- Gujarati News
- National
- Rejecting The Demand For Ballot Paper Elections, The Supreme Court Also Dismissed All Petitions For VVPAT Verification
3 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુપ્રીમ કોર્ટે શુક્રવારે EVM અને VVPAT સ્લિપની 100% ક્રોસ-ચેકિંગ અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી હતી.
આ કેસની સુનાવણી કરી રહેલા બંને જજો – જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ 24 એપ્રિલે સુનાવણી બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
40 મિનિટ સુધી ચાલેલી સુનાવણીમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે અમે મેરિટ પર ફરીથી સુનાવણી નથી કરી રહ્યા. અમે ચોક્કસ સ્પષ્ટતા ઈચ્છીએ છીએ. અમારી પાસે કેટલાક પ્રશ્નો હતા અને અમને જવાબો મળ્યા. ફેંસલો સુરક્ષિત રાખ્યો છે.
આ અરજી ઓગસ્ટ 2023માં કરવામાં આવી હતી
એક્ટિવિસ્ટ અરુણ કુમાર અગ્રવાલ દ્વારા ઓગસ્ટ 2023માં VVPAT સ્લિપના 100% વેરિફિકેશન અંગે એક અરજી કરવામાં આવી હતી. અરજીમાં કહેવામાં આવ્યું છે કે મતદારોને ફિઝિકલી રીતે VVPAT સ્લિપ ચકાસવાની તક આપવી જોઈએ. મતદારોને જાતે જ પોતાની સ્લીપ મતપેટીમાં નાંખવાની સુવિધા હોવી જોઈએ.આનાથી ચૂંટણીમાં ગેરરીતિની શક્યતા દુર થઈ જશે.
આ કેસમાં અરજદારો વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ શંકરનારાયણ અને સંજય હેગડેએ રજુઆત કરી હતી. પ્રશાંત એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)વતી છે. જ્યારે, અત્યાર સુધી ચૂંટણી પંચ વતી એડવોકેટ મનિન્દર સિંહ, અધિકારીઓ અને કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા છે.
ગઈ સુનાવણીમાં કોર્ટે ECને પૂછ્યું હતું કે શું મતદારોને VVPAT સ્લિપ ન આપી શકાય?
આ પહેલા 18 એપ્રિલે જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે વકીલો અને ચૂંટણી પંચની દલીલો 5 કલાક સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. છેલ્લી સુનાવણીમાં કોર્ટે ચૂંટણી પંચને
પૂછ્યું હતું કે શું મતદાન કર્યા પછી મતદારોને VVPAT સ્લિપ આપી શકાય નહીં.
આ બાબતે ચૂંટણી પંચે કહ્યું હતું કે મતદારોને VVPAT સ્લિપ આપવામાં મોટું જોખમ છે. આનાથી મતની ગુપ્તતા સાથે ચેડા થશે અને બૂથની બહાર તેનો દુરુપયોગ થઈ શકે છે. તેનો ઉપયોગ અન્ય લોકો કેવી રીતે કરી શકે છે, તે અમે કહી શકીએ નહીં.
કોર્ટે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી સુનિશ્ચિત કરવા માટે અપનાવવામાં આવેલા પગલાં અંગે ચૂંટણી પંચના વકીલ પાસેથી EVM અને VVPATની સમગ્ર પ્રક્રિયાને સમજી હતી. સાથે જ ચૂંટણી પ્રક્રિયાની પવિત્રતા જાળવવી જોઈએ તેમ પણ જણાવ્યું હતું. એમાં કોઈ શંકા ન હોવી જોઈએ કે આવું થવું જોઈતું હતું અને થયું નથી. આ પછી કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
16 એપ્રિલની સુનાવણીમાં ભૂષણને સુપ્રીમ કોર્ટે કહ્યું- જર્મનીનાં ઉદાહરણો અહીં કામ નથી કરતાં
16 એપ્રિલે થયેલી સુનાવણીમાં એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે VVPAT સ્લિપ બેલેટ બોક્સમાં નાખવા જોઈએ. આવું જ જર્મનીમાં થાય છે. તેના પર જસ્ટિસ દીપાંકર દત્તાએ કહ્યું કે ત્યાંના ઉદાહરણો અહીં કામ કરતા નથી. આ સિવાય કોર્ટે ચૂંટણીપંચને ઈવીએમના ઉત્પાદનથી લઈને સ્ટોરેજ અને ડેટા સાથે છેડછાડની શક્યતાઓ વિશે બધું જ જણાવવા કહ્યું હતું.
હાલમાં માત્ર 5 EVMના મત જ VVPAT સ્લિપ સાથે મેચ કરવામાં આવી રહ્યા છે
હાલમાં, કોઈપણ મતવિસ્તારમાં માત્ર 5 EVM મત VVPAT સ્લિપ સાથે મેચ થાય છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણીપંચે અંદાજે 24 લાખ VVPAT ખરીદવા માટે 5,000 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ માત્ર 20,000 VVPAT સ્લિપની જ વોટ સાથે ચકાસણી કરવામાં આવી રહી છે.
VVPAT મશીનોનો ઉપયોગ ભારતમાં સૌપ્રથમવાર 2014ની સામાન્ય ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. તે ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL) અને ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) દ્વારા બનાવવામાં આવે છે.
આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં અગાઉ પણ ઘણી વખત ઉઠાવવામાં આવ્યો છે
2019ની લોકસભા ચૂંટણી પહેલાં 21 વિપક્ષી પક્ષોના નેતાઓએ પણ તમામ EVMના ઓછામાં ઓછા 50 ટકામાં VVPAT મશીનની સ્લિપના મતોના મેચિંગની માંગણી કરી હતી. તે સમયે, ચૂંટણીપંચ દરેક મતવિસ્તારમાં VVPAT મશીન સાથે માત્ર એક EVM મેચ કરતું હતું. 8 એપ્રિલ, 2019ના રોજ, ટેલિ માટે ઇવીએમની સંખ્યા 1 થી વધારીને 5 કરવામાં આવી હતી.
આ પછી મે 2019માં કેટલાક ટેક્નોક્રેટ્સે VVPAT દ્વારા તમામ EVMની ચકાસણીની માગ કરતી અરજી દાખલ કરી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
આ સિવાય એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે પણ જુલાઈ 2023માં મતોની ગણતરી માટે અરજી દાખલ કરી હતી. આને નકારી કાઢતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે- ક્યારેક આપણે ચૂંટણીની નિષ્પક્ષતા પર શંકા કરવા લાગીએ છીએ.
વધુ અપડેટ કરી રહ્યા છીએ…