સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
લખનઉ સુપર જાયન્ટ્સના બેટિંગ-ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસે ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની સાથેની વાતચીત વિશે વાત કરી છે. એલએસજીએ બુધવારે એક વીડિયો શેર કર્યો, જેમાં સ્ટોઇનિસે જણાવ્યું કે કેવી રીતે ધોનીના એક મંત્રે તેની રમત બદલી.
વીડિયોમાં સ્ટોઇનિસે કહ્યું કે, ધોનીએ મને સમજાવ્યું હતું કે પરિસ્થિતિ પ્રમાણે પોતાને બદલવાની જરૂર નથી. તેણે કહ્યું, એમએસ ધોનીએ મને એક વાત કહી. તેણે કહ્યું હતું કે મોટી મેચોમાં દરેક વ્યક્તિ વિચારે છે કે મારે કંઈક અલગ કરવું છે. પરંતુ ધોની આવું કંઈ કરતો નથી અને તે દરેક પરિસ્થિતિમાં એવો જ રહે છે. આ તેની સૌથી મોટી તાકાત છે.
IPL રન ચેઝમાં સ્ટોઇનિસે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો
માર્કસ સ્ટોઇનિસે IPL રન ચેઝમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. તેણે મંગળવારે CSK સામે 124 રનની ઇનિંગ રમી હતી. આ સાથે સ્ટોઇનિસે પંજાબ કિંગ્સના પોલ વોલ્થેટીનો 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. વર્ષ 2011માં, પોલે CSK સામે મોહાલીના મેદાનમાં 120 રનની અણનમ ઇનિંગ રમી હતી અને 189 રનને ચેઝ કર્યો હતો અને પંજાબને 6 વિકેટે મેચ જીતી હતી.
લખનઉએ ચેન્નઈને હરાવ્યું, સ્ટોઇનિસ પ્લેયર ઑફ ધ મેચ
IPL-2024માં મંગળવારે રાત્રે લખનઉ સુપર જાયન્ટ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું હતું. મંગળવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ચેન્નઈએ 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. લખનઉએ ચેપોક સ્ટેડિયમમાં IPLનો સૌથી મોટો ચેઝ કર્યો અને 19.3 ઓવરમાં 4 વિકેટે જીતનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
માર્કસ સ્ટોઇનિસ પ્લેયર ઑફ ધ મેચ રહ્યો હતો. તેણે 63 બોલમાં 124 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે તે IPLના કોઈપણ ચેઝમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.