6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગત ગુરુવારે રાત્રે આયુષ શર્મા સ્ટારર ફિલ્મ ‘રુસલાન’ની સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેનો સાળો સલમાન ખાન પણ સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન તેના ભાણા અને ભાણીને વહાલ કરતો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ‘રુસલાન’ 26 એપ્રિલ એટલે કે આજે વિશ્વભરમાં રિલીઝ થઈ છે. ‘રુસલાન’ની સ્ક્રીનિંગમાં સલમાન ડેશિંગ અંદાજમાં જોવા મળ્યો હતો. સલમાનની બહેન અર્પિતા ખાન બાળકો સાથે ઈવેન્ટમાં આવી હતી. સલમાન ખાન તેની ભાણીને જોતાંની સાથે જ તેની પાસે જાય છે અને તેના કપાળ પર કિસ કરતો જોવા મળે છે. તેના ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના બની હતી. ફાયરિંગની ઘટના બાદ પણ સલમાને પોતાનું કામ બંધ કર્યું નથી. કામના કારણે તે હાલમાં જ દુબઈ પહોંચ્યો હતો.
સલમાન ખાન ડેશિંગ લુકમાં જોવા મળ્યો
આયુષ શર્મા-અર્પિતાનાં બાળકો સાથે સલમાન ખાન
સલમાન ખાન તેની ભત્રીજીને કપાળ પર કિસ કરતો જોવા મળ્યો હતો
પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદાએ પણ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી
અરબાઝ ખાન ‘રુસલાન’ની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો
આ સ્ક્રિનિંગમાં સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ લુલિયાએ પણ હાજરી આપી હતી
પત્ની અર્પિતા સાથે આયુષ શર્મા