હૈદરાબાદ40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 8મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 31 રનથી હરાવ્યું. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. હૈદરાબાદે 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 246 રન જ બનાવી શકી હતી.
સચિન તેંડુલકરે 200મી IPL મેચ રમવા પર રોહિત શર્માને ખાસ જર્સી આપી હતી. હૈદરાબાદ માટે અભિષેક શર્માએ છગ્ગો ફટકારીને સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે 16 બોલમાં ફિફ્ટી પૂરી કરી. જુઓ મેચની ટોપ મોમેન્ટ્સ…
1. સચિને રોહિતને સ્પેશિયલ જર્સી આપી
મેચ પહેલાં MIના પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ સચિન તેંડુલકર પાસેથી ખાસ જર્સી મેળવી હતી. રોહિત મુંબઈ ઈન્ડિયન્સ માટે 200મી મેચ રમી રહ્યો હતો, એટલા માટે તેંડુલકરે તેને જર્સી ભેટમાં આપી હતી. રોહિત આઈપીએલના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે અને એક દાયકાથી વધુ સમયથી ટીમનો ભાગ છે. MIની સ્પેશિયલ જર્સીની પાછળ રોહિતના નામની સાથે ‘200’ નંબર લખવામાં આવ્યો છે.
રોહિત શર્મા 2011થી MI ફ્રેન્ચાઇઝીનો ભાગ છે.
2. ટિમ ડેવિડે ટ્રેવિસ હેડનો કેચ છોડ્યો
SRHની ઇનિંગ્સની બીજી ઓવરના પહેલા જ બોલ પર ટિમ ડેવિડે ટ્રેવિસ હેડનો કેચ છોડ્યો. હેડે હાર્દિકના બોલ પર આગળની તરફ શોટ રમ્યો, બોલ ટિમ ડેવિડના હાથમાંથી સરકી ગયો અને બાઉન્ડ્રી ક્રોસ કરી ગયો. ત્યારબાદ હેડે 18 બોલમાં અડધી સદી ફટકારી અને 62 રનની ઇનિંગ રમી.
9 રનના સ્કોર પર ટિમ ડેવિડે ટ્રેવિસ હેડને જીવનદાન આપ્યું હતું.
3. અભિષેકે છગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી
SRHના બેટર અને પ્લેયર ઓફ ધ મેચ અભિષેક શર્માએ 10મી ઓવરમાં સિક્સર ફટકારીને પોતાની અડધી સદી પૂરી કરી હતી. 10મી ઓવર નાખવા આવેલા ક્વેના માફાકાના ત્રીજા બોલ પર અભિષેકે ફ્રન્ટ સાઇટસ્ક્રીન પર સિક્સર ફટકારી અને પોતાની અડધી સદી પૂરી કરી. અભિષેકે 23 બોલમાં 63 રનની ઇનિંગ રમી હતી.
અભિષેક શર્માએ IPLમાં તેની ચોથી અડધી સદી ફટકારી હતી.
4. સમદે છોડ્યો રોહિતનો કેચ
SRHના ખેલાડી અબ્દુલ સમદે રોહિત શર્માનો કેચ છોડ્યો હતો. ચોથી ઓવરના છેલ્લા બોલ પર શાહબાઝ અહેમદે શોર્ટ પિચ બોલ ફેંક્યો, જેના પર રોહિત શર્માએ મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો. જો કે, તે મિસટાઇમ થયો અને બોલ મિડઓન પાછળ ગયો.
મિડ-ઓન પર ઊભેલો અબ્દુલ સમદ પાછળની તરફ દોડ્યો અને બોલની નીચે આવ્યો, પરંતુ બોલ તેના હાથમાંથી પડી ગયો અને રોહિતને જીવનદાન મળ્યું. .
5. મયંક અગ્રવાલે બાઉન્ડ્રી પર 5 રન બચાવ્યા
MIની ઇનિંગ્સની 18મી ઓવરમાં, SRH ફિલ્ડર મયંક અગ્રવાલે બાઉન્ડ્રી પર શાનદાર છલાંગ લગાવીને પોતાની ટીમના પાંચ રન બચાવ્યા હતા. ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે ધીમો બાઉન્સર ફેંક્યો, જેને MI કેપ્ટન હાર્દિક પંડ્યાએ બાઉન્ડ્રી પાર મોકલવાનો પ્રયાસ કર્યો. જોકે, બાઉન્ડ્રી પર ઉભેલા મયંક અગ્રવાલે જોરદાર એફર્ટ બતાવી હતી અને છલાંગ લગાવીને ટીમ માટે સિક્સ બચાવી હતી.
આ રન બચાવતી વખતે અગ્રવાલ બાઉન્ડ્રીની બહાર પડી ગયો હતો. તેને માથામાં ઈજા થઈ હતી. SRHની મેડિકલ ટીમ તેને જોવા માટે મેદાનમાં આવી હતી. જો કે તેણે છેલ્લી કેટલીક ઓવરો ફિલ્ડિંગ કરવાનું ચાલુ રાખ્યું.
મયંક અગ્રવાલે ટીમ માટે 5 રન બચાવ્યા હતા.