેનું નામ જાહેર કરવામાં આવ્યું છે તેના નામને લઈ અન્ય કાર્યકર્તાઓમાં નારાજગીનો સૂર ઉઠ્યો.દિવ્યભાસ્કરે કુબેરનગર વોર્ડ પ્રમુખ તરીકે નિમણુક પામેલા રામપ્યારે ઠાકુરને તેમની ઉંમર ખરેખર 44 વર્ષ છે કે 49 વર્ષ તે મામલે થયેલા આક્ષેપોને લઈને આ મામલે ટેલીફોનિક સંપર્ક કર્યો હતો. જ્યારે તેઓને સવાલ કરવામાં આવ્યો કે ઇલેક્શન કાર્ડમાં મુજબ ઉંમર 49 વર્ષ અને જન્મના પ્રમાણપત્ર મુજબ 44 વર્ષ દર્શાવે છે જેથી તેઓએ જન્મ તારીખ અંગેનો સવાલ કરતાંની સાથે જ ફોન કાપી નાખ્યો હતો અને ત્યારબાદ સતત ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ ફોન ઉપાડ્યો નહોતો.ચૂંટણી અધિકારી મયુર દવે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કુબેરનગર વોર્ડમાં કાર્યકર્તાઓ દ્વારા ઉમેદવાર રામ પ્યારે ઠાકુરની ઉમર 49 વર્ષોમાં અંગેની રજૂઆત કરી હતી ત્યારે તેઓની પાસે જન્મનું પ્રમાણપત્ર અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું હતું જેમાં તેઓએ જન્મનો દાખલો રજૂ કર્યો હતો. તેમાં તેમની ઉંમર 44 વર્ષ થતી હતી. ઉંમરના પુરાવા તરીકે જન્મનું પ્રમાણપત્ર અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જરૂરી હોય છે. જેમાં તેઓ જન્મનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.ભાજપના એક કાર્યકર્તાએ દિવ્ય ભાસ્કરને નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જ્યારે ચૂંટણી અધિકારી અમારા વોર્ડમાં સેન્સ પ્રક્રિયા લેવા માટે આવ્યા હતા તે સમયે રામ પ્યારે દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું અને જેમાં ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા ત્યારે ચૂંટણી અધિકારીનું કાર્યકર્તાઓએ ધ્યાન પણ દોર્યું હતું કે આ ઉમેદવારની ઉંમર 49 વર્ષ છે તેમણે જે પુરાવા રજૂ કર્યા છે તે ખોટા છે તેમ છતાં પણ આજે તેમનું વોર્ડ પ્રમુખ તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છેગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા વોર્ડ અને તાલુકા પ્રમુખોની નિમણૂક માટે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા જેમાં કુબેરનગર વોર્ડમાંથી ઉપ-પ્રમુખ તરીકે જવાબદારી નિભાવતા રામપ્યારે ઠાકુર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું જેમાં તેઓએ પોતાના જન્મના દાખલાની ઝેરોક્ષ પણ જોડાણ કરી હતી. આજે શુક્રવારે અમદાવાદ મહાનગરના 40 વોર્ડ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે જેમાં કુબેરનગર વોર્ડમાંથી રામપ્યારે ઠાકુરના નામની જાહેરાત થતા ની સાથે જ કુબેરનગર વોર્ડના ભાજપના કાર્યકર્તાઓમાં અચંબો ફેલાયો હતો કારણ કે રામપ્યારેની ઉંમર ઇલેક્શન કાર્ડ મુજબ 49 વર્ષ છે પરંતુ તેઓના જન્મના દાખલામાં 1980 ની જન્મ તારીખ દર્શાવીને 44 વર્ષની ઉંમર દર્શાવી દીધી છે.આ સમગ્ર મામલો સામે આવતાની સાથે જ ભાજપના જ કાર્યકર્તાએ પ્રદેશ અને શહેર કક્ષાના પદાધિકારીઓને પત્ર અને મેસેજથી જાણ કરી છે કે કર્ણાવતી મહાનગર નરોડા વિધાનસભામાં આવેલા વોર્ડ નંબર 14 કુબેરનગરમાં વોર્ડ પ્રમુખ ઉમેદવારી માટે રામપ્યારે ઉમાકાંત સિંઘ ઠાકુર દ્વારા વોર્ડ પ્રમુખ માટેની દાવેદારી નોંધાવેલી છે. મારી જાણ મુજબ તેમણે ઉંમર ના ખોટા પુરાવા અથવા પુરાવા સાથે ચેડા કરી પાર્ટીને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો કર્યા છે જેમાં તેમને એમની ઉંમરની ઓછી દર્શાવી ગુનાહિત પ્રવૃત્તિ છે.હાલ પાર્ટી સંગઠનની ચુનાવી પ્રક્રિયામાં મહાનગરના વોર્ડ પ્રમુખ માટે ની બધું માં વધુ ઉંમર 45 વર્ષ રાખેલી છે.એક કાર્યકર તરીકે મારી આપને વિનંતી છે હાલ કુબેરનગર વોર્ડ પ્રમુખના ઉમેદવાર રામપ્યારે ઠાકુરની ઉંમરની ખરાઈ માટે તેમના જન્મનો દાખલો અથવા સ્કૂલ સર્ટી મગાવી ઉંમરની ખરાઈ કરશો.અને તેમની ઉંમર 45થી બધું નિકળે તો તેમની ઉમેદવારી તાત્કાલિક રદ્દ કરી પાર્ટીને ગેરમાર્ગે દોરવા બદલ સસ્પેન્ડ કરવા જોઇએ તેવી મારી લાગણી છે. પાર્ટીની ગાઈડલાઇન પ્રમાણે હાલ વોર્ડ પ્રમુખ માટેની ઉંમર 45 હોવી જોએ પરંતુ વોટિંગ કાર્ડને આધારે જોવા જઈએ તો રામપ્યારે ઠાકુરની ઉંમર હાલ 49 છે એમને ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને પાર્ટીને ગેરમાર્ગે દોર્યા છે.હું આપને જણાવવા માગું છું કે વોટર હેલ્પલાઇનમાં એમની ડિટેલ્સ આપને ફોટો સાથે અટેચ કર્યા છું જેમાં એમનું વોટિંગ નંબર છે. તેમના બીજા ડોક્યુમેન્ટમાં ઉંમર 6-7-1975 દર્શાવે છે. જેની નકલ આ સાથે સંલગ્ન છે. જન્મ દાખલા જે રજૂ કર્યું છે. તે પણ શંકાસ્પદ છે. તેની પણ ખરાઈ કરવા આપને નોંધ લે […]

  • 28 ડિસેમ્બરનું ટેરો રાશિફળ: મિથુન જાતકોને કેટલાક અધૂરાં કામ પૂરાં થવાની સંભાવના, કર્ક જાતકોને નવો પ્રોજેક્ટ અથવા નોકરીની ઓફર મળી શકે ; જાણો અન્ય માટે દિવસ કેવો રહેશે Gujarati NewsDharm darshanJyotishGeminis Are Likely To Complete Some Unfinished Work, Cancers May Get A New Project Or Job Offer; Know How The Day Will Be For Others2 કલાક પેહલાકૉપી લિંક28 ડિસેમ્બર, શનિવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર ડો.બબીના પાસેથી..મેષTEN ON WANDSતમને તમારી મહેનત અને સંઘર્ષનું ફળ મળશે. લોકો તમારા પ્રયત્નોની પ્રશંસા કરશે અને તમને એવોર્ડ પણ મળી શકે છે. તમારી સફળતાનો આનંદ માણો. પરિવાર તરફથી પણ પૂરો સહયોગ મળશે. તમે તમારા જીવન ધ્યેય તરફ એક મજબૂત પગલું ભરશો. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને નવી તકો તમારા માટે આવશે. જૂના અધૂરા કામ પૂરા થશે અને સકારાત્મક પરિણામ મળશે. આ તમારા માટે નવી શરૂઆત અને સિદ્ધિઓનો સમય છે.કરિયરઃ- આજે કાર્યસ્થળમાં પ્રમોશન કે નવી જવાબદારી મળવાના સંકેત છે. ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા પ્રાપ્ત થશે. ટીમ વર્કમાં તમારા યોગદાનની પ્રશંસા કરવામાં આવશે. નવા પ્રોજેક્ટ માટે તમારી પસંદગી થઈ શકે છે.લવઃ- લવ લાઈફમાં નવી ઉર્જા અને ખુશીઓ આવશે. તમારા જીવનસાથી સાથે ઊંડી સમજણ અને સ્નેહ વધશે. અવિવાહિત લોકો કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે. સંબંધ મજબૂત થશે.સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક ઉર્જા સારી રહેશે. તમને જૂના થાકમાંથી રાહત મળશે. નિયમિત કસરત અને સંતુલિત આહાર તમારા સ્વાસ્થ્યને સુધારશે. તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખો.લકી કલર: લીલોલકી નંબરઃ 6***વૃષભTHE EMPERORઆજનો દિવસ તમારા માટે સિદ્ધિઓ લઈને આવી શકે છે. તમે તમારી મહેનત ચાલુ રાખો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે. નવી શરૂઆત અને સફળતા તમારા દરવાજા પર ખટખટાવશે. તમારી યોજનાઓ પૂર્ણ થશે અને તમને તમારી મહેનતનું ફળ મળશે. તમે સંતુલિત અને સંપૂર્ણ અનુભવ કરશો. આગલા મોટા પગલા માટે તમારી જાતને તૈયાર કરો.કરિયરઃ- કાર્યસ્થળમાં તમારી સિદ્ધિઓની પ્રશંસા થશે. તમને કોઈ મોટા પ્રોજેક્ટ માટે પ્રમોશન અથવા જવાબદારી મળી શકે છે. ટીમ વર્કમાં તમારું નેતૃત્વ અસરકારક રહેશે.લવઃ- આજે તમે તમારા પ્રેમ જીવનમાં પૂર્ણતાનો અનુભવ કરશો. જીવનસાથી સાથેના સંબંધો ગાઢ અને મધુર રહેશે. અવિવાહિત લોકો કોઈ ખાસ વ્યક્તિ સાથે જોડાઈ શકે છે.સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક સંતુલન જળવાઈ રહેશે. યોગ અને ધ્યાન સકારાત્મક ઉર્જા પ્રદાન કરશે. તમે સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો. નિયમિત દિનચર્યા અને પૌષ્ટિક આહાર તમારું સ્વાસ્થ્ય જાળવી રાખશે.લકી કલર: સફેદલકી નંબરઃ 9***મિથુનSIX OF SWORDSઆજનો દિવસ ભૂતકાળની સુખદ યાદો સાથે જોડાયેલો રહેશે. તમે જૂના મિત્રો, સંબંધીઓ અથવા તમારી નજીકની વ્યક્તિ સાથે સમય પસાર કરવાનો આનંદ માણશો. આ દિવસ તમને ભાવનાત્મક સંતોષ અને ખુશીઓ લાવશે. જૂની યાદો તમને નવી ઉર્જા આપશે અને તમે તાજગી અનુભવશો. કેટલાક જૂના અધૂરા કામ કે સંબંધોમાં સુધાર થવાની સંભાવના છે. તમે જીવનમાં સાદગી અને આત્મીયતાનો અનુભવ કરશો.કરિયરઃ- જૂના પ્રોજેક્ટ્સ પર અથવા કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે ફરીથી કામ કરવાની તક મળશે. તમારી મહેનત અને અનુભવની પ્રશંસા થશે. ભૂતકાળના અનુભવોથી તમે નવી વ્યૂહરચના બનાવી શકશો.લવઃ- આજે લવ લાઈફમાં જૂની યાદો તાજી થશે. તમે તમારા જીવનસાથી સાથેની ખુશીની પળોને યાદ કરશો. અવિવાહિતોને જૂની ઓળખાણ સાથે જોડાવાની તક મળશે.સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો. જૂની સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળવાની સંભાવના છે. માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગ કરો. આરામ અને સંતુલિત દિનચર્યા તમને ઉર્જાવાન બનાવશે.લકી કલર: પીળોલકી નંબરઃ 6***કર્કNIGHT OF CUPતમે કંઈક નવું કરવાની પ્રેરણા અનુભવશો. જોખમ લેવા અને નવા ક્ષેત્રોમાં પગ મૂકવાનો આ યોગ્ય સમય છે. તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ તમને આગળ વધવામાં મદદ કરશે. જૂના ડર અને ખચકાટ છોડીને નવી શક્યતાઓને અપનાવો. આ દિવસ તમને જીવન પ્રત્યે નવો દૃષ્ટિકોણ આપશે. સરળતા સાથે કાર્ય કરો અને આવનારા ફેરફારોનું સ્વાગત કરો.કરિયરઃ કરિયરમાં નવી તકો તમારી રાહ જોઈ રહી છે. તમને કોઈ નવો પ્રોજેક્ટ અથવા નોકરીની ઓફર મળી શકે છે. જોખમ લેવાથી તમને સારા પરિણામો મળશે. તમારી સર્જનાત્મકતા અને ઉત્સાહનો ભરપૂર ઉપયોગ કરો. આ તમારા માટે પ્રગતિનો સમય છે.લવઃ- આજે તમારી લવ લાઈફમાં કોઈ નવા સંબંધની શરૂઆત થઈ શકે છે. તમે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોમાં રોમાંચ અને તાજગીનો અનુભવ કરશો. અવિવાહિત લોકોને કોઈ ખાસ વ્યક્તિ સાથે જોડાવાની તક મળી શકે છે.સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં તમે નવી ઉર્જાનો અનુભવ કરશો. તમે માનસિક અને શારીરિક રીતે તાજગી અનુભવશો. વ્યાયામ અને બહાર જવાનું તમને વધુ સક્રિય રાખશે.લકી કલર: લાલલકી નંબરઃ 1***સિંહFIVE OF CUPSઆજનો દિવસ તમારા માટે આયોજન અને વિસ્તરણનો દિવસ છે. તમે તમારા ભવિષ્ય માટે નવી વ્યૂહરચના બનાવશો અને તમારા લક્ષ્યો વિશે સ્પષ્ટ થશો. તમારા પ્રયત્નોને દિશામાન કરવાનો અને તમારા કાર્યનો વિસ્તાર વધારવાનો આ સમય છે. તમારી મહેનતનું પરિણામ મળવા લાગશે અને તમે નવી તકોની શોધમાં આગળ વધશો. આજનો દિવસ પ્રવાસ કે વ્યવસાય સંબંધિત કામ માટે અનુકૂળ છે.કરિયરઃ- કાર્યસ્થળમાં તમારી યોજનાઓ મોટી તકો લાવશે. વિદેશ અથવા અન્ય સ્થાનો સંબંધિત નવી શક્યતાઓ ઉભરી આવશે. તમે તમારી ટીમ સાથે મોટી જવાબદારીઓ નિભાવી શકો છો.લવઃ- આજે તમારી લવ લાઈફમાં નવા અનુભવો ઉમેરાશે. જીવનસાથી સાથે પ્રવાસ થવાની સંભાવના છે. અવિવાહિત લોકો નવો અને રોમાંચક સંબંધ શરૂ કરી શકે છે.સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો. નિયમિત દિનચર્યા અને સંતુલિત આહાર સાથે, તમે તમારી જાતને વધુ સારી સ્થિતિમાં જોશો. પ્રવાસ દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.લકી કલર: નારંગીલકી નંબરઃ 3***કન્યાSIX OF WANDSઆજનો દિવસ તમારા માટે આત્મનિરીક્ષણનો છે. તમને લાગશે કે તમે કોઈ પરિસ્થિતિમાં અટવાઈ ગયા છો અથવા આગળ વધી શકતા નથી. તમારી વિચારસરણીને સકારાત્મક રાખવા અને તમારામાં વિશ્વાસ રાખવાનો આ સમય છે. તમારી સમસ્યાઓનો ઉકેલ જાતે શોધવાનો પ્રયાસ કરો. તમારી મર્યાદાઓમાંથી બહાર નીકળો, નકારાત્મક વિચારોને પાછળ છોડી દો. બીજાની મદદ લેવામાં સંકોચ ન અનુભવો.કરિયરઃ- કાર્યક્ષેત્રમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. તમે કામની જવાબદારીઓનું દબાણ અનુભવશો. ટીમની મદદથી સમસ્યાઓ ઉકેલી શકાય છે. આ સમય યોજના બનાવવાનો અને તમારી કુશળતામાં વિશ્વાસ રાખવાનો છે.લવઃ- લવ લાઈફમાં મૂંઝવણ થઈ શકે છે. જીવનસાથી સાથે ખૂલીને વાત કરવાથી સમસ્યાઓ હલ થશે. અવિવાહિત લોકો જૂના સંબંધને લઈને મૂંઝવણમાં રહી શકે છે. તમારા હૃદયની વાત સાંભળો અને ધીરજ રાખો.સ્વાસ્થ્યઃ- માનસિક તણાવથી બચવા માટે આરામ અને ધ્યાનનો સહારો લો. તમને ઊંઘની કમી અને થાકનો અનુભવ થઈ શકે છે. સંતુલિત દિનચર્યા અને નિયમિત કસરત ઊર્જામાં સુધારો કરશે. તમારી લાગણીઓને શાંત રાખો.લકી કલર: વાદળીલકી નંબરઃ 8***તુલાTHE LOVERSઆજનો દિવસ તમારા માટે નવું કામ શીખવા માટે મહત્ત્વ પૂર્ણ રહેશે. તમે તમારા અંગત અને વ્યાવસાયિક જીવનમાં નવી શરૂઆત કરશો. તમારા વિચારો અને કૌશલ્યમાં સુધારો કરો, નાની યોજનાઓ પર કામ કરીને તમે ભવિષ્યમાં મોટા પરિણામો પ્રાપ્ત કરી શકો છો. નવા પ્રોજેક્ટ, શિક્ષણ અથવા નાણાકીય યોજનાઓ પર ધ્યાન આપો. તમારી જિજ્ઞાસા અને આત્મવિશ્વાસ તમારો રસ્તો શોધી કાઢશે. .કરિયરઃ- કાર્યસ્થળમાં નવી શરૂઆત કરવાનો આ સમય છે. કોઈ નવો પ્રોજેક્ટ અથવા જવાબદારી શરૂ થઈ શકે છે. તમારા દ્વારા શરૂ કરાયેલા પ્રોજેક્ટને સારો પ્રતિસાદ મળશે. કોઈપણ નવું શિક્ષણ કે તાલીમ તમારી કારકિર્દીને નવી દિશા આપી શકે છે.લવઃ – લવ લાઈફમાં આજે નવી શરૂઆત થઈ શકે છે. જૂના સંબંધો અને નવા સંબંધોમાં સુધારો થવાની સંભાવના છે. અવિવાહિત લોકો કોઈ નવી વ્યક્તિને મળી શકે છે અને ગાઢ સંબંધ શરૂ કરી શકે છેસ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં સુધારો થશે. વ્યાયામ અને સંતુલિત આહાર તમારા સ્વાસ્થ્યમાં સકારાત્મક ફેરફારો લાવશે. માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગ તરફ વળો.લકી કલર: વાદળીલકી નંબરઃ 4***વૃશ્ચિકTHE HERMITથોડી ભાવનાત્મક મૂંઝવણ થઈ શકે છે. તમારે મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડશે, જે તમને માનસિક અને ભાવનાત્મક રીતે અસર કરી શકે છે. તમારા આંતરિક સંઘર્ષોનો સામનો કરવાનો અને સત્યને સ્વીકારવાનો આ સમય છે. જૂના દુ:ખ કે મતભેદોને બાજુ પર રાખીને આગળ વધવાની તક મળશે. આ દિવસ તમને તમારા જીવનને નવા દૃષ્ટિકોણથી જોવાની તક આપશે.કરિયરઃ- કાર્યક્ષેત્રમાં આ સમય થોડો કડવો રહી શકે છે. કોઈ કામ અથવા સહકર્મચારી સાથે મતભેદ થઈ શકે છે. ધીરજ રાખો અને વાતચીત દ્વારા સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરો. મુશ્કેલીઓમાંથી શીખવાનો અને તમારી કારકિર્દી સુધારવાનો આ સમય છે.લવઃ – લવ લાઈફમાં આજે થોડી મુશ્કેલીઓ આવી શકે છે. જૂના સંબંધોમાં તણાવ અથવા ગેરસમજ થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે ખૂલીને વાત કરો અને સમસ્યાઓનો ઉકેલ શોધો. સિંગલ લોકો ભૂતકાળના સંબંધ અથવા ભાવનાત્મક ઘા વિશે વિચારી શકે છે.સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં માનસિક તણાવ અને ભાવનાત્મક તણાવ અનુભવાઈ શકે છે. માનસિક શાંતિ માટે પોતાને સમય અને આરામ આપો. યોગ, ધ્યાન અને આરામ તમારા માટે ફાયદાકારક રહેશે.લકી કલર: કાળોલકી નંબરઃ 3***ધનFOUR OF PENTACALSઆજનો દિવસ તમારા આત્મવિશ્વાસ અને સફળતાનું પ્રતીક બની રહેશે. તમે તમારી મહેનત અને સમર્પણથી નાણાકીય અને અંગત જીવનમાં સંતુલન જાળવશો. તમારા પ્રયત્નોના પરિણામો જોવા અને તમારા લક્ષ્યો તરફ આગળ વધવાનો આ સમય છે. તમને તમારા કામમાં સંપૂર્ણ સંતોષ મળશે અને તમારી પાસે તમારી જાતને ઉજવવાનો સમય મળશે. તમારું સ્વાભિમાન અને સ્વતંત્રતા જાળવી રાખો.કરિયરઃ- કાર્યસ્થળ પર તમારી મહેનતનું સારું પરિણામ મળશે. તમારા પ્રયત્નોની પ્રશંસા થશે અને તમને સફળતા મળશે. નવી નાણાકીય તક મળી શકે છે. તમારા કાર્યમાં આત્મવિશ્વાસ જાળવી રાખો અને તમારી મહેનતના પરિણામોનો આનંદ માણો.લવઃ- લવ લાઈફમાં સ્થિરતા અને સંતોષ રહેશે. ભાગીદારો સાથેના સંબંધોમાં સમજણ અને સંવાદિતા વધશે. સિંગલ લોકો આત્મનિર્ભરતામાં વિશ્વાસ કરશે અને તેમની વ્યક્તિગત સ્વતંત્રતાનો આનંદ માણશે.સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં તમે સારું અનુભવશો. તમે માનસિક શાંતિ અને શારીરિક તાજગીનો અનુભવ કરશો. નિયમિત કસરત અને સંતુલિત આહાર તમને ઉર્જાથી ભરપૂર રાખશે. માનસિક શાંતિ માટે ધ્યાન અને આરામ તમારા માટે ફાયદાકારક રહેશે.લકી કલર: ગુલાબીલકી નંબરઃ 9***મકરTHE SUNઆજનો દિવસ તમને પરિવાર અને સંબંધોમાં ખુશી અને સંતોષ લાવશે. ઘરમાં સુખ, શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ રહેશે, જેના કારણે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો. આ સમય તમારા પ્રિયજનો સાથે વિતાવવા અને તેમની સાથે તમારા સંબંધોને મજબૂત કરવાનો છે. તમને કોઈ ખુશીના સમાચાર મળી શકે છે, જે તમારા પરિવારમાં ઉત્સાહનું વાતાવરણ બનાવશે. તમારી આસપાસના લોકો તમને ભાવનાત્મક ટેકો આપશે અને તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.કરિયરઃ- કાર્યસ્થળમાં સંતોષ અને સફળતાનો સમય છે. તમે કરેલા પ્રયાસોની પ્રશંસા થશે અને તમને નવી તકો મળી શકે છે. ટીમ વર્ક સાથે જોડાયેલા કાર્યોમાં સફળતા મળશે અને કાર્યસ્થળ પર સહયોગનું વાતાવરણ બનશે. .લવઃ- જો તમે રિલેશનશિપમાં છો તો તમારા બંને વચ્ચે સમજણ અને પ્રેમ વધશે. જીવનસાથી સાથે સમય વિતાવવાથી સંબંધોમાં નવીનતા આવશે. અવિવાહિત લોકો નવો અને રોમેન્ટિક સંબંધ શરૂ કરી શકે છે.સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની દૃષ્ટિએ આજે ​​તમારે કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો નહીં પડે. તમે શારીરિક અને માનસિક બંને રીતે સારું અનુભવશો. પરિવાર સાથે સમય પસાર કરવાથી માનસિક શાંતિ અને આરામ મળશે. ધ્યાન અને યોગ તમારા શરીર અને મનમાં સંવાદિતા બનાવશે, જેના કારણે તમે દિવસભર ઉર્જાથી ભરપૂર રહેશો.લકી કલર: સફેદલકી નંબરઃ 1***કુંભNINE OF CUPSઆજનો દિવસ તમારા માટે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવાનો દિવસ હોઈ શકે છે. તમે નાણાકીય અથવા ભાવનાત્મક સંકટનો સામનો કરી શકો છો, પરંતુ આ સમય તમારા માટે તમારી જાતને સશક્ત બનાવવાનો છે. જીવન અસ્થિર લાગે છે, પરંતુ યાદ રાખો કે આ માત્ર એક અસ્થાયી પરિસ્થિતિ છે. આત્મવિશ્વાસ અને ધીરજ જાળવી રાખો. તમારી પાસે ઉકેલ તરફ પગલાં લેવા માટે સમય હશે.કરિયરઃ- કાર્યસ્થળ પર કેટલીક પ્રતિકૂળ સ્થિતિઓ ઊભી થઈ શકે છે. કોઈ પ્રોજેક્ટ અથવા કામમાં કોઈ સમસ્યા આવી શકે છે, જેના કારણે માનસિક તણાવ થઈ શકે છે. ધીરજ રાખો અને સકારાત્મક રીતે ઉકેલો શોધો.લવઃ- લવ લાઈફમાં આજે તમે થોડી નિરાશા અનુભવી શકો છો. સંબંધોમાં ગેરસમજ અથવા અંતર અનુભવાઈ શકે છે. તમારે તમારા જીવનસાથી સાથે વધુ વાતચીત કરવાની જરૂર પડી શકે છે. અવિવાહિત લોકો પણ ભાવનાત્મક રીતે નબળાઈ અનુભવી શકે છે.સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં થોડી પરેશાનીઓ અનુભવાઈ શકાય છે. માનસિક તણાવ અને શારીરિક થાક વધી શકે છે. તમારી જાતને આરામ આપવાનો અને યોગ્ય આહાર લેવાનો આ સમય છે. ધ્યાન અને યોગ દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત કરો.લકી કલર: રાખોડીલકી નંબરઃ 5***મીનTHE PENTACALSકોઈપણ જટિલ પરિસ્થિતિમાં, તમે ઠંડા દિમાગથી નિર્ણયો લેશો અને તમારી બુદ્ધિથી સમસ્યાઓનું સમાધાન કરશો. આ સમય તમારો આત્મવિશ્વાસ વધારવા અને યોગ્ય દિશામાં પગલાં લેવાનો છે. તમારા વિચારો ધારદાર બનશે અને તમે તમારા વિચારોને અસરકારક રીતે અન્ય લોકો સુધી પહોંચાડી શકશો. તમારા જ્ઞાન અને અનુભવનો ઉપયોગ કરવાનો આ દિવસ છે. તમારા નિર્ણયો યોગ્ય દિશામાં હશેકરિયરઃ- કાર્યસ્થળમાં આજે તમારા નિર્ણયો મહત્ત્વપૂર્ણ રહેશે. તમારા નેતૃત્ત્વ અને વિશ્લેષણાત્મક ક્ષમતાઓને ઓળખવામાં આવશે. કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં તમારી સલાહની જરૂર પડી શકે છે. કાર્યસ્થળ પર તમારી સ્થિતિને વધુ મજબૂત બનાવવા અને તમારી યોજનાનો સફળતાપૂર્વક અમલ કરવાનો આ સમય છે.લવઃ- લવ લાઈફમાં તમે તમારા સંબંધોમાં સ્પષ્ટતા અને ઈમાનદારી જાળવશો. જો કોઈ બાબતમાં મૂંઝવણ છે તો આજે તમે તેને ઉકેલી શકો છો. જો તમે સંબંધમાં છો તો પરસ્પર સમજણ વધશે. સિંગલ લોકો પણ નવા સંબંધમાં નક્કર પગલાં લઈ શકે છે.સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યની બાબતમાં આજે તમે માનસિક રીતે મજબૂત અનુભવ કરશો. કોઈપણ તણાવપૂર્ણ પરિસ્થિતિને સંભાળી શકશો. શારીરિક રીતે તમે સારું અનુભવશો, પરંતુ માનસિક શાંતિ માટે ધ્યાન અને આરામ જરૂરી છે. તમારી જાતને શારીરિક અને માનસિક રીતે સંતુલિત રાખવા પર ધ્યાન આપો.લકી કલર: વાદળીલકી નંબરઃ 4 […]

  • મોટા સમાચાર: BZ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ, મહેસાણા જિલ્લામાંથી ભાગેડુ ઝડપાયો Bhupendra Zala Arrested: મહેસાણાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. BZ ગ્રુપ દ્વારા 6 […]

  • Load More

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?