અમદાવાદ56 મિનિટ પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
- કૉપી લિંક
‘બાઉન્ડ્રી લાઇન પાસે હોઈએ તો ઓડિયન્સમાંથી લોકો ગાળો આપતા, એવી-એવી ગંદી કોમેન્ટો કરતા કે હું અહીં બોલી પણ નહીં શકું. પરંતુ એ વાતની ખુશી છે કે હવે ક્રિકેટના સિરિયસ ફેન્સ અમારી મેચ પણ જોવા આવતા થયા છે. ઇન્ટરનેશનલ મેચમાં પણ થોડા ઘણા લોકો માંડ જોવા આવતા એ સિવાય કોઈ મેચમાં સ્ટેડિયમમાં લોકો દેખાતા જ નહીં, એના બદલે અત્યારે આખાં સ્ટેડિયમ ફુલ જોયાં, ત્યારે ગમ્યું કે લોકોને હવે વિમેન્સ ક્રિકેટમાં ઇન્ટરેસ્ટ વધતો જાય છે.’
આ શબ્દો છે તરન્નુમ ખાન પઠાણના. જેવી રીતે IPLથી ક્રિકેટમાં લોકોનો ક્રેઝ અચાનક વધી ગયો. એવી જ રીતે છેલ્લાં 2 વર્ષથી BCCIએ ગર્લ્સ IPL શરૂ કરી અને નામ આપ્યું WPL (વિમેન્સ ક્રિકેટ લીગ). WPL કુલ 5 ટીમ વચ્ચે રમાય છે, જેમાં એક ટીમ ગુજરાતની પણ છે, જેનું નામ રાખ્યું છે ‘ગુજરાત જાયન્ટ્સ’. WPLમાં ગુજરાતની 1 આખી ટીમ રમી રહી છે, પરંતુ આખા WPLમાં પૂરા ગુજરાતમાંથી ફક્ત 3 પ્લેયર્સનું જ સિલેક્શન થયું હતું. રાધા યાદવ, યાસ્તિકા ભાટિયા અને તરન્નુમ ખાન પઠાણ. તો ચાલો, વાત કરીએ એ પ્લેયર્સ સાથે અને જાણીએ કેવી રીતે તેઓએ ક્રિકેટમાં કરિયર બનાવ્યું. સાથે જ વિમેન્સ ક્રિકેટમાં કરિયર બનાવવા ગુજરાતમાંથી કેટલી છોકરીઓ આવે છે? કોચિંગમાં શું પરિસ્થિતિ છે? એ વિશે જાણવા વિમેન્સ ક્રિકેટના કોચ અને સિનિયર પ્લેયર સાથે ‘દિવ્ય ભાસ્કર’ એપે વાત કરી. તો આવો, ઇનિંગ્સની શરૂઆત કરીએ. ઓપનિંગ કરીએ મૂળ વડોદરાનાં અને WPLમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ તરફથી રમતાં તરન્નુમ ખાન પઠાણથી…
ક્રિકેટ માટે દસમા ધોરણની પરીક્ષા જ ન આપી તરન્નુમ સાથે વાત